IND Vs AUS 1st T20I Score Live: પ્રથમ ટી 20મા ભારતની શાનદાર જીત, સૂર્યકુમારના 80 રન

India vs Australia 1st T20I Score Live: અહીં તમને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ T20 મેચનો લાઇવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

gujarati.abplive.com Last Updated: 23 Nov 2023 10:53 PM

બ્રેકગ્રાઉન્ડ

India vs Australia 1st T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી પાંચ મેચની T20 શ્રેણી રમાશે. હવેથી થોડીવારમાં, પ્રથમ T20 મેચ વિશાખાપટ્ટનમના રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચનો ટોસ...More

ભારતે પ્રથમ T20માં ઓસ્ટ્રેલિયાને બે વિકેટે હરાવ્યું

ભારતે પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને બે વિકેટથી હરાવ્યું છે. વિશાખાપટ્ટનમના ડૉ.વાય.એસ.રાજશેખર સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ જોશ ઈંગ્લિસની તોફાની સદીની મદદથી 20 ઓવરમાં ત્રણ વિકેટે 208 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ સૂર્યકુમાર યાદવ 80 અને ઈશાન કિશન 58 રનની તોફાની ઈનિંગની મદદથી છેલ્લી ઓવર સુધી લક્ષ્યનો પીછો કર્યો હતો. જોકે, એક બોલ બાકી રહેતા રિંકુ સિંહે ભારતને જીત અપાવી હતી. રિંકુ 14 બોલમાં 22 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.