IND vs NZ T20: આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની સીરીઝની અંતિમ અને છેલ્લી ટી20 મેચ રમાઇ રહી છે. આજે બન્ને દેશો ફરી એકવાર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આમને સામને ટકરાશે. ખાસ વાત છે કે, આજે બન્ને ટીમો માટે ફૂલ એન્ડ ફાઇનલ મેચ રમાશે, હાર્દિક પંડ્યા અને મિશેલ સેન્ટર બન્ને માટે આજે કરો યા મરો મેચ રમાઇ રહી છે. જાણો અહીં બન્ને ટીમોમાંથી અત્યાર સુધી ટી20માં કોણ કોના પર પડ્યું છે ભારે..... 


ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20માં હેડ ટૂ હેડ રેકોર્ડ્સ - 
ભારત અને ન્યૂઝીલેન્ડ, બન્ને ટીમો વચ્ચે હેડ ટૂ હેડ રેકોર્ડ પર નજર કરીએ તો, બન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 24 વાર ટી20 મેચોમાં આમને સામને ટકરાઇ ચૂકી છે, કુલ 24 મેચમાંથી ભારતીય ટીમે 13માં જીત મેળવી છે, તો 10 મેચોમાં ન્યૂઝીલેન્ડની ટીમે બાજી મારી છે. એક મેચ ટાઇ રહી છે. પોતાના ઘરમાં રમાયેલી મેચોમાં ભારતીય ટીમે 6 વાર અને ન્યૂઝીલેન્ડ ટીમે 4 વાર જીત હાંસલ કરી છે. વળી, ઘરની બહાર ભારતે 7 વાર જીત મેળવી છે, તો ન્યૂઝીલેન્ડની ટીમે 4 મેચમાં જીત હાંસલ કરી છે. 


11 વર્ષથી ટી20 સીરીઝ નથી જીતી ન્યૂઝીલેન્ડ - 
ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય જમીન પર છેલ્લા 11 વર્ષથી ટી20 સીરીઝ જીતવામાં નિષ્ફળ રહી છે, વર્ષ 2012માં કીવીઓએ ભારતની ધરતી પર છેલ્લીવાર સીરીઝ જીતી હતી. ત્યારે ન્યૂઝીલેન્ડે બે મેચોની સીરીઝમાં ભારતને 1-0થી હરાવ્યુ હતુ. તે પછી ક્યારેય ન્યૂઝીલેન્ડ ટીમ ભારત પ્રવાસ પર ટી20 સીરીઝ રમવા છે ત્યારે હારનો જ સામનો કરવો પડ્યો છે. વર્ષ 2017માં ન્યૂઝીલેન્ડે ભારતીય જમીન પર ત્રણ ટી20 મેચોની સીરીઝ રમી જેને ભારતે 2-1 થી જીતી, વળી, 2021ની સીરીઝમાં ટીમ ઇન્ડિયાએ કીવીઓને 3-0 થી વ્હાઇટ વૉશ કર્યુ હતુ. 


ટી20 સીરીઝ શિડ્યૂલ - 
- પ્રથમ ટી20, JSCA આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ, રાંચી, ઝારખંડ 
- બીજી ટી20, ઇકાના સ્પૉર્ટ્સ સીટી સ્ટેડિયમ, લખનઉ, ઉત્તરપ્રદેશ 
- ત્રીજી ટી20, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ, ગુજરાત