IND vs AUS 3rd Test Live Updates: ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાનો દબદબો, ભારત પર લીધી 47 રનની લીડ

આજે ઇન્દોર ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગવાસ્કર ટેસ્ટ સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ છે.

gujarati.abplive.com Last Updated: 01 Mar 2023 12:53 PM
ટીમ ઈન્ડિયા 109 રનમાં ઓલઆઉટ

ભારતીય ટીમનો પ્રથમ દાવ 109 રનમાં સમેટાઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાની શાનદાર બોલિંગ સામે ટીમ ઈન્ડિયાના તમામ દિગ્ગજો નિષ્ફળ રહ્યા હતા.  ભારત માટે વિરાટ કોહલીએ આ ઇનિંગમાં સૌથી વધુ 22 રન બનાવ્યા હતા. અંતમાં ઉમેશ યાદવે 17 રન બનાવીને ટીમ ઈન્ડિયાને 100 રનનો આંકડો પાર કરવામાં મદદ કરી હતી.

કોહલી 22 રન બનાવીને આઉટ થયો હતો

ઈન્દોર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માટે કોઈ સારા સમાચાર નથી, વિરાટ કોહલી પણ થોડો સમય પિચ પર રહ્યા બાદ આઉટ થયો હતો. વિરાટ કોહલી 22 રન બનાવી મર્ફીનો શિકાર બન્યો હતો. ભારતે 82 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી છે. 

અડધી ટીમ પેવેલિયન ભેગી

ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ કલાકમાં અડધી ટીમ ઇન્ડિયા પેવેલિયન ભેગી થઇ હતી. ભારતની અડધી ટીમ આઉટ થઈ ગઈ છે.


ભારતની વિકેટ



  • 1-27 રોહિત શર્મા

  • 2-34 શુભમન ગિલ

  • 3-36 ચેતેશ્વર પૂજારા

  • 4-44 રવિન્દ્ર જાડેજા

  • 5-45 શ્રેયસ ઐય્યર

ભારતની ખરાબ શરૂઆત

ઈન્દોરમાં પ્રથમ બેટિંગ કરવાનો ભારતીય ટીમનો નિર્ણય ખોટો સાબિત થતો જોવા મળી રહ્યો છે. મેચ શરૂ થયાને અડધો કલાક જ થયો છે અને ટીમ ઈન્ડિયાની 3 વિકેટ પડી ગઈ છે. ભારતનો સ્કોર 36 રનમાં 3 વિકેટ થઈ ગયો છે, ચેતેશ્વર પૂજારા એક, રોહિત શર્મા 12 અને શુભમન ગિલ 21 રન બનાવી આઉટ થયા હતા.

રોહિત શર્મા આઉટ

ઈન્દોર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને પહેલો મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન રોહિત શર્મા 12 રન બનાવીને આઉટ થયો 

ભારતની પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, શ્રીકર ભરત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ

ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન

ઓસ્ટ્રેલિયામાં બે ફેરફાર કરાયા

ઓસ્ટ્રેલિયાની ટીમમાં પણ બે ફેરફાર કરવામાં આવ્યા છે. ડેવિડ વોર્નર અને પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયા પરત ફરવાના કારણે આ ટેસ્ટનો ભાગ નથી. વોર્નરના બદલે કેમરૂન ગ્રીન અને સ્ટાર્કને કમિન્સના સ્થાન પર ટીમમાં સામેલ કરાયો છે. 

કેએલ રાહુલ અને મોહમ્મદ શમી બહાર

ઈન્દોરમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. કેપ્ટન રોહિત શર્માએ પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે, કેએલ રાહુલને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. જ્યારે મોહમ્મદ શમીને પણ આ મેચમાં રમાડવામાં આવી રહ્યો નથી. શુભમન ગિલ અને ઉમેશ યાદવની પ્લેઈંગ-11માં એન્ટ્રી થઈ છે.

ભારત પ્રથમ બેટિંગ કરશે

ઈન્દોરમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ઓસ્ટ્રેલિયા માટે મોટી મુશ્કેલી

ભારતના પ્રવાસ પર ઓસ્ટ્રેલિયન ટીમની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. ઓસ્ટ્રેલિયા માટે ત્રીજી ટેસ્ટમાં પ્લેઈંગ 11ની પસંદગી કરવી પણ મુશ્કેલ બની ગઈ છે. કેપ્ટન કમિન્સ અને ડેવિડ વોર્નર સહિત 6 ખેલાડીઓ ઈન્દોર ટેસ્ટમાં પસંદગી માટે ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં  સ્ટીવ સ્મિથને ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડશે.

બ્રેકગ્રાઉન્ડ

India Playing 11 vs Australia 3rd Test: આજે ઇન્દોર ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગવાસ્કર ટેસ્ટ સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. ટીમ ઇન્ડિયાએ પ્રથમ બે મેચ જીતી અને શ્રેણીમાં 2-0ની લીડ મેળવી. હવે ત્રીજી મેચ આજે (1 માર્ચ) થી ઇન્દોરમાં રમવામાં આવશે. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ ખાસ છે. મેચ 9.30 વાગ્યે ભારતીય સમયથી રમવામાં આવશે.


ત્રીજી મેચ માટે ભારતીય કેપ્ટન રોહિત શર્મા તેની પ્લેંઇગ ઇલેવનમાં મોટો ફેરફાર કરી શકે છે. આ ફેરફાર ઓપનિંગમાં થઇ શકે છે. ખરાબ ફોર્મમાં રહેલા કેએલ રાહુલના સ્થાને શુભમન ગિલને સ્થાન મળી શકે છે.


ગિલ આ દિવસોમાં ફોર્મમાં છે. તેણે આ વર્ષે વનડેમાં ન્યૂઝીલેન્ડ સામે બેવડી સદી પણ ફટકારી હતી. તેણે ટી 20 માં એક સદી પણ ફટકારી છે. જ્યારે રાહુલે છેલ્લા ત્રણ ટેસ્ટ ઇનિંગ્સમાં ફક્ત 38 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ ફેરફાર શક્ય નથી.


ઇજાગ્રસ્ત ડેવિડ વોર્નર અને જોશ તેમના ઘરે પાછા ફર્યા છે. કેપ્ટન પેટ કમિન્સ પણ ત્રીજી ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે નહીં. આવી સ્થિતિમાં સ્ટીવ સ્મિથ કેપ્ટનશિપને સંભાળશે. આ ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમમાં અનેક ફેરફાર જોવા મળી શકે છે. સ્ટાર ઓલ -રાઉન્ડર કેમરૂન ગ્રીન ટીમમાં પાછા ફરશે. તે સંપૂર્ણ રીતે ફિટ છે.


ભારતીય ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન


રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ. રાહુલ/ ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ, રવિન્દ્ર જાડેજા, કે.એસ. ભરત, આર અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.