World Cup 2023 :વર્લ્ડ કપ 2023 (ICC Cricket World Cup 2023) ની ફાઈનલ મેચ આજે રમાઈ રહી છે. આ ટાઈટલ ટક્કર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થઈ રહી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી છે.  ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ જ્યારે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનો મોટો રેકોર્ડ તોડ્યો ત્યારે ખિતાબી મેચને વધુ ખાસ બનાવી દીધી.


વિરાટ કોહલી રિકી પોન્ટિંગને પાછળ છોડીને વર્લ્ડ કપના ઇતિહાસમાં બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેના પહેલા રિકી પોન્ટિંગ બીજા ક્રમે હતો. તેણે 1996-2011 વચ્ચે 46 વર્લ્ડ કપ મેચ રમી જેમાં તેણે 1743 રન બનાવ્યા. જ્યારે વિરાટ કોહલી હવે તેનાથી આગળ નીકળી ગયો છે. વિરાટ કોહલીએ 2011 થી 2023 વચ્ચે કુલ 37 વર્લ્ડ કપ મેચ રમી છે. જેમાં તેના નામે 1750થી વધુ રન નોંધાયા છે. આ યાદીમાં પ્રથમ નંબરની વાત કરીએ તો માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર છે. જેણે 1992-2011 વચ્ચે 45 વર્લ્ડ કપ મેચ રમીને કુલ 2278 રન બનાવ્યા હતા.


ચોથા નંબરની વાત કરીએ તો અહીં રોહિત શર્માનું નામ સામેલ છે. રોહિતે 2015-2023 વચ્ચે કુલ 28 મેચ રમી છે. જેમાં તેના બેટમાંથી 1560 રન આવ્યા છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી માટે અત્યાર સુધી આ વર્લ્ડ કપ ખૂબ જ ખાસ રહ્યો છે. આ વર્લ્ડ કપમાં જ તેણે સચિન તેંડુલકરનો વનડેમાં 49 સદીનો રેકોર્ડ તોડ્યો હતો. વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ કપ સેમિફાઇનલમાં આ રેકોર્ડ તોડ્યો હતો અને તેની ODI કારકિર્દીની 50મી સદી ફટકારી હતી.


ફાઈનલ માટે ભારતની પ્લેઈંગ ઈલેવન



રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.


ફાઈનલ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન



ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.




 ભારત સામેની ફાઈનલ મેચ માટે ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે.  હાલમાં રવિંદ્ર જાડેજા અને કેએલ રાહુલ મેદાન પર છે.