Virat Kohli Century: ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતાં ફરી એકવાર સદી ફટકારી દીધી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટમાં વિરાટ કોહલીએ કેર વર્તાવ્યો છે. વિરાટે અમદાવદાની પીચ પર પોતાની 28મી ટેસ્ટ સદી ફટકારી દીધી છે. આ સાથે જ ટ્વીટર પર લોકો વિરાટ કોહલીને શુભેચ્છાઓ આપ્યા લાગ્યા છે. વિરાટના ફેન્સે સોશ્યલ મીડિયા પર મીમ્સનો વરસાદ વરસાવી દીધો છે, જુઓ અહીં કેવા કેવા રિએક્શન આવી રહ્યાં છે.
ત્રણ વર્ષ બાદ ફટકારી ટેસ્ટ સદી -
છેલ્લે 2019માં 23 નવેમ્બરના દિવસે વિરાટ કોહલીએ કોલકત્તામાં બાંગ્લાદેશ વિરુ્દ્ધ ટેસ્ટ રમાયેલી ડે નાઇટ ટેસ્ટમાં સેન્ચૂરી ફટકારી હતી. તે વાતને અત્યારે 3 વર્ષ, 3 મહિના અને 17 દિવસ થઇ ગયા છે, આટલો લાંબો ઇન્તજાર કર્યા બાદ વિરાટે ફરી એકવાર સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે અત્યારે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની અંતિમ અને ચોથી ટેસ્ટ મેચ રમાઇ રહી છે.
વિરાટ કોહલીનું 28મી ટેસ્ટ શતક -
વિરાટ કોહલીની આ ટેસ્ટ ક્રિકેટમાં 28મી સદી છે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તે 7મી વાર ત્રણ અંકોના સ્કૉર સુધી પહોંચ્યો છે. ચોથા દિવસે વિરાટે 241 બૉલમાં પોતાની સદી પુરી કરી, આ દરમિયાન તેને માત્ર 5 જ ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત તેને તમામ રન દોડીને લીધા હતા.
વિરાટ કોહલીની આ સદી ત્રણ વર્ષ બાદ અને 41 ઇનિંગના ઇન્તજાર બાદ આવી હતી. વિરાટે પોતાની 27મી સદી અને 28મી સદી વચ્ચે કુલ 41 ઇનિંગ રમી હતી, આ પછી તેને સદી ઠોકી હતી. જોકે, આ પહેલા તેને અફઘાનિસ્તાન વિરુ્દ્ધ ટી20માં અને બાંગ્લાદેશ વિરુદ્ધ વનડેમાં સદી ફટકારી હતી. આ વર્ષની શરૂઆતમાં શ્રીલંકા વિરુદ્ધ વિરાટે વનડેમાં બે સેન્ચૂરી ઠોકી હતી.