IND VS AUS 3rd Test of Border-Gavaskar Trophy:  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સીરીઝ શરૂ થઈ ગઈ છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ નાગપુરમાં રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાએ એક દાવ અને 132 રને જીત મેળવી હતી. આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયન મીડિયામાં પિચને લઈને ઘણો હોબાળો થયો હતો. ટેસ્ટ સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચનું સ્થળ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મેચ ધર્મશાળામાં રમાવાની હતી, પરંતુ હવે ઈન્દોરમાં રમાશે. બીસીસીઆઈ કન્ફર્મ કર્યુ છે.


કેમ સ્થળ બદલવામાં આવ્યું


ગયા મહિને, ધર્મશાલાના સ્ટેડિયમમાં નવી ડ્રેનેજ સિસ્ટમ સ્થાપિત કર્યા પછી, આઉટફિલ્ડને સુધારવાનું કામ ચાલી રહ્યું હતું, જે સમયસર પૂર્ણ થઈ શક્યું ન હતું. અત્યાર સુધી ધર્મશાલામાં માત્ર એક જ ટેસ્ટ મેચ રમાઈ છે. આ મેચ 2017માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. જોકે ODI અને T20 આંતરરાષ્ટ્રીય મેચો અહીં નિયમિતપણે રમાય છે. હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમે ત્યાંના હવામાનને ધ્યાનમાં રાખીને બે વાર સમગ્ર આઉટફિલ્ડ તૈયાર કર્યું છે. ચોમાસા બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી.






ટેસ્ટ શ્રેણીનું શિડ્યૂલ



  • 9 ફેબ્રુઆરી 2023 થી 13 ફેબ્રુઆરી 2023 દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઈ. આ મેચ માત્ર અઢી દિવસમાં જ પૂરી થઈ ગઈ. ભારતનો એક ઈનિંગ અને 132 રનથી વિજય થયો હતો.

  • 17 ફેબ્રુઆરી 2023 થી 21 ફેબ્રુઆરી 2023 દરમિયાન દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાશે.

  • 1 માર્ચ 2023 થી 5 માર્ચ 2023 દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ઈન્દોરમાં રમાશે. પહેલા આ મેચ ધર્મશાલામાં રમાવાની હતી.

  • 9 માર્ચથી 13 માર્ચ, 2023 સુધી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચોથી ટેસ્ટ મેચ રમાશે.