If IND vs AUS Washed Out: ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આજે એટલે કે 24મી જૂને આમને-સામને ટકરાશે. બંને વચ્ચેની આ મેચ સેન્ટ લૂસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ઓસ્ટ્રેલિયા માટે સેમિફાઇનલના દૃષ્ટિકોણથી ઘણી મહત્વની રહેશે. આ મેચમાં જીત સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ તરફ આગળ વધી શકે છે, પરંતુ જો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી આ મેચ વરસાદને કારણે રદ્દ થાય તો શું અફઘાનિસ્તાન સેમીફાઈનલમાં પહોંચશે ? જાણો અહીં આખુ સમીકરણ...


ગ્રુપ-1માં ભારત, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનની ટીમો અવેલેબલ છે. ભારતીય ટીમે સૌથી વધુ 2 મેચ જીતી છે. બાકી ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન 1-1 મેચ જીત્યા છે. ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનના 2-2 પોઈન્ટ છે. હવે ઓસ્ટ્રેલિયાએ સુપર-8ની છેલ્લી મેચ ભારત સામે અને અફઘાનિસ્તાને છેલ્લી મેચ બાંગ્લાદેશ સામે રમવાની છે.


પ્રથમ સમીકરણઃ - 
હવે જો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થાય છે, તો બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવશે. આ પછી જો અફઘાનિસ્તાન તેની છેલ્લી મેચ બાંગ્લાદેશ સામે જીતે છે, તો અફઘાનિસ્તાનની ટીમ 4 પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં જગ્યા બનાવી લેશે. આ સ્થિતિમાં ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પણ પહોંચી જશે.


બીજું સમીકરણઃ - 
જો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થાય અને બંને ટીમોને 1-1 પોઈન્ટ મળે. ત્યાર બાદ જો અફઘાનિસ્તાન તેની છેલ્લી મેચ બાંગ્લાદેશ સામે હારી જાય છે તો આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા 3 પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લેશે.


સુપર-7ની બન્ને મેચો જીતી ચૂક્યુ છે ભારત, અફઘાનિસ્તાનને મળી છે એક હાર 
ટીમ ઈન્ડિયાએ સુપર-8માં અત્યાર સુધીની બંને મેચ જીતી છે. મેન ઇન બ્લૂએ પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે અને બીજી બાંગ્લાદેશ સામે જીતી હતી. બીજીતરફ ઓસ્ટ્રેલિયાએ પણ સુપર-8માં બે મેચ રમી છે જેમાં તેને માત્ર 1 જીત મળી છે. કાંગારૂ ટીમે બાંગ્લાદેશ સામે જીત નોંધાવી હતી. ત્યારબાદ મિચેલ માર્શની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયાને અફઘાનિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. અફઘાનિસ્તાન સામેની હાર બાદ ઓસ્ટ્રેલિયાનું સેમીફાઈનલમાંથી બહાર થવાનું જોખમ હતું.