India Playing 11 4th Test Vs Australia: ગાબા ખાતે કાંગારૂઓનું મનોબળ તોડ્યા બાદ ટીમ ઈન્ડિયા હવે મેલબોર્ન ટેસ્ટની તૈયારીમાં વ્યસ્ત છે. ભારતીય ખેલાડીઓ ઘણો પરસેવો પાડી રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાશે. પાંચ મેચની સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે. આવી સ્થિતિમાં, આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં જાણો ચોથી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.


ભારતીય ટીમે 2024-25 બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆત 295 રનની મજબૂત જીત સાથે કરી હતી. જો કે, કાંગારૂઓએ આગામી ટેસ્ટ 10 વિકેટથી જીતી લીધી અને જોરદાર વળતો પ્રહાર કર્યો. ત્યારબાદ ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. હવે મેલબોર્નમાં બંને ટીમો સિરીઝમાં લીડ મેળવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.


ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર થઈ શકે છે


ટીમ ઈન્ડિયા મેલબોર્નમાં બે સ્પિન બોલરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. અહીંની પીચ સ્પિનરોને ઘણી મદદ કરે છે. જ્યારે ભારતે છેલ્લે મેલબોર્નમાં ટેસ્ટ મેચ જીતી હતી, ત્યારે પણ પ્લેઈંગ ઈલેવનમાં બે સ્પિનરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં સુકાની રોહિત શર્મા ફરી એકવાર આ જ રણનીતિનું પુનરાવર્તન કરી શકે છે. આવી સ્થિતિમાં રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર બંનેને તક મળવાની આશા છે.


શું મોહમ્મદ સિરાજ આઉટ થશે ? 


જો ટીમ ઈન્ડિયાને બે સ્પિનરો સાથે જવું પડશે તો મોહમ્મદ સિરાજ અને આકાશદીપમાંથી એક ફાસ્ટ બોલરને પડતો મૂકવો પડશે. આવી સ્થિતિમાં સિરાજના આઉટ થવાની શક્યતાઓ વધુ છે, કારણ કે તે હજુ સુધી આ પ્રવાસ દરમિયાન તેની જૂની લયમાં જોવા મળ્યો નથી. આ સિવાય  શુભમન ગિલ પણ બહાર થઈ શકે છે. ગિલ લાંબા સમયથી ટેસ્ટમાં મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી. આ સ્થિતિમાં શુભમન ગિલ પણ બહાર થઈ શકે છે. આ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર જોવા મળશે. 


ચોથી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન - યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રોહિત શર્મા, ઋષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશદીપ અને જસપ્રિત બુમરાહ. 


Australia vs India 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં કેએલ રાહુલ રચી શકે છે ઈતિહાસ, આવુ કરનારો પ્રથમ ભારતીય બેટ્સમેન બનશે