IND vs AUS, 1st Test:  ઓસ્ટ્રેલિયા સામે નાગપુરમાં રમાનારી પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાના બે ફાસ્ટર અને ત્રણ સ્પિનર સાથે મેદાનમાં ઉતર્યું છે. સૂર્યકુમાર યાદવ અને કેએસ ભરતે ડેબ્યૂ કર્યું છે. ઓસ્ટ્રેલિયાએ નબળી શરૂઆત કરી. 2 રનના સ્કોર પર ઓસ્ટ્રેલિયાના બંને ઓપનર પેવેલિયન પરત ફર્યા. શમીએ વોર્નરને 1 રન પર બોલ્ડ કર્યો હતો. વોર્નર શમીના બોલને સમજી શક્યો નહોતો અને તેનું સ્ટંપ ઉખડીને હવામાં ફંગોળાયું હતું.






ટીમ ઈન્ડિયામાં કોણે કર્યું ડેબ્યૂ


સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ અને કેપ્ટન રવિ શાસ્ત્રીએ ટેસ્ટ કેપ આપી હતી. કેએસ ભરતને ચેતેશ્વર પુજારાએ ટેસ્ટ કેપ આપી હતી.


ભારતીય પ્લેઇંગ ઇલેવન


 રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.


સૂર્યકુમારે બનાવ્યો અનોખો રેકોર્ડ, બન્યો પ્રથમ ભારતીય 


બહુ ટુંકા સમયમાં દુનિયાને પોતાની પ્રતિભા બતાવી ચૂકેલા સૂર્યકુમાર યાદવે આજે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ છે. આ સાથે જ સૂર્યાની ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કરીને રમવાની ઇચ્છા પણ પુરી થઇ ગઇ છે. પરંતુ ખાસ વાત છે કે, સૂર્યકુમાર આટલા ઘાતક ખેલાડી હોવા છતાં ભારતીય ટીમ તરફથી રમવાનો મોકો બહુ લાંબા સમય બાદ મળ્યો છે. આજે ટેસ્ટ ડેબ્યૂ કરવાની સાથે જ સૂર્યકુમાર યાદવા નામે એક મોટો રેકોર્ડ પણ નોંધાઇ ગયો છે. આ રેકોર્ડ છે કે સૂર્યકુમાર યાદવ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફૉર્મેટમાં 30 વર્ષથી વધુની ઉંમરે ડેબ્યૂ કરનારો પહેલો ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલા કોઇ ભારતીય ખેલાડીઓ આ ઉપલબ્ધિ હાંસલ નથી કરી શક્યો. 


મુંબઇમાં જન્મેલા સૂર્યકુમાર યાદવ અત્યારે 32 વર્ષનો થઇ ચૂક્યો છે, અને આ પહેલા જ તેને ટી20 અને વનડે ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. 


સૂર્યકુમાર- ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ વર્ષ - 
ટી20 ડેબ્યૂ (14 માર્ચ 2021)- 30 વર્ષ અને 181 દિવસે ડેબ્યૂ 
વનડે ડેબ્યૂ (18 જુલાઇ 2021)- 30 વર્ષ અને 307 દિવસે ડેબ્યૂ 
ટેસ્ટ ડેબ્યૂ (9 ફેબ્રુઆરી 2023)- 32 વર્ષ અને 148 દિવસે ડેબ્યૂ


પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ (ભારત ટેસ્ટ ટીમ)


રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મો. શમી, મોહમ્મદ. સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, સૂર્યકુમાર યાદવ.


ટેસ્ટ શ્રેણી કઈ જગ્યાએ રમાશે



  • 9 ફેબ્રુઆરી 2023 થી 13 ફેબ્રુઆરી 2023 દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે.

  • 17 ફેબ્રુઆરી 2023 થી 21 ફેબ્રુઆરી 2023 દરમિયાન દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાશે.

  • 1 માર્ચ 2023 થી 5 માર્ચ 2023 દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે.

  • 9 માર્ચથી 13 માર્ચ, 2023 સુધી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચોથી ટેસ્ટ મેચ રમાશે.