IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ T20I વરસાદને કારણે રદ, સૂર્યકુમાર અને ગિલની તોફાની બેટિંગ

IND Vs AUS 1st T20I Live Score: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી T20 મેચ કેનબેરામાં રમાશે. મેચનો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ વાંચો.

Advertisement

gujarati.abplive.com Last Updated: 29 Oct 2025 04:42 PM

બ્રેકગ્રાઉન્ડ

IND Vs AUS 1st T20I Live Score: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 શ્રેણી આજે, બુધવાર, 29 ઓક્ટોબરથી શરૂ થવાની છે. આ મેચ ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરાના મનુકા ઓવલ સ્ટેડિયમ ખાતે રમાશે....More

પહેલી ટી20 મેચ વરસાદને કારણે રદ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી T20 શ્રેણીની પહેલી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. બુધવારે કેનબેરામાં વારંવાર વરસાદને કારણે રમત બે વાર અટકાવવામાં આવી હતી. શ્રેણીની બીજી મેચ 31 ઓક્ટોબરે મેલબોર્નમાં રમાશે.


 






પહેલા બેટિંગ કરતા, ભારતે છેલ્લે રમત રોકી ત્યારે 9.4 ઓવરમાં 1 વિકેટે 97 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 39 રન બનાવીને અણનમ રહ્યો, જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવ 39 રન બનાવીને અણનમ રહ્યો. અભિષેક શર્મા 19 રને આઉટ થયો, તેને નાથન એલિસના બોલ પર ટિમ ડેવિસ દ્વારા કેચ કરવામાં આવ્યો.

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.