IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ત્રીજી વન ડે રમાઈ રહી છે. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 352 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ માર્શે સર્વાધિક 96 રન બનાવ્યા હતા. ભારત તરફથી બુમરાહે 10 ઓવરમાં 81 રનમાં 3 વિકેટ ઝડપી હતી.


ઓસ્ટ્રેલિયાની મજબૂત શરૂઆત


ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ મજબૂત શરૂઆત કરી હતી. મિશેલ માર્શ (84 બોલમાં 96 રન) અને ડેવિડ વોર્નર (34 બોલમાં 56 રન) ની જોડીએ પ્રથમ વિકેટ માટે 78 રન ઉમેર્યા હતા. સ્ટીવ સ્મિથે 74 રન અને લાબુશેને 72 રનનું યોગદાન આપ્યું હતું. બુમરાહે 81 રનમાં 3 વિકેટ, કુલદીપ યાદવે 48 રનમાં 2 વિકેટ, મોહમ્મદ સિરાજે 68 રનમાં 1 વિકેટ તથા પ્રસિદ્ધ ક્રિષ્નાએ 45 રનમાં 1 વિકેટ લીધી હતી.


જસપ્રીત બુમરાહનો વન ડેમાં સૌથી ખર્ચાળ સ્પેલ



  • 81 રનમાં 2 વિકેટ VS ઈંગ્લેન્ડ, કટક, 2017

  • 81 રનમાં 3 વિકેટ VS ઓસ્ટ્રેલિયા, રાજકોટ, 2023

  • 79 રનમાં 2 વિકેટ VS ઈંગ્લેન્ડ, પુણે, 2017

  • 79 રનમાં 1 વિકેટ VS ઓસ્ટ્રેલિયા, સિડની, 2020






ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ણ.


ઓસ્ટ્રેલિયા ટીમ: મિશેલ માર્શ, ડેવિડ વૉર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, એલેક્સ કેરી (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, કેમેરૂન ગ્રીન, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, તનવીર સાંધા, જૉશ હેઝલવુડ.


બીસીસીઆઈએ કહી આ વાત 



બીસીસીઆઈએ કહ્યું છે કે ચાર સ્થાનિક ખેલાડીઓ ધર્મેન્દ્ર જાડેજા, પ્રેરક માંકડ, વિશ્વરાજ જાડેજા અને હાર્વિક દેસાઈ સમગ્ર મેચ દરમિયાન ડ્રિંક અને ફિલ્ડિંગ માટે ટીમ સાથે રહેશે.