Mitchell Starc Set To Miss First Test Against India: ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. ખરેખરમાં, ટીમના મુખ્ય ફાસ્ટ બૉલર મિશેલ સ્ટાર્ક ભારત વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં નહીં રમે. તેને ખુદ આ વાતની પુષ્ટી કરી છે. 


ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલર મિશેલ સ્ટાર્કે પુષ્ટી કરી છે કે તે ભારત વિરુદ્ધ બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની પહેલી ટેસ્ટ મેચમાં નહીં રમે. કેમ કે તે આંગળીની ઇજામાંથી ઠીક નથી થયો. મિશેલ સ્ટાર્કને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બૉક્સિંગ ડે ટેસ્ટમાં પોતાના ડાબા હાથની આંગળી પર ઇજા થઇ હતી, અને પછી તે સીરીઝની છેલ્લી મેચમાં ન હતો રમી શક્યો. 


પહેલી ટેસ્ટ જીતીને અમે દિલ્હીમાં રમીશું - 
મિશેલ સ્ટાર્કને તેની ફિટનેસ વિશે પુછવામાં આવ્યુ તો ફાસ્ટ બૉલરે કહ્યું કે હું ઠીક થવાના કગાર પર છું અને હજુ પણ થોડાક અઠવાડિયામાં ફરીથી દિલ્હીમાં ખેલાડીઓને મળીશ, આશા છે કે, પહેલી ટેસ્ટ જીતીને દિલ્હી પહોંચીશું. 


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝની પહેલી ટેસ્ટ મેચ 9 થી 13 ફેબ્રુઆરી સુધી નાગપુરમાં અને બીજી ટેસ્ટ 17 થી 21 ફેબ્રુઆરી સુધી દિલ્હીમાં રમાશે. 


મિશેલ સ્ટાર્ક ઉપરાંત કેમરુન ગ્રીન પણ પ્રૉટિયાઝ પર બૉક્સિંગ ડે ટેસ્ટ જીત બાદ આંગળી સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. જોકે ઓસ્ટ્રેલિયાના કૉચ એન્ડ્ર્યૂ મેકડૉનાલ્ડે કહ્યું કે, ગ્રીનને સીરીઝની શરૂઆતી મેચ પહેલા ફિટનેસ સાબિત કરવાનો દરેક મોકો આપવામાં આવશે. 


બૉર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરીઝનું શિડ્યૂલ - 
9-13 ફેબ્રુઆરી - પ્રથમ ટેસ્ટ 
17-21 ફેબ્રુઆરી - બીજી ટેસ્ટ 
1-5 માર્ચ - ત્રીજી ટેસ્ટ 
9-13 માર્ચ - ચોથી ટેસ્ટ