IND Vs AUS 3rd T20 Live Score: મેક્સવેલની શાનદાર સદી, ઓસ્ટ્રેલિયાએ હારેલી મેચ જીતી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની બીજી મેચ આજે ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં રમાશે.

abpasmita.in Last Updated: 28 Nov 2023 10:54 PM

બ્રેકગ્રાઉન્ડ

India Vs Australia 3rd T20: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની બીજી મેચ આજે ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ બે T20 જીતી ચૂકેલી ટીમ ઈન્ડિયા આજે ત્રીજી મેચ...More

ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું

ઓસ્ટ્રેલિયાએ ત્રીજી T20માં ભારતને પાંચ વિકેટે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 222 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે 57 બોલમાં 123 રનની ઇનિંગ રમી હતી. મેક્સવેલે શાનદાર ઈનિંગ રમતા સદી ફટકારી હતી. મેક્સવેલની સદીની મદદથી છેલ્લા બોલ પર ઓસ્ટ્રેલિયાએ મેચ જીતી લીધી હતી.   પ્રસિદ્ધ કૃષ્ણાએ છેલ્લી ઓવર કરી હતી. ટીમ ઈન્ડિયા આ રન બચાવી શકી ન હતી. મેક્સવેલ અને વેડે આટલા રન બનાવી ઓસ્ટ્રેલિયાને જીત તરફ લઈ ગયા હતા. વેડે છેલ્લી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ બીજા બોલ પર એક રન આવ્યો. આ પછી મેક્સવેલે ત્રીજા બોલ પર સિક્સર ફટકારી હતી. પછી ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. મેક્સવેલે પાંચમા બોલ પર ચોગ્ગો ફટકારીને T20 ઈન્ટરનેશનલમાં તેની ચોથી સદી પૂરી કરી. તેણે 47 બોલમાં સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાને છેલ્લા બોલ પર બે રનની જરૂર હતી અને મેક્સવેલે ચોગ્ગો ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. મેક્સવેલ 48 બોલમાં 104 રન બનાવીને અણનમ રહ્યો હતો.  મેથ્યુ વેડ 16 બોલમાં 28 રન બનાવીને અણનમ રહ્યો હતો.