Cheteshwar Pujara IND vs AUS: ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દિલ્હીમાં રમાનારી બીજી ટેસટ્ દ્વારા પોતાની કેરિયરની 100મી ટેસ્ટ મેચ રમશે. પુજારાએ આ ટેસ્ટ મેચ પહેલા પ્રેસ કૉન્ફરન્સ કરીને વાત કરતા કહ્યું કે, તેને ક્યારેય ન હતુ વિચાર્યુ કે તે ઇન્ડિયા માટે 100 ટેસ્ટ મેચ રમશે. આ બધાની વચ્ચે પુજારાને તેના સપના વિશે પુછવામાં આવ્યુ.  


વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ જીતવાનું છે સપનુ - 
તેને પોતાના સપના વિશે બતાવ્યુ કે, તે ઇન્ડિયાની સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ જીતવા માંગે છે. ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ મેચની ખુબ નજીક છે, ટીમે ઓસ્ટ્રેલિયાને હાલની ટેસ્ટ સીરીઝમાં કમ સે કમ 3-1થી હરાવવુ પડશે. ભારતીય ટીમ નાગપુરમાં પોતાની પહેલી ટેસ્ટ મેચ જીતી ચૂકી છે, આ પહેલા પણ ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં જગ્યા બનાવી હતી, જોકે, ત્યારે ટીમને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. 


પુજારાએ પોતાની 100મી ટેસ્ટને લઇને કહ્યું ક,ે મારા અને મારા પરિવાર માટે 100 ટેસ્ટ રમવી બહુજ મહત્વની છે, મારા પિતાએ આમાં બહુ જ મોટી ભૂમિકા નિભાવી છે. તે માત્ર અહીં મેચ જોવા માટે હશે, હું પરિવારના સપોર્ટનો આભારી છુ, પરંતુ હજુ ઘણુબધુ હાંસલ કરવાનું છે. 


આ પછી પુજારાને ટીમમાંથી ડ્રૉપ થવા વિશે સવાલ કરવામાં આવ્યો, એક સમય પર પુજારાને ટેસટ્ ટીમના ઉપકેપ્ટન અજિંક્યે રહાણેની સાથે ડ્રૉપ કરી દેવામાં આવ્યો હતો, પુજારાએ આના પર કહ્યું તે પડકારપૂર્ણ હતુ, હું કાઉન્ટી રમી રહ્યો હતો, અને રાહુલ ભાઇ અને વિક્કી પાજીની સાથે સતત સંપર્કમાં હતો, જ્યાં મને કામ કરવાની જરૂર છે, અને તેના પર વાત ક્લિયર હતી. 


 


દિલ્હીમાં ટેસ્ટમાં રેકોર્ડની લાઇન લાગશે -
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બીજી દિલ્હી ટેસ્ટમાં સુપરસ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એક વિકેટ લેતાની સાથે જ તેની 250 ટેસ્ટ વિકેટો પુરી કરી લેશે. 


રવિચંદ્રન અશ્વિન પણ દિલ્હીમાં અરુણ જેટલી સ્ટેડિયમમાં કપિલ દેવથી આગળ નીકળવાનો મોકો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અશ્વિનનો રેકોર્ડ શાનદાર રહ્યો છે, તે સૌથી વધુ વિકેટો લેનારો ત્રીજો ભારતીય બૉલર છે. દિગ્ગજ અનિલ કુમ્બલેના નામે સૌથી વધુ વિકેટો લેવાનો રેકોર્ડ છે.તેને 7 મેચમાં 16.79ની એવરેજથી 58 વિકેટો ઝડપી છે. તેને આ જ મેદાન પર પાકિસ્તાન વિરુદ્ધ એક ઇનિંગમાં 10 વિકેટો ઝડપી હતી. બીજા નંબર પર દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવ છે. તેને 9 મેચોમાં 26.53 ની એવરેજથી વિકેટો લીધી છે. 


રવિચંદ્રન અશ્વિનની પાસે કપિલ દેવથી આગળ નીકળવાનો મોકો છે. અશ્વિનની પાસે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં કપિલ દેવથી આગળ નીકળવાનો મોકો છે. તેને 4 મેચોમાં 20.11 ની એવરેજથી 27 વિકેટો ઝડપી છે. અહીં તેને 3 વાર 5 વિકેટો ઝડપી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તે મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. તે ત્રણ વિકેટ લેતાની સાથે જ કાંગારુ ટીમ વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં 100 વિકેટો લેશે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેનો રેકોર્ડ ખુબ સારો છે.તેને 6 વાર 5 વિકેટો ઝડપી છે. એકવાર મેચમાં બન્ને ઇનિંગોમાં મળીને 10 વિકેટો પણ લીધી છે. 









રવિન્દ્ર જાડેજાના અરુણ જેટલી સ્ટેડિયમમાં રેકોર્ડની વાત કરીએ, તો તેને અહીં 3 મેચોમાં 19 વિકેટો ઝડપી છ ે. તે બે વાર 5 વિકેટો લઇ ચૂક્યો છે. તે એક વિકેટ લેતાની સાથે જ 250 ટેસ્ટ વિકેટો લેનારો 8મો ભારતીય બૉલર બની જશે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં તે બિશન સિંહ બેદીને ટેસ્ટ ક્રિકેટમાં વિકેટ લેવાના મામલામાં પાછળ પાડી શકે છે. બિશન સિંહ બેદીના નામે 266 વિકેટો છે. રવિન્દ્ર જાડેજાનો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બેસ્ટ રેકોર્ડ છે. તેને 13 મેચોમાં 70 વિકેટો ઝડપી છે.