IND vs AUS Final: ઓસ્ટ્રેલિયા સામે વનડે વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં (India vs Australia Worldcup 2023 Final) ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. કાંગારૂઓએ ભારતને છ વિકેટે હરાવ્યું હતું. આ હાર બાદ ભારતીય ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં (Dressing Room) ગયા અને તેમના ભાવુક થયાની તસવીર પણ સામે આવી. રોહિત શર્મા (Rohit Sharma), મોહમ્મદ સિરાજ અને વિરાટ કોહલી (Virat Kohli) સહિત તમામ ખેલાડીઓ ભાવુક (Team India) જોવા મળ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પણ ડ્રેસિંગ રૂમમાં ભારતીય ક્રિકેટરોને મળ્યા હતા. તેની તસવીર સામે આવી છે. PMએ ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા.


મોહમ્મદ શામીએ પીએમ મોદીને ભેટીને રડતો ફોટો ટ્વિટ કર્યો છે. પીએમ મોદીએ શામીને ગળે લગાવી આશ્વાસન આપ્યું હતું અને મનોબળ વધાર્યું હતું. ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીએ ટ્વિટ કર્યું, "દુર્ભાગ્યવશ, ગઈકાલે અમારો દિવસ ન હતો. હું સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અમારી ટીમ અને મને સપોર્ટ કરવા માટે તમામ ભારતીયોનો આભાર માનું છું. ખાસ કરીને ડ્રેસિંગ રૂમમાં આવવા અને અમારા ઉત્સાહ વધારવા માટે PM નરેન્દ્ર મોદીનો આભાર.  






અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ જોવા માટે ઘણી મોટી હસ્તીઓ આવી હતી. બીજી ઈનિંગ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્ટેડિયમમાં જોવા મળ્યા હતા. પીએમ મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહ જોવા મળ્યા હતા. ફાઈનલ મેચ જોવા માટે પીએમ મોદી ઉપરાંત બોલિવૂડની હસ્તીઓ પણ પહોંચી હતી. સ્ટેડિયમમાં શાહરૂખ ખાન, ગૌરી ખાન, આશા ભોસલે,  અનુષ્કા શર્મા, આથિયા શેટ્ટી, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહી હતી.


મેચમાં શું થયું?


ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ 50 ઓવરમાં 240 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં ચાર વિકેટે 241 રન બનાવીને મેચ જીતી લીધી હતી. કાંગારૂ ટીમ માટે ટ્રેવિસ હેડે 141 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. મારંશ લાબુશેને અણનમ 58 રન બનાવ્યા હતા. મિચેલ માર્શ 15 રન બનાવીને, ડેવિડ વોર્નર સાત રન બનાવીને, સ્ટીવ સ્મિથ ચાર રન બનાવીને આઉટ થયો હતો. ગ્લેન મેક્સવેલે અણનમ બે રન બનાવ્યા હતા.


ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. આ સાથે જ ભારતનું ત્રીજી વખત ટ્રોફી જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. તેણે ટૂર્નામેન્ટમાં સતત 10 મેચ જીતી હતી, પરંતુ ટીમ 11મી મેચમાં પાછળ રહી ગઈ હતી. ભારતને બીજી વખત ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લી વખત રિકી પોન્ટિંગની કપ્તાની હેઠળની ટીમ 2003માં હાર્યું હતું.