IND vs AUS 1st ODI: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ત્રણ મેચોની વનડે સીરીઝની શરૂઆત થઇ ગઇ છે, આજની પ્રથમ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી છે. પ્રથમ મેચમાં રેગ્યૂલર કેપ્ટનની ગેરહાજરીમાં બન્ને ટીમો અસ્થાઇ કેપ્ટન સાથે મેદાનમાં ઉતર્યા છે. એકબાજુ ભારતની કમાન સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના હાથમાં છે, તો બીજીબાજુ ઓસ્ટ્રેલિયાની કમાન અનુભવી ક્રિકેટર સ્ટીવ સ્મિથના હાથમાં છે. આ મેચમાં ભારતીય ટીમે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો ફેંસલો કર્યો છે, આ મેચમાં મુબઇના સ્ટેડિયમમાં મેચ જોવા માટે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રજનીકાંતની ખાસ ઉપસ્થિતિ નોંધવામાં આવી છે. 


મુંબઇ ક્રિકેટ એસોસિએશન - એમસીએના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી તસવીરો શેર કરવામાં આવી છે, જેમાં સુપરસ્ટાર રજનીકાંત મુંબઇ ક્રિકેટ એસોશિએશનના અધ્યક્ષ સાથે વાતચીત કરતાં કરતાં પ્રથમ વનડેની મજા માણી રહ્યાં છે. 


આ તસવીર શેર કરતાં એમસીએએ કેપ્શનમાં લખ્યુ છે- ઘરમાં થલાઇવા, મુંબઇ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ અમોલ કાલે સુપરસ્ટાર રજનીકાંતની સાથે વાનખેડે સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ મેચ દરમિયાન વાતચીત કરતાં, મેચની મજા માણી રહ્યાં છે. 






















ભારતે પ્રથમ બૉલિંગ પસંદ કરી -
વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો ફેંસલો કર્યો હતો, અને ઓસ્ટ્રેલિયન ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. આ મેચમાં હાર્દિકની સેના સ્મિથની સેના સામે ટકરાઇ રહી છે. પ્રથમ વનડે જીતીને ભરતીય ટીમ સીરીઝ પર લીડ બનાવવા માટે પ્રયાસ કરશે. 


આજની મેચમાં ભારતીય ટીમઃ - 
શુબમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર,કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી.


ઓસ્ટ્રેલિયન ટીમ - 
ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશાને, જૉસ ઇંગ્લિસ (વિકેટકીપર), કેમરુન ગ્રીન, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટૉઇનિસ, સીને એબૉટ, મિશેલ સ્ટાર્ક, એડમ જામ્પા.