ICC World Cup 2023 Final: વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે બપોરે રમાશે. ફાઈનલ મેચમાં ભારતીય ટીમને પાંચ વખતની વર્લ્ડ કપ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના પડકારનો સામનો કરવો પડશે. ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપની તમામ મેચ જીતીને ફાઇનલમાં પહોંચી ગઈ છે, તો ઓસ્ટ્રેલિયા પ્રથમ બે મેચ હાર્યા બાદ સતત 8 મેચ જીતીને ચેમ્પિયન બનવાના અંતિમ તબક્કામાં આવી ગયું છે. બંને ટીમો બરાબરી પર છે અને મેચ ખૂબ જ રોમાંચક બને તેવી શક્યતા છે.
મેચને લઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમને જીતની શુભકામના પાઠવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું, "140 કરોડ ભારતીયો તમારા માટે ઉત્સાહિત છે. તમે તેજસ્વી બનો, સારું રમો અને ખેલદિલીની ભાવનાને જાળવી રાખો."
હેડ ટુ હેડ રેકોર્ડ કેવો રહ્યો?
બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 150 મેચ રમાઈ છે. આમાંથી મોટાભાગની જીત ઓસ્ટ્રેલિયાને મળી છે. કાંગારૂ ટીમે કુલ 83 મેચ જીતી છે. જ્યારે ભારતીય ટીમને 57 જીત મળી છે. બાકીની મેચો અનિર્ણિત રહી છે. બંને ટીમો વચ્ચેની છેલ્લી 5 મેચો પર નજર કરીએ તો ભારતીય ટીમનો દબદબો રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચ જીતી છે. જે મેદાન પર આજે ફાઈનલ રમાવાની છે ત્યાં આ બંને ટીમો પહેલા ત્રણ વખત ટકરાયા છે. અહીં પણ ટીમ ઈન્ડિયાએ બે મેચ જીતી છે.
કેવી રહેશે બંને ટીમોની પ્લેઈંગ-11?
ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ/આર અશ્વિન.
ઓસ્ટ્રેલિયા: ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લેબુશેન/માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), પેટ કમિન્સ (c), મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ
વિરાટની આક્રમકતા વધારશે ઓસ્ટ્રેલિયાનું ટેન્શન? ત્રીજી વખત ખિતાબ જીતવા મેદાન પર ઉતરશે ભારતીય ટીમ