IND Vs AUS, Match Highlights: બીજી વનડેમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવ્યું છે. પ્રથમ રમત રમીને ભારતે શ્રેયસ અય્યર (105), શુભમન ગિલ (104) અને સૂર્યકુમાર યાદવ (અણનમ 72)ની શાનદાર ઇનિંગ્સને કારણે 50 ઓવરમાં 5 વિકેટે 399 રન બનાવ્યા હતા. આ પછી ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની 9 ઓવર પછી વરસાદ આવ્યો અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાને 33 ઓવરમાં 317 રનનો રિવાઇઝ્ડ ટાર્ગેટ મળ્યો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 217 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી બોલિંગમાં અશ્વિન અને જાડેજાએ  કમાલ કરી હતી. બંનેએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.


 






કાંગારૂ ટીમને મેચ જીતીને શ્રેણીમાં બરોબરી કરવા માટે 400 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ મેચની વચ્ચે વરસાદે વિક્ષેપ પાડ્યો હતો. જેના કારણે ડકવર્થ લુઈસ નિયમ મુજબ ઓસ્ટ્રેલિયાને 33 ઓવરમાં 317 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં આખી ટીમ માત્ર 217 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ટીમ તરફથી સીન એબોટે 54 રન અને ડેવિડ વોર્નરે 53 રન બનાવ્યા હતા. ભારત તરફથી અશ્વિન અને જાડેજાએ 3-3 વિકેટ લીધી હતી. કૃષ્ણાને 2 સફળતા મળી હતી.


વરસાદ બંધ થયા બાદ ફરી રમત શરૂ થઈ ત્યારે ઓસ્ટ્રેલિયાને 144 બોલમાં વધુ 261 રન બનાવવાના હતા. ડેવિડ વોર્નર અને માર્નસ લાબુશેન ક્રિઝ પર હતા. બંનેએ શરૂઆતમાં જ ઝડપથી રન બનાવ્યા હતા. એવું લાગતું હતું કે ઓસ્ટ્રેલિયન ટીમ મેચને પોતાના પક્ષમાં લઈ જશે, પરંતુ પછી અશ્વિને પોતાની જાદુઈ સ્પિનથી મેચ ભારતના ખોળામાં મૂકી દીધી. ભારતની ચુસ્ત બોલિંગ સામે ઓસ્ટ્રેલિયાએ 140 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ અંતે સીન એબોટ અને જોશ હેઝલવુડે હારનું માર્જિન ઓછું કર્યું હતું. સીન એબોટે 54 રન બનાવ્યા હતા જ્યારે હેઝલવુડે 23 રનનું યોગદાન આપ્યું હતું,


ભારત પ્લેઇંગ-11


કેએલ રાહુલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણા


ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ-11


ડેવિડ વોર્નર, માર્નસ લેબુશેન, કેમેરોન ગ્રીન, જોશ ઈંગ્લિસ, માર્કસ સ્ટોઈનીસ, મેથ્યુ શટ, સીન એબોટ, એડમ ઝામ્પા, જોશ હેઝલવુડ અને સ્પેન્સર જોનસન