IND vs AUS, 2nd Test: બીજા દિવસની રમત પૂર્ણ, ઓસ્ટ્રેલિયાએ ભારત પર મેળવી 62 રનોની લીડ, સ્કૉર 61/1
બીજી ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસની રમત રમાઇ રહી છે. પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયા ટીમ પોતાની પ્રથમ ઇનિંગમાં 78.4 ઓવર રમીને 263 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટમાં બીજા દિવસની રમત પૂર્ણ થઇ ચૂકી છે. ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસના અંતે ભારત પર 62 રનોની લીડ મેળવી લીધી છે, અત્યારે કાંગારુ ટીમને સ્કૉર 12 ઓવરના અંતે 1 વિકેટના નુકશાને 61 રન બનાવી લીધા છે. ક્રિઝ પર ટ્રેવિડ હેડ 39 રન અને માર્નસ લાબુશાને 16 રન બનાવીને રમી રહ્યાં છે.
ભારતીય ટીમને પ્રથમ સફળતા મળી છે, સ્પીનર રવીન્દ્ર જાડેજાએ ઓપનર ઉસ્માન ખ્વાઝાને 6 રનના અંગત સ્કૉર પર શ્રેયસ અય્યરના હાથમાં ઝીલાવી દીધો છે. 6 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 1 વિકેટના નુકશાને 23 રન પર પહોંચ્યો છે. ટ્રેવિસ હેડ 17 રન અને માર્નસ લાબુસાને 0 રન બનાવીને ક્રિઝ પર છે.
કાંગારુ ટીમની બીજી ટેસ્ટમાં બીજી ઇનિંગ શરૂ થઇ ગઇ છે. ઓપનિંગમાં ઉસ્માન ખ્વાઝાની સાથે ટ્રેવિસ હેડ આવ્યો છે, 5 ઓવરના અંતે કાગારુ ટીમનો સ્કૉર વિના વિકેટે 18 રન પર પહોંચ્યો છે. ખ્વાઝા 2 રન અને હેડ 16 રન બનાવીને ક્રિઝ પર છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં આજે બીજા દિવસે ભારત ઓલઆઉટ થઇ ચૂક્યુ છે. ભારતની પ્રથમ ઇનિંગમાં 262 રન બનાવીને ઓલઆઉટ થયુ છે, આ સાથે ઓસ્ટ્રેલિયન ટીમને બીજી ઇનિંગમાં ભારત પર માત્ર 1 રનની નજીવી લીડ મળી છે. ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં 83.3 ઓવરનો સામનો કરતાં 262 રન બનાવ્યા હતા, જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ ઇનિંગમાં 263 રન બનાવ્યા હતા.
ભારતીય ટીમની પ્રથમ ઇનિંગની વાત કરીએ તો, પ્રથમ ઇનિંગમા સામાન્ય રહી, બીજા દિવસે ભારતીય ટીમ એક પછી એક પછી વિકેટો ગુમાવતી રહી અને ટીમને મોટી લીડ બનાવવામાં સફળતા ના મળી, ભારત તરફથી સૌથી વધુ રન ઓલરાઉન્ડર અક્ષર પટેલ 74 રન બનાવ્યા હતા, અક્ષરે 115 બૉલમાં 3 છગ્ગા અને 9 ચોગ્ગાની મદદથી જબરદસ્ત ઇનિંગ રમી હતી. ભારત તરફથી અક્ષર ઉપરાંત વિરાટ કોહલી 44 રન અને અશ્વિને 37 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી, પરંતુ ક્રિઝ પર લાંબુ ટકી શક્યા નહતી, આ પછી કેપ્ટન રોહિત શર્મા 32 અને રવીન્દ્ર જાડેજાએ 26 રનની ઇનિંગ રમી હતી
ઓસ્ટ્રેલિયા ટીમના બૉલરો ફરી એકવાર લયમાં જોવા મળ્યા, પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયન સ્ટાર સ્પીનર નાથન લિયૉન ફરી લયમાં આવ્યો અને તેને 29 ઓવરમાં 5 મેડન સાથે 67 રન આપીને 5 મહત્વની વિકેટો ઝડપી હતી, જેમાં ભારતના સ્ટાર બેટ્સમેને સામેલ હતો. આ ઉપરાંત કુહેનમેન અને મર્ફી 2-2 વિકેટો લેવામાં સફળ રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી રમાઇ રહી છે, જેમાં પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમે જીત હાંસલ કરીને 1-0થી લીડ બનાવી લીધી છે, આજે બન્ને ટીમો વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ટક્કર થઇ રહી છે, આજે ટેસ્ટનો બીજો દિવસ છે.
ટીમ ઇન્ડિયાનો સ્કૉર 250 રનને પાર થઇ ગયો છે, હાલમાં 80 ઓવરના અંતે ટીમ ઇન્ડિયાએ 7 વિકેટના નુકશાને 252 રન બનાવી લીધા છે, અક્ષર પટેલ 67 રન અને આર અશ્વિન 37 રન બનાવીને ક્રિઝ પર છે.
અક્ષર અને અશ્વિને બીજી ટેસ્ટમાં દમદાર બેટિંગનુ પ્રદર્શન કર્યુ છે, બન્ને ખેલાડીઓ વચ્ચે બીજા દિવસની રમતમાં દમદાર 100 રનની પાર્ટનરશીપ નોંધાઇ છે. અક્ષર અને અશ્વિને 100 રનની પાર્ટનરશીપ બનાવી છે, જેમાં અક્ષર પટેલના 61 રન અને અશ્વિન 33 રન બનાવીને રમી રહ્યાં છે.
ભારતીયી ટીમને ડુબતી બચાવા માટે અક્ષર અને અશ્વિને મોરચો સંભાળ્યો છે, અક્ષરે અત્યારે 51 રન બનાવી લીધા છે, જ્યારે સામે અશ્વિને પણ શાનદાર બેટિંગ કરતા 32 રનની ઉપયોગી ઇનિંગ રમી છે. 76 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 7 વિકેટના નુકશાને 231 રન પર પહોંચ્યો છે.
લથડી ગયેલી ઇનિંગમાં ઓલરાઉન્ડર બેટ્સમેન અક્ષર પટેલે શાનદાર ફિફ્ટી ફટકારીને ટીમને બચાવી છે, હાલમાં ભારતનો સ્કૉર 200 રનને પાર થઇ ચૂક્યો છે. અક્ષરે શાનદાર ઇનિંગ રમતા 95 બૉલમાં 2 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી શાનદાર 51 રનની ઇનિંગ રમી છે.
ભારતનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 153 છે અને ઓસ્ટ્રેલિયાથી 110 રન પાછળ છે. અક્ષર પટેલ 5 અને અશ્વિન 9 રને રમતમાં છે. કોહલી 44 રન બનાવી આઉટ થયો હતો. જોકે તેના આઉટને લઈ વિવાદ થઈ શકે છે.
ભારતનો પાંચમો ઝટકો રવીન્દ્ર જાડેજાના રૂપમાં લાગ્યો છે, ઓસ્ટ્રેલિયન બૉલર ટૉડ મર્ફીએ રવીન્દ્ર જાડેજાને એલબીડબલ્યૂ આઉટ કરાવીને પેવેલિયન મોકલી દીધો છે. હાલમાં ભારતની સ્થિતિ નબળી થઇ ગઇ છે. રવીન્દ્ર જાડેજાએ 74 બૉલમાં 26 રનની મહત્વની ઇનિંગ રમી હતી, જેમાં 4 ચોગ્ગા સામેલ હતા. અત્યારે 48 ઓવરના અંતે ભારતીય ટીમનો સ્કૉર 5 વિકેટના નુકશાને 126 રન પર પહોંચ્યા છે. ક્રિઝ પર વિરાટ કોહલી 37 રન અને શ્રીકર ભરત 0 રન બનાવીને છે.
ટીમ ઇન્ડિયાની સ્થિતિ બીજી ટેસ્ટમાં નાજૂક થઇ ગઇ છે, ટીમનો સ્કૉર 30 ઓવર બાદ 4 વિકેટના નુકશાને 76 રન પર પહોંચ્યો છે, વિરાટ કોહલી 12 રન અને રવિન્દ્ર જાડેજા 7 રન બનાવીને રમી રહ્યાં છે.
ટીમ ઇન્ડિયાનો ચોથો ઝટકો લાગ્યો છે, શ્રેયસ અય્યર માત્ર 4 રન બનાવીને આઉટ થયો છે. 26મી ઓવરમાં નાથન લિયૉને ફરી એકવાર ભારતને મુશ્કેલીમાં મુકી દીધુ છે. હાલમાં વિરાટ કોહલી ક્રિઝ પર છે.
ટીમ ઇન્ડિયાની એક ઓવરમાં બે સળંગ વિકેટો પડી જતાં સમસ્યાઓ સર્જાઇ છે. 20મી ઓવરમાં નાથન લિયૉને પહેલા કેપ્ટન રોહિત શર્માને 32 રને બૉલ્ડ કર્યો, બાદમાં ચેતેશ્વર પુજારાને એલબીડબલ્યૂ આઉટ કરીને પેવેલિયન મોકલ્યો હતો, આ સમયે ટીમનો સ્કૉર 3 વિકેટના નુકશાને 54 રન પર પહોંચ્યો હતો.
ટીમ ઇન્ડિયાની એક ઓવરમાં બે સળંગ વિકેટો પડી જતાં સમસ્યાઓ સર્જાઇ છે. 20મી ઓવરમાં નાથન લિયૉને પહેલા કેપ્ટન રોહિત શર્માને 32 રને બૉલ્ડ કર્યો, બાદમાં ચેતેશ્વર પુજારાને એલબીડબલ્યૂ આઉટ કરીને પેવેલિયન મોકલ્યો હતો, આ સમયે ટીમનો સ્કૉર 3 વિકેટના નુકશાને 54 રન પર પહોંચ્યો હતો.
ભારતીય ટીમનો સ્કૉર પ્રથમ ઇનિંગમાં 50 રનને પાર પહોંચ્યો છે. 19 ઓવરના અંતે ટીમ ઇન્ડિયાનો સ્કૉર 1 વિકેટના નુકશાને 53 રન પર છે. અત્યારે ક્રિઝ પર કેપ્ટન રોહિત શર્મા 32 રન અને ચેતેશ્વર પુજારા શૂન્ય રન બનાવીને રમી રહ્યાં છે.
ભારતીય ટીમને બીજી ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં પ્રથમ ઝટકો લાગ્યો છે, ભારતીય ઓપનર બેટ્સમેને કેએલ રાહુલ 17 રન બનાવીને આઉટ થયો છે. કાંગારુ સ્પીનર નાથન લિયૉને કેએલ રાહુલને 17 રન (41)ના અંગત સ્કૉર પર એલબીડબલ્યૂ આઉટ કરાવી દીધો છે. ટીમનો સ્કૉર 1 વિકેટના નુકશાને 46 રન પર પહોંચ્યો છે. કેપ્ટન રોહિત શર્મા ક્રિઝ પર છે.
બીજા દિવસની રમત શરૂ થઇ ચૂકી છે, ભારતીય ટીમનો સ્કૉર 14 ઓવર બાદ વિના વિકેટે 41 રન પર પહોંચ્યો છે. રોહિત શર્મા 24 રન અને કેએલ રાહુલ 15 રન બનાવીને ક્રિઝ પર છે.
પ્રથમ દિવસના અંતે ભારતીય ટીમનો સ્કૉર 9 ઓવર બાદ વિના વિકેટે 21 રન પર પહોંચ્યો હતો, આ દરમિયાન ક્રિઝ પર કેપ્ટન રોહિત શર્મા 13 રન (34) અને કેએલ રાહુલ 4 રન (20) બનાવીને રમી રહ્યાં હતા.
બીજી ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસની રમત રમાઇ રહી છે. પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયા ટીમ પોતાની પ્રથમ ઇનિંગમાં 78.4 ઓવર રમીને 263 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આજે ભારતીય ટીમ પ્રથમ ઇનિંગ રમી રહી છે.
અશ્વિને એલેક્સ કેરીને ખાતું પણ ખોલવા દીધું નહોતું. મેચમાં તેની આ ત્રીજી વિકેટ હતી. આ સાથે તે ઓસ્ટ્રેલિયા સામે 100 વિકેટ લેનારો બોલર બન્યો હતો.
જાડેજાએ આજે ઓસ્ટ્રેલિયન ઓપનર ઉસ્માન ખ્વાજાને 81 રન પર આઉટ કરવાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં 250મી વિકેટ ઝડપી હતી. તે ભારત તરફથી ટેસ્ટમાં સૌથી ઝડપી 250 વિકેટ અને 2500 રન બનાવનારો પ્રથમ ભારતીય અને વિશ્વનો બીજો ક્રિકેટર બન્યો હતો.
દિલ્હી ટેસ્ટના પ્રથમ દિવસની રમત પૂર્ણ થઈ છે. ભારતનો સ્કોર વિના વિકેટે 21 રન છે. રોહિત શર્મા 13 અને કેએલ રાહુલ 4 રને રમતમાં છે. ભારત ઓસ્ટ્રેલિયાના સ્કોરથી 242 રન પાછળ છે.
ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 263 રનમાં ઓલઆઉટ થયું. ઉસ્માન ખ્વાજાએ સર્વાધિક 81 રન બનાવ્યા હતા. પીટર હેંડસકોમ્બ 72 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ભારત તરફથી શમીએ 4, જાડેજા તથા અશ્વિને 3-3 વિકેટ લીધી હતી.
બ્રેકગ્રાઉન્ડ
IND vs AUS, 2nd Test, Arun Jaitley Stadium: બીજી ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસની રમત રમાઇ રહી છે. પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયા ટીમ પોતાની પ્રથમ ઇનિંગમાં 78.4 ઓવર રમીને 263 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આજે ભારતીય ટીમ પ્રથમ ઇનિંગ રમી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -