IND vs AUS, 4th Test, Day 2 : બીજા દિવસની રમત પૂર્ણ, ભારત 36/0, ઓસ્ટ્રેલિયાથી 444 રન પાછળ

Border-Gavaskar Trophy: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટનો આજે બીજો દિવસ છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 10 Mar 2023 05:02 PM

બ્રેકગ્રાઉન્ડ

IND vs AUS, 4th Test, Day 2 Updates: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટનો આજે બીજો દિવસ છે. ભારતની નજર ઓસ્ટ્રેલિયાને જેમ...More

IND vs AUS, 4th Test : બીજા દિવસની રમત પૂર્ણ

India vs Australia 4th Test: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના બીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ભારતે બીજા દિવસના અંતે વિના વિકેટે 36 રન બનાવી લીધા છે. શુભમન ગિલ 18 અને રોહિત શર્મા 17 રને રમતમાં છે. ભારત ઓસ્ટ્રેલિયાના પ્રથમ ઈનિંગના સ્કોરથી હજુ 444 રન પાછળ છે.