AUS vs IND 4th T20I: ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો પાંચ મેચની T20 શ્રેણીની ચોથી મેચ આવતીકાલે રમાશે. સૂર્યકુમાર યાદવની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયા અને મેથ્યુ વેડની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકા વચ્ચે ચોથી T20 ઈન્ટરનેશનલ મેચ આવતીકાલે એટલે કે શુક્રવાર, 1 ડિસેમ્બરે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.


ટીમ ઈન્ડિયા સતત બે મેચ જીતીને શ્રેણીમાં 2-1થી આગળ છે. ભારતીય ટીમ ચોથી મેચ જીતીને સિરીઝ કબજે કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે જ્યારે ઓસ્ટ્રેલિયા જીતીને સિરીઝ 2-2થી બરાબર કરવાનો પ્રયાસ કરશે. આવી સ્થિતિમાં બંને ટીમો પોતાની શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરવા ઈચ્છશે. તો ચાલો જાણીએ કે મેચમાં બંને ખેલાડીઓની પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન શું હોઈ શકે છે. ચોથી મેચમાં શ્રેયસ ઐય્યર અને મુકેશ કુમારની એન્ટ્રી થશે તેથી તિલક વર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણાને બહાર બેસવું પડી શકે છે.


પિચ રિપોર્ટ


શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પીચ ધીમી અને સ્પિનરો માટે મદદરૂપ છે. જો કે નવા બોલથી ઝડપી બોલરોને પણ મદદ મળવાની આશા છે. પરંતુ સ્પિનરોને વધુ ટર્ન મળે છે. જ્યારે સાંજની મેચમાં બીજા દાવ સુધી ઝાકળ તેની ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે. એકવાર બોલ ઝાકળથી ભીનો થઈ જાય પછી બેટિંગ ઘણી સરળ બની જાય છે.


મેચ પ્રિડીક્શન


ગુવાહાટીમાં રમાયેલી ત્રીજી T20માં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 222 રન બનાવ્યા હતા. જોકે ટીમના બોલરો તેનો બચાવ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. પરંતુ ટીમ ઈન્ડિયાએ શ્રેણીની છેલ્લી ત્રણ મેચોમાં જે ફોર્મમાં બતાવ્યું છે તે જોતા અમારું પ્રિડીક્શન મીટર કહે છે કે ભારતીય ટીમ ચોથી મેચ જીતીને શ્રેણી જીતી લેશે.


ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન


સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), રિંકુ સિંહ, તિલક વર્મા/શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, અવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા/મુકેશ કુમાર.


ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન


ટ્રેવિસ હેડ, એરોન હાર્ડી, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (કેપ્ટન અને વિકેટકીપર), નાથન એલિસ, જેસન બેહરનડોર્ફ, તનવીર સંઘા, કેન રિચર્ડસન.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial