IND vs AUS, 1st Test Live: પ્રથમ દિવસની રમત પૂર્ણ, ભારત 77/1, રોહિત શર્મા 56 રને રમતમાંં
IND vs AUS, 1st Test, VCA Stadium: અહીંની પીચ હંમેશા સ્પિનરો માટે ઘણી મદદગાર રહી છે. અહીં પહેલા જ દિવસથી સ્પિનરોને થોડી મદદ મળવા લાગે છે
પ્રથમ દિવસના અંતે ભારતે 1 વિકેટ ગુમાવી 77 રન બનાવ્યા છે. કેપ્ટન રોહિત શર્મા 56 રને બેટિંગ કરી રહ્યો છે. કેએલ રાહુલ 20 રન બનાવી આઉટ થયો હતો. ભારત ઓસ્ટ્રેલિયાના સ્કોરથી 100 રન પાછળ છે.
નાગપુર ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય ઓપનર્સે શાનદાર શરૂઆત કરી છે. 18 ઓવરમાં ભારતનો સ્કોર વિના વિકેટ 59 રન છે. રોહિત શર્મા 42 અને કેએલ રાહુલ 16 રને રમતમાં છે.
બીજા સત્રમાં ઓસ્ટ્રેલિયાની ટીમે કુલ 6 વિકેટ ગુમાવીને 98 રન બનાવ્યા હતા. બીજા સત્રમાં રવિન્દ્ર જાડેજાએ કાતિલ બોલિંગ કરી હતી. તેણે બીજા સત્રમાં 4 વિકેટ ઝડપી હતી. જ્યારે અશ્વિને 2 વિકેટ લીધી હતી.
લંચ બાદ રવિન્દ્ર જાડેજાએ પોતાનો જાદુ બતાવ્યો અને ઓસ્ટ્રેલિયાની ટીમને 84 રનમાં સતત બે વિકેટ ઝડપી હતી. પહેલા તેણે માર્નસ લાબુશેનને 49 રનમાં આઉટ કર્યો. તે પછીના બોલ પર જાડેજાએ નવા બેટ્સમેન મેટ રેનશોને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો.
ભારતીય ટીમે નાગપુર ટેસ્ટ મેચના પહેલા દિવસે લંચ સુધી ઓસ્ટ્રેલિયાને દબાણમાં રાખ્યું હતું. કાંગારૂ ટીમે લંચ સુધી 2 વિકેટ ગુમાવીને 76 રન બનાવી લીધા હતા. હાલમાં સ્ટીવ સ્મિથ 19 અને માર્નસ લાબુશેન 47 રન બનાવીને અણનમ છે.
ભારતના બોલરોએ શાનદાર શરૂઆત અપાવી હતી. ઓસ્ટ્રેલિયાના બંન્ને ઓપનર્સ પેવેેલિયન ભેગા થયા હતા. વોર્નર અને ખ્વાજા એક-એક રન બનાવી આઉટ થયા હતા.
ભારતને બીજી જ ઓવરમાં સફળતા મળી હતી. મોહમ્મદ સિરાજની ઓવરમા ઓપનર ઉસ્માન ખ્વાજા એલબીડબલ્યૂ આઉટ થયો હતો.
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.
ભારતીય ટીમ માટે આ મેચ સાથે સૂર્યકુમાર યાદવ અને વિકેટકીપર કેએસ ભરતે ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે. ટોડ મર્ફીને ઓસ્ટ્રેલિયાની ટીમમાં ડેબ્યૂ કરવાની તક મળી છે. રોહિત શર્મા આ મેચમાં ત્રણ સ્પિનરો અને બે ફાસ્ટ બોલર સાથે ઉતર્યો છે.
રોહિત શર્મા , કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી અને સિરાજ
ટેસ્ટ રેકોર્ડમાં ઓસ્ટ્રેલિયન ટીમનો ભારત સામે હાથ ઉપર હોય તેવું લાગી રહ્યું છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 102 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં ઓસ્ટ્રેલિયાએ 43માં જીત મેળવી છે, ભારતીય ટીમે 30 ટેસ્ટ મેચોમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે, જ્યારે 28 ટેસ્ટ મેચ ડ્રો રહી છે.
