IND Vs AFG, Innings Highlights: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઇ રહેલી વનડે મેચમાં ભારતને જીતવા માટે 273 રનોનો વિશાળ ટાર્ગેટ મળ્યો છે. વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમ પોતાની બીજી મેચ આજે અફઘાનિસ્તાન સામે રમી રહી છે, આ પહેલા પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવીને આવી છે, હવે આજની મેચ જીતવા માટે ભારતીય ટીમને 273 રનોનો ટાર્ગેટ મળ્યો છે.


ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આજની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઇ રહી છે, અફઘાનિસ્તાન ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો, અને ભારતીય ટીમને બૉલિંગ માટે આમંત્રણ આપ્યું હતુ. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે નિર્ધારિત 50 ઓવરોમાં 8 વિકેટો ગુમાવીને 272 રન બનાવ્યા હતા, જેમાં સૌથી વધુ કેપ્ટન હસમતુલ્લાહ શાહીદીએ 80 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેને 8 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. આ ઉપરાંત ઓમરઝાઇએ 62 રન બનાવ્યા હતા. 


અફઘાનિસ્તાનની પ્લેઇંગ ઇલેવન
રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઇબ્રાહિમ ઝાદરાન, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી, અઝમતુલ્લાહ ઉમરઝાઈ, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન-ઉલ-હક, ફઝલહક ફારૂકી.


ભારતની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.


ગઇ મેચમાં આવી હતી સ્થિતિ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આજની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. છેલ્લી મેચમાં અહીં ઘણા રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડકપ 2023ની મેચમાં અહીં કુલ 754 રન થયા હતા. આ મેચમાં વર્લ્ડ કપના ઈતિહાસના સૌથી મોટા ટીમ સ્કોર સાથે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પણ બન્યો હતો. આ રેકોર્ડ્સમાં અરુણ જેટલી સ્ટેડિયમની બેટિંગ વિકેટે મહત્વની ભૂમિકા ભજવી હતી. આજની મેચમાં પણ આવો જ રનનો વરસાદ થઈ શકે છે.


ભારત-અફઘાનિસ્તાનનું શિડ્યૂલ 
ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાં પોતાની બીજી મેચ અફઘાનિસ્તાન સામે રમશે. બંને ટીમો વચ્ચેની આ મેચ 11 ઓક્ટોબર (બુધવાર)ના રોજ રમાશે. ટીમ ઈન્ડિયાની નજર જીતનો સિલસિલો જારી રાખવા પર રહેશે. તેણે પોતાની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી હતી. આ સાથે જ અફઘાનિસ્તાને બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. અફઘાનિસ્તાનની ટીમ ભારતીય ધરતી પર પ્રથમ વખત ટીમ ઈન્ડિયા સામે વનડે મેચ રમશે.


ભારત 14 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મોટી મેચ પહેલા આ મેચ જીતવા ઈચ્છશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બીજી તરફ અફઘાનિસ્તાનની ટીમ જીતના પાટા પર પરત ફરવા માંગશે. ભારત બાદ તેનો મુકાબલો 15 ઓક્ટોબરે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે થશે.


મેચનું જીવંત પ્રસારણ 
ભારત અને અફઘાનિસ્તાન મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. સ્ટાર સ્પોર્ટ્સ ચેનલો પર ચાહકો વિવિધ ભાષાઓમાં મેચની મજા માણી શકે છે. ડીડી ફ્રી ડીશનો ઉપયોગ કરતા દર્શકો ડીડી સ્પોર્ટ્સ પર મેચ ફ્રીમાં જોઈ શકશે.


મોબાઇલ પર આ રીતે જુઓ મેચ 
તમે Disney + Hotstar એપ પર વર્લ્ડકપની મેચો ઓનલાઈન જોઈ શકો છો. તમે મોબાઈલ પર ફ્રીમાં મેચ જોઈ શકશો. લેપટોપ અથવા સ્માર્ટ ટીવી પર જોવા માટે તમારે ચૂકવણી કરવી પડશે અને સબ્સ્ક્રાઇબ કરવું પડશે. તમે Amarujala.com પર વર્લ્ડ કપ સંબંધિત સમાચાર પણ વાંચી શકો છો.