મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયા ટીમ ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં પ્રથમ ટેસ્ટ જીતીને સીરીઝમાં 1-0થી લીડ બનાવી ચૂકી છે. પ્રથમ ટેસ્ટમાં સારી રમત રમ્યા બાદ પણ ઓસ્ટ્રેલિયા ટીમ ભારતીય ટીમથી ગભરાયેલી દેખાઇ રહી છે. ઓસ્ટ્રેલિયન સ્ટાર બૉલર નાથન લિયોનનુ માનવુ છે કે ટીમ ઇન્ડિયા મજબૂતીથી વાપસી કરી શકે છે, આ માટે કાંગારુ ટીમે કોહલી બાદ હવે ચેતેશ્વર પુજારાને રોકવા માટે સ્પેશ્યલ સ્ટ્રેટેજી બનાવી છે.

કાંગારુ બૉલર લિયોને ભારતીય બેટ્સમેનોની બીજી ટેસ્ટ પહેલા પ્રશંસા કરી, તેને કહ્યું ભારતીય બેટ્સમેનો વર્લ્ડ ક્લાસ છે, અમારા માટે તેમને રોકવા મુશ્કેલ અને પડકારરૂર બની શકે છે. એટલે અમે પૂજારાને રોકવા ખાસ રણનીતિ બનાવી છે.

(ફાઇલ તસવીર)

લિયોને વર્ચ્યૂઅલ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું- હું રાજનો ખુલાસો નથી કરી શકતો, પરંતુ પુજાર વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છે, અને બાકીની મેચોમાં તેના પર અંકુશ રાખવો પડકારરૂપ થશે.

લિયોને કહ્યું કે પુજારા જ્યારે મેદાન પર આવશે ત્યારે અમે અમારી રણનીતિનો અમલ કરીશું, દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન સામે ખુદને અજમાવવુ રોચક વાત છે. લિયોને કહ્યું કેપ્ટન વિરાટે કોહલી સ્વદેશ પરત ફર્યો છે, પરંતુ તેની જગ્યાએ બીજા બેટ્સમેનો પણ કમ નથી. પુજારા અને રહાણે તેની જગ્યાએ હાલ લઇ શકે છે, આ ઉપરાંત રાહુલ અને મયંક અગ્રવાલ પણ શાનદાર ખેલાડી છે, જે તમામ વિરાટની ગેરહાજરીમાં જગ્યા પુરી કરી શકે છે.