2014થી અત્યાર સુધી ત્રણ ટેસ્ટ શ્રેણી રમાઈ છે, જેમાં ભારતીય ટીમે કાંગારૂઓને હરાવ્યા હતા. આવી સ્થિતિમાં ફરી એકવાર ભારતીય ટીમ આ શ્રેણી જીતીને ઈતિહાસ રચવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. છેલ્લી વખત 2020-21માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ભારતીય ટીમે ટેસ્ટ શ્રેણી 2-1થી જીતી હતી.
બ્રેકગ્રાઉન્ડ
India vs Australia 1st Test Probable Playing 11: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગવાસ્કર ટ્રોફીની પ્રથમ મેચ 9 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. અહીંની પીચ હંમેશા સ્પિનરો માટે ઘણી મદદગાર રહી છે. અહીં પહેલા જ દિવસથી સ્પિનરોને થોડી મદદ મળવા લાગે છે. ત્રીજા-ચોથા દિવસથી સ્પિનરોનો સામનો કરવો ખૂબ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પોતાના પ્લેઈંગ-11માં કેટલા સ્પિનરોનો સમાવેશ કરે છે અને કયા સ્પિનરને સ્થાન મળે છે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.
નાગપુર ટેસ્ટ માટે ભારતીય ટીમમાં ચાર સ્પિનરો છે. આમાંથી બે જણાનું રમવું લગભગ નિશ્ચિત છે. પરંતુ વિકેટની હાલત જોઈને ટીમ ઈન્ડિયા આના પર ત્રણ સ્પિનરોને પણ મેદાનમાં ઉતારી શકે છે. ભારત માટે સૌથી સારી વાત એ છે કે ટીમના ચારમાંથી ત્રણ સ્પિનરો સારી બેટિંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જો તે પ્લેઇંગ-11માં આ સ્પિન ઓલરાઉન્ડરોને સામેલ કરે છે, તો તે બેટિંગમાં ઘણી ઊંડાઈ મેળવી શકે છે.
આર અશ્વિને ટેસ્ટમાં 5 સદી ફટકારી છે
ભારતીય ટીમ આ મેચમાં 6 બેટ્સમેન સાથે ઉતરશે. જો તે બે ફાસ્ટ બોલર અને ત્રણ સ્પિન ઓલરાઉન્ડરને પોતાની સાથે લેશે. આર અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો બીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. બાંગ્લાદેશ સામેની છેલ્લી ટેસ્ટમાં તેણે શાનદાર બેટિંગ કરીને ભારતીય ટીમને જીત અપાવી હતી.
જાડેજા, અક્ષર અને કુલદીપનું પ્રદર્શન પણ શાનદાર છે.
રવિન્દ્ર જાડેજા પણ બોલ અને બેટ સાથે અસાધારણ પ્રદર્શન કરી રહ્યો છે. ટેસ્ટમાં 242 વિકેટની સાથે તેણે ત્રણ સદી પણ ફટકારી છે. અક્ષર પટેલે અત્યાર સુધી માત્ર 8 ટેસ્ટ રમી છે જેમાં તેણે 47 વિકેટ લીધી છે. અક્ષર ભારત માટે નીચલા ક્રમમાં બેટ્સમેન તરીકે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. અહીં ટીમ ઈન્ડિયા પાસે કુલદીપ યાદવનો વિકલ્પ પણ છે, જે હાલમાં શાનદાર ફોર્મમાં છે અને ટીમ ઈન્ડિયાને વિવિધતા આપી શકે છે. કુલદીપ યાદવે વિદેશમાં ભારતની કેટલીક ઐતિહાસિક જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
અશ્વિન અને અક્ષર ચોક્કસ રમશે!
ભારત માટે આ ચારમાંથી કોઈ બે કે ત્રણ બોલરની પસંદગી કરવી મુશ્કેલ કામ હશે. આર અશ્વિન અને અક્ષર પટેલનું રમવાનું નિશ્ચિત છે. જો ભારતીય ટીમ ત્રીજા સ્પિનરને રમાડવા માંગે છે, તો તે કુલદીપ યાદવને પ્રાધાન્ય આપી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -