ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગમાં 200 રનમાં ઓલઆઉટ થયું હતું. જેના કારણે ભારતને જીતવા 70 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી કેમરૂન ગ્રીને સર્વાધિક 45 રન બનાવ્યા હતા. વેડે 45, લાબુશાનેએ 28 રન બનાવ્યા હતા. ભારત તરફથી સિરાજે 3, અશ્વિન, જાડેજા અને બુમરાહે 2-2 તથા ઉમેશ યાદવને 1 વિકેટ મળી હતી.ઓસ્ટ્રેલિયાએ 99 રનમાં જ 6 વિકેટ ગુમાવી દીધી હતી. તેમ છતાં 200 રન સુધી પહોંચવામાં સફળ થયા હતા. છેલ્લી 4 વિકેટ 101 રન ઉમેરતા ભારતને જીતવા 70 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે પ્રથમ ઈનિંગમાં 326 રન બનાવી 131 રનની લીડ લીધી હતી.
આ દરમિયાન ભારતના સ્ટાર ઓફ સ્પિનર અશ્વિને મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે ડાબોડી બેટ્સમેનને આઉટ કરનારો વિશ્વનો પ્રથમ બોલર બન્યો હતો. અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 192મી વખત ડાબોડી બેટ્સમેનને પોતાનો શિકાર બનાવ્યો હતો.
અત્યાર સુધી આ રેકોર્ડ શ્રીલંકાના સ્પિનર મુરલીધરનના નામે હતો. ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટ ઝડપી ચુકેલા મુરલીધરને 191 વખત ડાબોડી બેટ્સમેનને પોતાનો શિકાર બનાવ્યા હતા. જેમ્સ એન્ડરસન લિસ્ટમાં ત્રીજા ક્રમે છે. તેણે 600 વિકેટમાથી 186 વિકેટ ડાબોડી બેટ્સમેનની લીધી છે. ગ્લેન મેકગ્રાથ અને શેનવોર્ન 172 વિકેટ સાથે આ લિસ્ટમાં ચોથા અને પાંચમાં ક્રમે છે. જ્યારે 167 વિકેટ સાથે અનિલ કુંબલે છઠ્ઠા ક્રમે છે.
કર્ણાટકઃ વિધાન પરિષદના ડેપ્યુટી સ્પીકરે ટ્રેન સામે કૂદીને કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં જણાવ્યું આ કારણ
મેષ, કન્યા, તુલા રાશિવાળા ભૂલથી પણ ન કરતાં આ કામ, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