IND vs AUS, 1st ODI: મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન ડે રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 35.4 ઓવરમાં 188 રનમાં ઓલઆઉટ થઈ હતી. મિચેલ માર્શે 65 બોલમાં 81 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ 17 રનમાં 3 વિકેટ, મોહમ્મદ સિરાજે 29 રનમાં 3 વિકેટ, રવિન્દ્ર જાડેજાએ 46 રનમાં 2 વિકેટ, હાર્દિક પંડ્યાએ 29 રનમાં 1 વિકેટ તથા કુલદીપ યાદવે 48 રનમાં 1 વિકેટ ઝડપી હતી.
મિડલ ઓર્ડરનો ધબડકો
ઓસ્ટ્રેલિયાની નબળી શરૂઆત થઈ હતી. 5 રનના સ્કોરે ટ્રેવિસ હેડની વિકેટ ગુમાવી હતી. જે બાદ સ્મિથ અને માર્શે બીજી વિકેટ માટે 77 રન ઉમેર્યા હતા. આ પછી નિયમિત અંતરે ઓસ્ટ્રેલિયાએ વિકેટ ગુમાવી હતી. એક સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોરો 169 રન પર 5 વિકેટ હતો, ત્યાંથી 188 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારતના ફાસ્ટ બોલર્સ શમી અને સિરાજ સામે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો ટકી શક્યા નહોતા.
આજની મેચમાં ભારતીય ટીમઃ શુબમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી
હાર્દિક પંડ્યાએ મુંબઇ વનડે માટે ટૉસ પહેલા સ્ટીવ સ્મિથને ગિફ્ટ કર્યો છોડ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી પ્રથમ વનડે માટે જ્યારે હાર્દિક પંડ્યા ટૉસ માટે મેદાનમાં આવ્યો તો, તેને ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથને છોડ ગિફ્ટ કર્યો હતો. આ દરમિયાન રવિ શાસ્ત્રી અને મેચ રેફરી જવાગલ શ્રીનાથ હાજર હતા. ટૉસ પહેલા રવિ શાસ્ત્રીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી માસ્ટરકાર્ડ ટ્રૉફીનું મહત્વ બતાવ્યુ હતુ. પછી તેને હાર્દિકને સ્મિથને છોડ ગિફ્ટ કરવા કહ્યું. બીસીસીઆઇએ આ વીડિયોને પોતાના અધિકારીક ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયોમાં અત્યાર સુધી હજારો લોકો લાઇક્સ અને શેર કરી ચૂક્યા છે.
ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવનઃ સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રાવિસ હેડ, મિચેલ માર્શ, માર્નસ લાબુશેન, જોસ ઇંગ્લિસ કેમરૂન ગ્રીન, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, સીન અબ્બોટ, મિચેલ સ્ટાર્ક અને એડમ ઝામ્પા.