IND Vs AUS: ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયામાં ચાર ટેસ્ટ મેચની સીરીઝની બીજી ટેસ્ટમાં 8 વિકેટથી જીત મેળવી છે. એડિલેડમાં રમાયેલ ડે નાઈટ ટેસ્ટમાં 8 વિકેટથી મળેલ હાર બાદ ભારતીય ટીમે શાનદાર વાપસી કરી છે. જ્યારે આ શાનદાર ટેસ્ટ મેચમાં ભારત તરફથી કેપ્ટનશિપ કરી રહેલ અજિંક્ય રહાણેએ ઈતિહાસ રચતા એક ખાસ ક્લબમાં એન્ટ્રી કરી છે.


અજિંક્ય રહાણેએ બનાવ્યો ખાસ રેકોર્ડ

પ્રથમ ટેસ્ટ બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પેટર્નલ લીવ પર છે. ત્યાર બાદ ભારતીય ક્રિકેટ ટીમની જવાબદારી અજિંક્ય રહાણે સંભાળી રહ્યા છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયલે બોક્સિંગ ડે ટેસ્ટ મેચ અજિંક્ય રહાણેની કેપ્ટનશિપમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચ હતી, જેમાં ભારતને જીત મળી હતી. તેની સાથે જ રહાણે પોતાની કેપ્ટનશિપના પ્રથમ ટેસ્ટમાં જ ભારતીય ટીમને જીત અપનાવનાર કેપ્ટનની ખાસ ક્લબમાં સામેલ થઈ ગયો છે.

કેપ્ટન તરીકે મળી પ્રથમ મેચમાં જ જીત

આ પહેલા આ યાદીમાં 1976માં ઓકલેન્ડમાં સુનીલ ગાવસકર, વર્ષ 2000માં ઢાકામાં સૌરવ ગાંગુલી, પાકિસ્તાનના સુલ્તામાં 2004માં રાહુલ દ્રવડિ અને 2009માં હેમિલ્ટનમાં મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટન તરીકે રમેલ પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને જીત અપાવી હતી.

નોંધનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો 8 વિકેટથી વિજય થયો હતો. મેચ જીતવા 70 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ગિલ 35 અને રહાણે 27 રને નોટ આઉટ રહ્યા હતા. આ પહેલા મયંક અગ્રવાલ 5 અને પુજારા 3 રન બનાવી આઉટ થયા હતા. બીજી ટેસ્ટમાં જીત સાથે સીરિઝ 1-1થી સરભર થઈ ગઈ છે. ત્રીજી ટેસ્ટ સિડનીમાં રમાશે.