નવી દિલ્હીઃ પાકિસ્તાની ફાસ્ટ બૉલર મોહમ્મદ આમિરના સન્યાસ બાદ ફરી એકવાર પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ સવાલોના ઘેરમાં આવી ગયુ છે, પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ પર લોકો ખરાબ ટિપ્પણીઓ અને આરોપો લગાવી રહ્યાં છે. આમિરે સન્યાસ લેતી વખતે પીસીબી પર ગંભીર આરોપ લગાવીને બધાને ચોંકાવી દીધા, હવે આ મામલે પૂર્વ પાક દિગ્ગજ શોએબ અખ્તરનો પણ આમિરને સાથ મળ્યો છે.


શોએબ અખ્તરે કહ્યું કે મારી સાથે પણ પીસીબીનુ વર્તન ખરાબ રહ્યું, 2011ના વર્લ્ડકપમાં તેના પ્રત્યે પીસીબીનુ વલણ સારુ રહ્યું ન હતુ.

શોએબ અખ્તરે કહ્યું 2011 વર્લ્ડકપ દરમિયાન, જ્યારે તે સન્યાસ લેવાનો હતો, ત્યારે પીસીબીએ મારી સાથે સારો વ્યવહાર ન હતો કર્યો. આમિરના સન્યાસ પર શોએબ અખ્તરે કહ્યું- હું ખુલ્લેઆમ કહી રહ્યો છું કે 2011 વર્લ્ડકપ દરમિયાન મારી સાથે સારો વ્યવહાર ન હતો કરવામાં આવ્યો, શાહિદ આફ્રિદીએ અને મેનેજમેન્ટે પણ મને હેરાન કરી દીધો હતો, પણ હુ પરવા ન હતો કરતો કેમકે મે પહેલાથી જ સન્યાસની જાહેરાત કરી ચૂક્યો હતો.

(ફાઇલ તસવીર)

જોકે, અખ્તરે આમિર વિશે પણ કહ્યું કે - આમિરે સારી બૉલિંગ કરવી જોઇતી હતી, અને પોતાના પ્રદર્શનમાં સુધારો કરવાની જરૂર હતી. જેથી કોઇ તેને ટીમમાંથી કાઢી ના શકે. તમારે હંમેશા પોતાના ડરનો સામનો કરવો પડે છે, અને સારુ પ્રદર્શન મેનેજમેન્ટને બતાવવુ પડે છે.