નવી દિલ્હીઃ ભારતની ઐતિહાસિક જીત અને ટેસ્ટી સીરીઝ પરનો કબજો દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બન્યો છે. ભારત સહિત દુનિયાભરમાં ભારતીય ટીમની રમતની પ્રસંશા થઇ રહી છે. ત્યારે આ બધાની વચ્ચે ઓસ્ટ્રેલિયાને સ્ટાર ક્રિકેટર ડેવિડ વોર્નર પણ ભારતની પ્રસંશામાં ઉતર્યો છે. પોતાની ટીમની હાર થવા છતાં વોર્નરે ભારતની ટીમને અભિનંદન આપીને પ્રસંશા કરી છે.  વોર્નરે ભારતીય ટીમના જીતના હીરોની તસવીર શેર કરી છે.

બોર્ડર ગાવસ્કર ટ્રૉફીમાં ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નર ભારત સામે પ્રથમ બે ટેસ્ટ મેચોમાં ન હતો રમી શક્યો. પરંતુ ત્રીજી ટેસ્ટથી કાંગારુ ટીમમાં વોર્નરની વાપસી થઇ હતી. તેને ભારતીય ટીમને પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર જબરદસ્ત પ્રસંશા કરતી સ્ટૉરી લખી. તેને લખ્યું- અમે આ પરિણામ પસંદ નથી કરતા, પરંતુ આ જીતનો શ્રેય તેમને જાય છે. સીરીઝ જીતવા માટે વેલ ડન ભારત. તેને આગળ લખ્યું- જ્યાં સુધી અમારી વાત છે અમે જબરદસ્ત મુકાબલો કર્યો અને અમારુ સર્વશ્રેષ્ઠ આપ્યુ, પરંતુ અમે ચિત થઇ ગયા. પેટ કમિન્સે બહુ જ સારુ કર્યુ, જેને મેન ઓફ ધ સીરીઝ સિલેક્ટ કરવામાં આવ્યો.



ખાસ વાત છે કે પેટ કમિન્સે ચાર વિકેટ ઝડપવા છતાં ગાબાની પીચ પર ભારતે પાંચમા દિવસે 328 રનના લક્ષ્ય હાંસલ કરી દીધો. ઓસ્ટ્રેલિયા સામે આ સીરીઝ જીતવાની સાથે ભારત 430 પૉઇન્ટ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ટૉપ પર પહોંચી ગયુ છે.

ઉલ્લેખનીય છે કે ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં પ્રથમ મેચ કેપ્ટન કોહલીની આગેવાનીમાં ભારત હાર્યુ હતુ, બાદમાં કોહલી સ્વદેશ પરત ફર્યો અને કમાન રહાણેને સોંપવામાં આવ હતી. રહાણેએ દમદાર કેપ્ટનશીપ કરતાં બાકીને ત્રણ મેચોમાંથી બે ટેસ્ટ જીતીને ઇતિહાસ રચી દીધો હતો.