IND vs AUS World Cup 2023 Final: વિરાટ કોહલીએ ભારત દ્વારા આયોજિત ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં શ્રેણીબદ્ધ રેકોર્ડ બનાવ્યા. ફાઈનલ મેચમાં ભારતીય બેટિંગ ખોરવાઈ ગયા બાદ વિરાટ કોહલીએ અડધી સદીની ઇનિંગ રમી હતી, જે દરમિયાન તેણે કુલ 63 બોલનો સામનો કર્યો હતો અને 4 ચોગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા. આ અડધી સદી સાથે વિરાટ કોહલી એવા ભારતીય બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો જેણે વર્લ્ડ કપ ફાઇનલમાં અડધી સદી ફટકારી છે.


ભારત તરફથી વિરાટ કોહલીની સાથે કેએલ રાહુલે પણ અડધી સદી ફટકારી હતી. રાહુલે 107 બોલમાં 66 રનની ખૂબ જરુરી ઇનિંગ રમી હતી. વર્લ્ડ કપમાં અડધી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ હતા, જેમણે 2003 વર્લ્ડ કપ ફાઇનલમાં 82 રન બનાવ્યા હતા. સેહવાગની આ ઇનિંગ કટ્ટર હરીફ ઓસ્ટ્રેલિયા સામે આવી હતી, જોકે ભારત અંતિમ મેચ 125 રનથી હારી ગયું હતું.


આ ભારતીય બેટ્સમેનોએ વર્લ્ડ કપમાં અડધી સદી ફટકારી છે


ભૂતપૂર્વ કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીર પણ વર્લ્ડ કપમાં અડધી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેનોની શ્રેણીમાં સામેલ છે. ગૌતમ ગંભીરે 2011 વર્લ્ડ કપ ફાઇનલમાં શ્રીલંકા સામે 97 રનની ઇનિંગ રમી હતી. આ જ મેચમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ અણનમ 91 રન બનાવ્યા હતા. 2011ના વર્લ્ડ કપમાં ગંભીર અને ધોનીની શાનદાર ઇનિંગ્સની મદદથી ભારત બીજી વખત ચેમ્પિયન બન્યું હતું. વર્લ્ડકપમાં ભારત માટે એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ગૌતમ ગંભીર પ્રથમ સ્થાને છે. વર્ષ 2011માં રમાયેલી ગંભીરની 97 રનની ઈનિંગ ભારતીય બેટ્સમેનોએ વર્લ્ડ કપમાં બનાવેલો સર્વોચ્ચ સ્કોર છે.



કોહલીએ વર્લ્ડ કપમાં શ્રેણીબદ્ધ રેકોર્ડ બનાવ્યા


આ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી નંબર વન પર છે. તેણે 11 મેચમાં 765 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 6 અડધી સદી અને 3 સદી ફટકારી છે. જેમાં ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં રમાયેલી તેની સદીની ઈનિંગ્સનો પણ સમાવેશ થાય છે. આ સદી સાથે, તે ODI ક્રિકેટના ઈતિહાસમાં પચાસ સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે. અત્યાર સુધી વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવવાના મામલે કોહલી પ્રથમ ક્રમે છે. તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો.