IND vs AUS, 2nd Test: પ્રથમ દિવસની રમત પૂર્ણ, ભારત ઓસ્ટ્રેલિયાથી 242 રન પાછળ

ભારતીય ટીમ આજથી (17 ફેબ્રુઆરી) ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગવાસ્કર ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમવાની છે.

gujarati.abplive.com Last Updated: 17 Feb 2023 05:04 PM
પ્રથમ દિવસની રમત પૂર્ણ

દિલ્હી ટેસ્ટના પ્રથમ દિવસની રમત પૂર્ણ થઈ છે. ભારતનો સ્કોર વિના વિકેટે 21 રન છે. રોહિત શર્મા 13 અને કેએલ રાહુલ 4 રને રમતમાં છે. ભારત ઓસ્ટ્રેલિયાના સ્કોરથી 242 રન પાછળ છે.

263 રનમાં ઓલઆઉટ

ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 263 રનમાં ઓલઆઉટ થયું. ઉસ્માન ખ્વાજાએ સર્વાધિક 81 રન બનાવ્યા હતા. પીટર હેંડસકોમ્બ 72 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ભારત તરફથી શમીએ 4, જાડેજા તથા અશ્વિને 3-3 વિકેટ લીધી હતી.

જાડેજાએ આપ્યા ડબલ ઝટકા

67 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 8 વિકેટના નુકસાન પર 227 રન છે. હેંડસકોમ્બ 54 રને રમતમાં છે. જાડેજાએ એક જ ઓવરમાં કમિન્સ 33 રન અને મર્ફીને 0 રને આઉટ કર્યા.

અશ્વિને શું બનાવ્યો રેકોર્ડ

અશ્વિને એલેક્સ કેરીને ખાતું પણ ખોલવા દીધું નહોતું. મેચમાં તેની આ ત્રીજી વિકેટ હતી. આ સાથે તે ઓસ્ટ્રેલિયા સામે 100 વિકેટ લેનારો બોલર બન્યો હતો.





જાડેજાએ શું કર્યો કમાલ

જાડેજાએ આજે ઓસ્ટ્રેલિયન ઓપનર ઉસ્માન ખ્વાજાને 81 રન પર આઉટ કરવાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં 250મી વિકેટ ઝડપી હતી. તે ભારત તરફથી ટેસ્ટમાં સૌથી ઝડપી 250 વિકેટ અને 2500 રન બનાવનારો પ્રથમ ભારતીય અને વિશ્વનો બીજો ક્રિકેટર બન્યો હતો.





જાડેજાએ પૂરી કરી 250મી વિકેટ

48 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 169 રન છે. હેંડસકોમ્બ 29 અને કમિંસ 0 રને રમતમાં છે. જાડેજાએ ઉસ્માન ખ્વાજાને આઉટ કરવાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં 250મી વિકેટ લીધી હતી.

ઓસ્ટ્રેલિયાનો સ્કોર 100 રનને પાર

ઓસ્ટ્રેલિયાનો સ્કોર ત્રણ વિકેટના નુકસાને 100 રનને પાર થયો છે.  ટ્રેવિસ હેડ અને ઉસ્માન ખ્વાજાની જોડી ક્રિઝ પર છે. ખ્વાજા 52 અને હેડ 12 રને રમતમાં છે

દિલ્હીમાં અશ્વિનનો ડબલ ધમાકો

રવિચંદ્રન અશ્વિને ફરી એકવાર તરખાટ મચાવ્યો છે. તેણે માત્ર 3 બોલમાં ઓસ્ટ્રેલિયાના બે મોટા બેટ્સમેનોને આઉટ કર્યા છે. પહેલા માર્નસ લાબુશેન અને પછી સ્ટીવ સ્મિથને અશ્વિને એલબીડબલ્યુ આઉટ કર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટ ગુમાવી 91 રન બનાવ્યા હતા

ડેવિડ વોર્નર આઉટ

ટીમ ઈન્ડિયાને પહેલી સફળતા મળી છે. મોહમ્મદ શમીએ ડેવિડ વોર્નરને 15ના સ્કોર પર આઉટ કર્યો હતો. વોર્નરનો કેચ વિકેટકીપર કેએસ ભરતે પકડ્યો હતો.

ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવનમાં પણ ફેરફાર

આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં ફાસ્ટ બોલર સ્કોટ બોલેન્ડના સ્થાને મેથ્યુ કુહમાનને તક આપવામાં આવી છે. ટ્રેવિસ હેડ મેટ રેનશોના સ્થાને ટીમમાં પાછો ફર્યો છે.

ઓસ્ટ્રેલિયા માટે કુહમાનનું ડેબ્યુ


ઓસ્ટ્રેલિયા તરફથી સ્પિનર કુહમાન ડેબ્યૂ કરી રહ્યો છે. મેચ પહેલા તેને કાંગારૂ ટીમની કેપ આપવામાં આવી હતી. માર્નસ લાબુશેને તેને આ કેપ આપી. ઓસ્ટ્રેલિયા તરફથી ટેસ્ટ રમનાર તે 466મો ખેલાડી હશે. કુહમાન ડાબોડી સ્પિનર છે અને સ્થાનિક ક્રિકેટમાં તેનો ઉત્તમ રેકોર્ડ છે.



ટીમ ઇન્ડિયામાં શ્રેયસનો સમાવેશ

ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયામાં સૂર્યકુમાર યાદવના સ્થાને શ્રેયસ ઐય્યરનો સમાવેશ કરવામા આવ્યો છે.

ભારતની પ્લેઇંગ ઇલેવન

ઓસ્ટ્રેલિયાએ જીત્યો ટોસ

બ્રેકગ્રાઉન્ડ

India vs Australia 2nd Test: ભારતીય ટીમ આજથી (17 ફેબ્રુઆરી) ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગવાસ્કર ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમવાની છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સવારે 9.30 વાગ્યાથી રમાશે. ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને એક દાવ અને 132 રને હરાવ્યું હતું.


આ બીજી મેચ જીતીને ભારતીય ટીમ શ્રેણીમાં 2-0થી મજબૂત લીડ બનાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. કોઈપણ રીતે દિલ્હીનું આ મેદાન ઓસ્ટ્રેલિયાની ટીમ માટે ખૂબ જ ખરાબ રહ્યું છે. અહીં કાંગારૂ ટીમે ભારતીય ટીમ સામે અત્યાર સુધી 7 ટેસ્ટ રમી છે જેમાંથી તે માત્ર એક જ મેચ જીતી શકી છે.


ઓસ્ટ્રેલિયા 54 વર્ષથી દિલ્હીમાં જીતી શક્યું નથી


ક્યાંક ને ક્યાંક આ ખતરનાક રેકોર્ડ હજુ પણ ઓસ્ટ્રેલિયન ટીમને સતાવી રહ્યો છે. હવે કાંગારૂ ટીમ આ રેકોર્ડ તોડીને જીત નોંધાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જોકે તેના માટે આ કરવું કોઈ પડકારથી ઓછું નહીં હોય. ઓસ્ટ્રેલિયન ટીમે નવેમ્બર 1969માં અહીં એકમાત્ર ટેસ્ટ મેચ જીતી હતી.


દિલ્હીના આ મેદાન પર 10 વર્ષ બાદ ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મુકાબલો થવા જઈ રહ્યો છે. આ પહેલા મેચ માર્ચ 2013માં રમાઈ હતી. તે ટેસ્ટ મેચ માત્ર 3 દિવસમાં પુરી કરીને ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું હતું.


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચનો રેકોર્ડ


કુલ ટેસ્ટ મેચ: 103


ભારત જીત્યું: 31


ઓસ્ટ્રેલિયા જીત્યું: 43


ડ્રો: 28


ભારતીય પ્લેઈંગ-11માં ફેરફાર થઈ શકે છે


બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં ફેરફાર થઈ શકે છે. ઈજામાંથી સાજા થઈને વાપસી કરનાર શ્રેયસ ઐય્યરને મિડલ ઓર્ડરમાં સ્થાન મળી શકે છે. સૂર્યકુમાર યાદવને ઐય્યર માટે બહાર બેસાડવામાં આવી શકે છે. આ એક ફેરફાર સિવાય પ્લેઈંગ-11માં અન્ય કોઈ ફેરફારની અપેક્ષા નથી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.