નવી દિલ્હીઃ પહેલી ટેસ્ટ મેચમાં ભારતની સ્થિતિ ધીમે ધીમે મજબૂત બનતી જાય છે. ઓસ્ટ્રેલિયા સામે ભારતીય બૉલરોએ તરખાટ મચાવી દીધો છે. ડે-નાઇટ ટેસ્ટમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા 10 વિકેટ ગુમાવીને 244 રન બનાવી શકી હતી. પ્રથમ ઇનિંગમાં રમવા માટે ઉતરેલી કાંગારુ ટીમની દશા ભારત કરતા પણ ખરાબ થઇ ગઇ છે.

એડિલેડ ટેસ્ટની પહેલી ઇનિંગમાં કાંગારુ બેટ્સમેન સ્ટીવ સ્મિથ ભારત સામે માત્ર એક જ રન બનાવીને આઉટ થઇ ગયો હતો. તેની વિકેટ આર અશ્વિને ઝડપી હતી.

ખાસ વાત છે કે ભારત સામે છેલ્લી આઠ મેચોમાં સાત સદી ફટકારીને ભારતને પડકાર ફેંકનારો સ્મિથ ઓફ સ્પીનર અશ્વિનના બૉલના ના સમજી શક્યો અને માત્ર એક રને જ સરેન્ડર કરી દેવુ પડ્યુ હતુ. સ્ટીવ સ્મિથે પ્રથમ ઇનિંગમાં 29 બૉલનો સામનો કરીને માત્ર એક રન જ બનાવી શક્યો હતો.



આર અશ્વિનનો બૉલ હવામાં થોડો બહાર ગયો અને સ્મિથે ઓફ સ્પિન માટે રમવાનો પ્રયાસ કર્યો હતો, આ ભૂલના કારણે તે બૉલ સીધો પહેલી સ્લિપમાં ઉભેલા રહાણેના હાથમાં જઇ ચઢ્યો હતો. રહાણેએ કેચ પકડતાની સાથે જ સ્મિથ માત્ર એક રને પેવેલિયન ભેગો થયો હતો.