IND vs AUS 3rd Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થઇ ગઇ છે, ભારત અને ઓસ્ટ્રેલિયા બન્ને માટે આ ત્રીજી ટેસ્ટ ખુબ મહત્વની છે, જો ભારતીય ટીમ આજથી શરૂ થયેલી ઇન્દોર ટેસ્ટમાં જીત હાંસલ કરશે કે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીને સાચવી રાખવા માટે સફળ થશે, જો ઓસ્ટ્રેલિયન ટીમે મેચ જીતશે તો દમદાર વાપસી ગણાશે. બન્ને દેશો વચ્ચે અત્યારે ચાર મેચોની બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી રમાઇ રહી છે, અને હાલમાં આ ટ્રૉફી ભારત પાસે છે.
આજની મેચની વાત કરીએ તો આજની મેચ ઇન્દોરના ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે, ભારતીય ટીમ સીરીઝમાં 2-0થી લીડ બનાવી ચૂકી છે, આજની મેચમાં બન્ને ટીમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જોકે, ઓસ્ટ્રેલિયન ટીમની પરિસ્થિતિ ખુબ જ કથળી ગઇ છે, કેમ કે સ્ટાર ખેલાડીઓ વિના હવેની બન્ને ટેસ્ટ મેચો રમવાની છે.
ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે, એક કે આજની મેચમાં શુભમન ગીલને કેએલ રાહુલના સ્થાન પર જગ્યા મળી છે, તો બીજી મોહમ્મદ શમીના સ્થાન પર ઉમેશ યાદવને સામેલ કરવામાં આવ્યો છે.
ત્રીજી ટેસ્ટ માટેની ભારતની પ્લેઇંગ ઇલેવન -
રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, શ્રીકર ભરત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ
ઓસ્ટ્રેલિયામાં બે ફેરફાર કરાયા -
વળી, ઓસ્ટ્રેલિયન ટીમની વાત કરીએ તો, કાંગારુ ટીમમાં પણ ત્રીજી ટેસ્ટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ડેવિડ વોર્નર અને પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયા પરત ફરવાના કારણે આ ટેસ્ટનો ભાગ નથી. વોર્નરના બદલે કેમરૂન ગ્રીન અને સ્ટાર્કને કમિન્સના સ્થાન પર ટીમમાં સામેલ કરાયો છે.
ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન -
ઉસ્માન ખ્વાઝા, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશાને, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), પીટર હેન્ડ્સ્કૉમ્બ, કેમરૂન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), મિશેલ સ્ટાર્ક, નાથન લિયૉન, ટૉડ મર્ફી, મેથ્યૂ કુહેનમેન.
કેએલ રાહુલ અને મોહમ્મદ શમી બહાર
ઈન્દોરમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. કેપ્ટન રોહિત શર્માએ પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે, કેએલ રાહુલને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. જ્યારે મોહમ્મદ શમીને પણ આ મેચમાં રમાડવામાં આવી રહ્યો નથી. શુભમન ગિલ અને ઉમેશ યાદવની પ્લેઈંગ-11માં એન્ટ્રી થઈ છે.