IND vs AFG Score: ભારતે અફઘાનિસ્તાનને 101 રનથી હરાવ્યું, ભુવનેશ્વરે ઝડપી 5 વિકેટ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. ભારતે આ ત્રણેય મેચ જીતી છે.

gujarati.abplive.com Last Updated: 08 Sep 2022 10:43 PM
ભારત 101 રનથ જીત્યું

20 ઓવરના અંતે અફઘાનિસ્તાને 111 રન બનાવીને 8 વિકેટ ગુમાવી હતી. ભારતે આ મેચ 101 રનથી જીતી લીધી છે. ભુવનેશ્વર કુમારે 5, અશ્વિને 1 અને અર્શદીપ સિંહે 1 વિકેટ ઝડપી હતી.

રાશિદ ખાન આઉટ

દિપક હુડ્ડાના બોલ પર રાશિદ ખાન કેચ આઉટ થયો. રાશિદે 19 બોલમાં 15 રન બનાવ્યા. હાલ અફઘાનિસ્તાનનો સ્કોર 54 રન પર 7 વિકેટ.

અફઘાનિસ્તાનની 4 વિકેટ પડી

5.3 ઓવરના અંતે અફઘાનિસ્તાનનો સ્કોર 20 રન - 4 વિકેટ છે. હાલ નબી 7 રન અને ઈબ્રાહિમ 11 રન સાથે રમતમાં

અફઘાનિસ્તાનની બે વિકેટ પડી

પ્રથમ ઓવરમાં ભુવનેશ્વર કુમારે અફઘાનિસ્તાની 2 વિકેટ ઝડપી છે. હાલ ઈબ્રાહિમ અને જનત રમતમાં છે. સ્કોર 3 રન પર 2 વિકેટ.

19 ઓવરના અંતે સ્કોર

19 ઓવર બાદ ભારતનો સ્કોર 194 રન પર 2 વિકેટ છે. વિરાટ 105 અને પંત 19 રન સાથે રમતમાં છે.

કોહલીએ શતક પુર્ણ કર્યું

વિરાટ કોહલીએ ટી 20 ઈન્ટરનેશનલનું પ્રથમ શતક પુર્ણ કરી લીધું છે. વિરાટે 53 બોલમાં શતક પુર્ણ કર્યું છે. 

15 ઓવર બાદ સ્કોર

15 ઓવર બાદ ભારતનો સ્કોર 134 રન પર પહોંચ્યો છે. હાલ વિરાટ કોહલી 59 રન અને ઋષભ પંત 6 રન સાથે રમતમાં છે.

કે.એલ રાહુલ અને સુર્યકુમાર આઉટ

કે. એલ રાહુલ 12.4 ઓવરે 62 રન બનાવી આઉટ થયો હતો. ત્યાર બાદ સુર્યકુમાર યાદવ પણ 1 સિક્સર ફટકારીને બોલ્ડ થયો હતો. 

ભારતનો સ્કોર 100 રનને પાર

11.3 ઓવરના અંતે ભારતનો સ્કોર 104 રને પહોંચી ગયો છે. આ સાથે વિરાટ કોહલીએ અને કે.એલ રાહુલે તેનું અર્ધશતક પુર્ણ કરી લીધું છે. 

ભારતનો સ્કોર 50ને પાર

પાવર પ્લે પુર્ણ થયા બાદ 7 ઓવરના અંતે ભારતનો સ્કોર 61 રન છે. હાલ વિરાટ કોહલી 27 અને કે.એલ રાહુલ રન 33 સાથે રમતમાં છે.

અફઘાનિસ્તાનની પ્લેઈંગ 11

હઝરતુલ્લા ઝાઝાઈ, રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહીમ ઝદરાન, કરીમ જનાત, નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી, રાશિદ ખાન, અજમતુલ્લા ઓમરઝાઈ, ફરીદ અહેમદ, મુજીબ ઉર રહેમાન, ફઝલ હક

ભારતની પ્લેઈંગ 11

કે.એલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, દીપક હુડા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, દીપક ચહર, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ

કેએલ રાહુલે ટોસ બાદ કહ્યું કે...

કેએલ રાહુલે ટોસ બાદ કહ્યું કે, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને યુઝવેન્દ્ર ચહલ આજે નથી રમી રહ્યા. તેમને આરામ આપવામાં આવ્યો છે. રોહિત પોતે બ્રેક ઇચ્છતો હતો. આ સાથે જ દીપક ચહર, દિનેશ કાર્તિક અને અક્ષર પટેલે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કરી લીધી છે.

અફઘાનિસ્તાને ટોસ જીત્યો

અફઘાનિસ્તાનના કેપ્ટન મોહમ્મદ નબીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરશે. આ મેચમાં કેએલ રાહુલ ભારતની કેપ્ટનશીપ કરી રહ્યો છે. રોહિત શર્મા આ મેચમાં નથી રમી રહ્યો.

બ્રેકગ્રાઉન્ડ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. ભારતે આ ત્રણેય મેચ જીતી છે. હાલમાં ટીમ ઈન્ડિયા પણ સારા ફોર્મમાં છે, જોકે છેલ્લી બે મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાની ઘણી નબળાઈઓ સામે આવી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો પ્રયાસ આ ખામીઓને દૂર કરવાનો રહેશે. ટીમ ઈન્ડિયાનું સૌથી વધુ ધ્યાન પરફેક્ટ પ્લેઈંગ-11 તેમજ પરફેક્ટ ગેમ પ્લાનિંગ પર રહેશે. આ બે બાબતોને લઈને ટીમ ઈન્ડિયા પર સૌથી વધુ સવાલો ઉઠી રહ્યા છે.
 
બીજી તરફ અફઘાનિસ્તાન પણ શાનદાર ફોર્મમાં છે પરંતુ આ ટીમ પણ છેલ્લી બે મેચ હારી ગઈ છે. અફઘાનિસ્તાન પાસે રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, ફઝલ હક જેવા મજબૂત બોલરો છે, જે કોઈ પણ ટીમને ઓછા સ્કોર પર રોકવામાં સક્ષમ છે. ત્યારે આ ટીમમાં હઝરતુલ્લા ઝાઝાઈ અને રહેમાનુલ્લા ગુરબાઝ જેવા ટી20 ફોર્મેટના નિષ્ણાત બેટ્સમેન પણ છે, જેઓ મોટી ઈનિંગ રમવા માટે સક્ષમ છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.