IND Vs AUS : ભારતે ઓસ્ટ્રેલિયાને 44 રનથી હરાવ્યું, પાંચ મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની T20 શ્રેણીની બીજી મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

abpasmita.in Last Updated: 26 Nov 2023 10:53 PM
ભારતની ઓસ્ટ્રેલિયા સામે જીત, શ્રેણીમાં 2-0ની લીડ

ભારતીય ટીમે પાંચ મેચોની શ્રેણીની પ્રથમ મેચ જીતી લીધી હતી. હવે ભારત બીજી મેચ જીતીને શ્રેણીમાં 2-0થી લીડ મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે ચાર વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 191 રન બનાવી શકી. આ મેચમાં ટીમ ઈન્ડિયાની 44 રનથી જીત થઈ છે. 

ઓસ્ટ્રેલિયાની 8 વિકેટ પડી

ઓસ્ટ્રેલિયાની 8 વિકેટ પડી ગઈ છે. 152 રનમાં ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટ ગુમાવી દિધી છે. ભારતના બોલરોએ ખૂબ જ શાનદાર બોલિંગ કરી છે. 

ઓસ્ટ્રેલિયાની ટીમને ચોથો મોટો ઝટકો

ઓસ્ટ્રેલિયાની ટીમને ચોથો મોટો ઝટકો લાગ્યો છે. સ્મિથ 19 રન બનાવી આઉટ થયો છે. સ્ટોઈનિસ અને ડેવિડ હાલ રમતમાં છે. ઓસ્ટ્રેલિયાની 60 રનની અંદર ચાર વિકેટ પડી ગઈ છે. 

ઓસ્ટ્રેલિયાની ટીમને ત્રીજો મોટો ઝટકો

ઓસ્ટ્રેલિયાની ટીમને ત્રીજો મોટો ઝટકો લાગ્યો છે. ગ્લેન મેક્સવેલ માત્ર 12 રન બનાવી આઉટ થયો છે. અક્ષર પટેલે ટીમ ઈન્ડિયાને આ સફળતા અપાવી છે. ઓસ્ટ્રેલિયાની ટીમનો સ્કોર હાલ 6.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 54 રન છે.

ભારતીય ટીમને બીજી સફળતા મળી

રવિ બિશ્નોઈએ ટીમ ઈન્ડિયાને બીજી સફળતા અપાવી છે. જોશ ઈંગ્લિશ માત્ર 2 રન બનાવી આઉટ થયો છે. 4.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને ઓસ્ટ્રેલિયાની ટીમે 39 રન બનાવી લીધા છે.  

ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા મળી

ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા મળી છે. શોર્ટ 19 રન બનાવી આઉટ થયો છે.   સ્મિથ અને જોશ ઈંગ્લિશ હાલ રમતમાં છે.  

ઓસ્ટ્રેલિયાને જીતવા ભારતે 236 રનનો ટાર્ગેટ

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે ચાર વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા હતા. ભારત તરફથી યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડે અડધી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાને જીતવા ભારતે 236 રનનો ટાર્ગેટ આપ્યો છે. 

ઋતુરાજ ગાયકવાડ આઉટ

ઋતુરાજ ગાયકવાડ 43 બોલમાં 58 રન બનાવી આઉટ થયો છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 200 રનને પાર પહોંચ્યો છે.  221 રન પર ટીમ ઈન્ડિયાની ચોથી વિકેટ પડી હતી. રિંકુસિહ હાલ મેદાનમાં છે. 

ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો લાગ્યો

ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો લાગ્યો છે. ઈશાન કિશન 32 બોલમાં 52 રન બનાવી આઉટ થયો છે. ભારતની ટીમનો સ્કોર 2 વિકેટ પર 164 રન છે. ઋતુરાજ ગાયકવાડ હાલ મેદાનમાં છે. 

IND vs AUS લાઈવ સ્કોર: ઈશાન અને ઋતુરાજ વચ્ચે અડધી સદીની ભાગીદારી

બીજી વિકેટ માટે ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ છે. બંને સારી ગતિએ રન બનાવી રહ્યા છે અને ભારતને મોટા સ્કોર તરફ લઈ જઈ રહ્યા છે. 15 ઓવર પછી ભારતનો સ્કોર 164/1 છે.

ટીમ ઈન્ડિયાનો સ્કોર 100 રનને પાર

INDvsAUS : ટીમ ઈન્ડિયાનો સ્કોર 100 રનને પાર થયો છે. ઋતુરાજ ગાયકવાડ 31 અને ઈશાન કિશન 11 રન બનાવી બંને રમતમાં છે.  

IND vs AUS Live Score: યશસ્વી અડધી સદી ફટકારી આઉટ

યશસ્વી જયસ્વાલ અડધી સદી ફટકારી આઉટ થયો છે. ટીમ ઈન્ડિયાને પ્રથમ ઝટકો લાગ્યો છે. 77 રને ભારતને પ્રથમ ઝટકો લાગ્યો છે. જયસ્વાલ 25 બોલમાં 53 રન બનાવી આઉટ થયો છે. 

 જયસ્વાલે આક્રમક ઈનિંગ રમતા અડધી સદી ફટકારી

 જયસ્વાલે આક્રમક ઈનિંગ રમતા અડધી સદી ફટકારી છે.  તેણે માત્ર 24 બોલમાં 53 રન બનાવ્યા છે.  

ભારતનો સ્કોર 50ને પાર

યશસવી જયસ્વાલ અને ગાયકવાડ રમતમાં છે. 5 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર એક પણ વિકેટ ગુમાવ્યા વગર 62 રન પર પહોંચી ગયો છે. જયસ્વાલ શાનદાર બેટિંગ કરી રહ્યો છે.  

IND vs AUS: યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ ક્રિઝ પર

યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ ક્રિઝ પર છે. બંને સારી લયમાં હોય તેવું લાગે છે. બંનેએ મળીને ટીમનો સ્કોર 50 રનને પાર કરાવ્યો છે.  

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

ભારતની પ્લેઈંગ ઈલેવન - યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, પ્રસિદ્ધ કૃષ્ણા.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન - સ્ટીવ સ્મિથ, મેથ્યુ શોર્ટ, જોશ ઈંગ્લિસ, માર્કસ સ્ટોઈનિસ, ટિમ ડેવિડ, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ વેડ (વિકેટકીપર/કેપ્ટન), સીન એબોટ, નાથન એલિસ, એડમ ઝમ્પા અને તનવીર સાંઘા.

IND vs AUS Live: ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો

બીજી T20માં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરશે. ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઓસ્ટ્રેલિયન ટીમમાં મેક્સવેલ અને ઝમ્પાને સામેલ કરવામાં આવ્યા છે.

બ્રેકગ્રાઉન્ડ

India Vs Australia 2nd T20 Live Updates:  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની T20 શ્રેણીની બીજી મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચની ટોસ સાંજે 06:30 વાગ્યે થશે અને મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.


આ મેદાન પર અત્યાર સુધીમાં ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાં બે વખત રનનો પીછો કરનારી ટીમોએ 8-8 વિકેટથી ખૂબ જ સરળતાથી જીત મેળવી હતી. અહીં, એક મેચમાં, પ્રથમ બેટિંગ કરનારી ટીમ પણ જીતી છે, પરંતુ આ જીત માત્ર 6 રનથી થઈ છે. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરવું એ જીતનો માર્ગ હોઈ શકે છે.


પ્રથમ બેટિંગ કરવી મુશ્કેલ


અહીં પહેલા બેટિંગ કરવી ઘણી મુશ્કેલ રહી છે. ત્રણ મેચમાં અહીં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો સર્વોચ્ચ સ્કોર 170 રન છે. અહીં એક વખત ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને માત્ર 106 રન સુધી રોકી દીધું હતું. અહીં બેટ્સમેનોને પ્રથમ દાવમાં પિચમાંથી બહુ ઓછી મદદ મળે છે. બીજી ઇનિંગમાં, બોલરો આ પીચ પર સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે.


ઝડપી બોલરોનો દબદબો રહે છે


અહીં ઝડપી બોલરોનો દબદબો વધુ જોવા મળ્યો છે. મેચની શરૂઆતમાં ઝડપી બોલરોનો સામનો કરવો બેટ્સમેનો માટે મોટો પડકાર હતો. અહીં છેલ્લી T20 મેચમાં અર્શદીપ અને દીપક ચહરે દક્ષિણ આફ્રિકા સામે માત્ર 9 રન આપીને 5 વિકેટ લીધી હતી. હાલમાં જ વર્લ્ડ કપ પહેલા પ્રેક્ટિસ મેચમાં મિચેલ સ્ટાર્કે નેધરલેન્ડ સામે હેટ્રિક ફટકારી હતી.


ટીમ ઈન્ડિયાના સંભવિત પ્લેઈંગ ઈલેવન- રુતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન (WK), સૂર્યકુમાર યાદવ (C), તિલક વર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને પ્રસિદ્ધ કૃષ્ણ.


ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન - મેથ્યુ શોર્ટ, સ્ટીવન સ્મિથ, જોશ ઈંગ્લિસ, એરોન હાર્ડી, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (WK/C), સીન એબોટ, નાથન એલિસ, જેસન બેહરનડોર્ફ અને તનવીર સાંઘા.  

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.