IND vs AUS Final Live Updates: ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો, ભારતની પ્રથમ બેટિંગ
ICC Cricket World Cup 2023 Final Live: ભારત ચેમ્પિયન બનશે જ તેવી આશા સાથે દેશભરમાં ચાહકો પ્રાર્થના, યજ્ઞાો કરી રહ્યાં છે. ફટકડા તૈયાર રાખીને સરઘસ નીકળવા પણ સજ્જ છે.
ચંડીગઢના ઓટો ડ્રાઈવર અનિલ કુમાર કહે છે, "આપણી ટીમ સારું પ્રદર્શન કરી રહી છે. હું 5 દિવસ માટે ફ્રી રાઈડ ઓફર કરીશ. ભારત આજે જીતશે.
વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ફિલ્ડિંગનો ફેંસલો કર્યો છે. ભારત પ્રથમ બેટિંગ કરશે. બંને ટીમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.
ભારતમાં યુએસ એમ્બેસેડર, એરિક ગારસેટી કહે છે, "ભારતને ઈતિહાસ રચતા જોવા માટે હું આજે અહીં આવીને ખૂબ જ ઉત્સાહિત છું. હું ભારત માટે રૂટ કરીશ. કદાચ આપણે અત્યાર સુધી જોયેલી શ્રેષ્ઠ ટીમ છે.
વર્લ્ડકપ 2023 ફાઈનલ મેચના ટોસને હવે ગણતરીની મિનિટો બાકી રહી છે. બંને ટીમના કેપ્ટન, કોચ પીચનું નિરીક્ષણ કરી રહ્યા છે.
ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપ ફાઈનલ મેચને લઈ અભિનેત્રી અને બીજેપી સાંસદ હેમા માલિનીએ કહ્યું, ".હું ઈચ્છું છું કે આપણી ટીમ જીતે... હું તેમને મારી શુભેચ્છાઓ આપું છું... સારું રમો... મને ખાતરી છે કે તમે શ્રેષ્ઠ પ્રદર્શન કરશો..."
રિવાબા જાડેજાએ ક્રિકેટ વર્લ્ડ કપની મેચ પહેલા પતિ રવિન્દ્ર જાડેજા માટે X પર એક મેસેજ લખ્યો છે. તેણે લખ્યું કે જ્યારે તમે ક્રિકેટના મેદાનમાં પ્રવેશ કરશો ત્યારે મારું હૃદય તમારા માટે ગર્વથી ભરાઈ જશે. તમે રમો છો તે દરેક શોટ લાખો હૃદયના ધબકારા છે. હું તમને શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ.
ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપ ફાઇનલ મેચને લઈ મહિલાઓમાં ઉત્સાહ છે. મહિલાઓ વર્લ્ડ કપ સાથે ગરબે ઝૂમી હતી. મહિલાઓએ ભારતીય ટીમની જીત માટે ગીતો ગાયા અને જીતેગા ભાઈ જીતેગા ભારત વાલા જીતેગા એવા નારા લગાવ્યા હતા.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વર્લ્ડકપ ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને શુભકામના પાઠવી છે. તેલંગાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેણે કહ્યું, "આજે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ છે. અમારી ટીમ બોલિંગ અને બેટિંગમાં રેકોર્ડ બનાવી રહી છે. તે આપણી એકતાનું પ્રતીક છે... ટીમ ઈન્ડિયાને શુભકામનાઓ..."
ફિલ્મ અભિનેતા રઝા મુરાદે કહ્યું હતું કે આજે ઈતિહાસનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે. આપણા 11 બહાદુર ખેલાડીઓએ 10 મેચ જીતી છે. મેં આ પ્રકારનો ઉત્સાહ અને ટીમ વર્ક આ પહેલા જોયો નથી. મને વિશ્વાસ છે કે આપણે આ મેચ પૂરી રીતે જીતીશું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયા સામેની ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું, "140 કરોડ ભારતીયો તમારા માટે ઉત્સાહિત છે. તમે તેજસ્વી બનો, સારું રમો અને ખેલદિલીની ભાવનાને જાળવી રાખો."
ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી ચુકી છે. સ્ટેડિયમમાં સચિન, ધોની, કપિલ દેવ સહિત અનેક પૂર્વ ક્રિકેટર્સ અને સેલિબ્રિટી પહોંચી ચુક્યા છે. સ્ટેડિયમમાં બ્લૂ જર્સીમાં મોટી સંખ્યામાં ભારતીય સમર્થકો ઉપસ્થિત છે.
ભૂતપૂર્વ ક્રિકેટર અને ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરના બાળપણના કોચ પ્રવિણ આમરે કહે છે, "ભારતીય ક્રિકેટ માટે આ એક મોટો દિવસ છે... હું ઇચ્છું છું કે અમારું પ્રદર્શન આજે પણ શાનદાર રહે. તેમને તમામ ક્રિકેટ પ્રેમીઓના આશીર્વાદ છે. હું મને વિશ્વાસ છે કે ટીમ ઈન્ડિયા સારું પ્રદર્શન કરશે અને વર્લ્ડ કપ જીતશે... શ્રેયસ માટે હું કહેવા માંગુ છું કે વર્લ્ડ કપમાં ટીમનું પ્રતિનિધિત્વ કરવાનું દરેક ખેલાડીનું સપનું હોય છે. શ્રેયસને આ તક મળી.. તેણે આ ટૂર્નામેન્ટમાં 500 થી વધુ રન બનાવ્યા છે
ટીમ ઈન્ડિયાના સમર્થક અને સચિન તેંડુલકરના પ્રશંસક સુધીર કુમાર ચૌધરી કહે છે, "ટીમ ઈન્ડિયા 2011ની જીતનું પુનરાવર્તન કરશે. હું ઈચ્છું છું કે રોહિત શર્મા અને શુભમન ગિલ સદી ફટકારે અને 450 રનનો ટાર્ગેટ આપે અને સરળતાથી જીતે..."
વર્લ્ડકપ 2023 ફાઈનલ શરૂ થવાને હવે ગણતરીની મિનિટો જ બાકી છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ હોટલથી સ્ટેડિયમ જવા રવાના થઈ ગઈ છે. ફાઈનલ પહેલા ભારતીય ખેલાડીઓ રિલેક્સ જણાતા હતા. થોડી જ વારમાં બંને ટીમના ખેલાડીઓ સ્ટેડિયમ પહોંચી જશે.
કૃતિ સેનન, અનુપમ ખેર, રણવીર સિંહ સહિત અનેક સેલેબ્સે ભારતની જીતનો વિશ્વાસ કર્યો છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટરોએ રોહિત સેનાને શુભેચ્છા પાઠવી છે. સટ્ટોડીયાના મતે ભારતના જીતની પ્રબળ શક્યતા છે. ટીમ ઈન્ડિયાની જીત પર લાગ્યો અરબોનો સટ્ટો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ વર્લ્ડ કપ ક્રિકેટ મેચ રમાનાર છે. સુરતમાં જીતેગા ઇન્ડિયા ની રંગોળી બનાવવામાં આવી છે. ભારત વર્લ્ડ ચેમ્પિયન બને તે માટે રંગોળી બનાવાઈ છે. શિક્ષણ સમિતિના શિક્ષક વિનોદ જાદવે ૧૦X૬ ફૂટની રંગોળી બનાવી છે.
વર્લ્ડકપ 2023ની ફાઈનલનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ભારતીય ટીમ હોટલથી સ્ટેડિયમ જવા રવાના થઈ ગઈ છે. ટીમને શુભેચ્છા આપવા અને ખેલાડીની ઝલક મેળવવા મોટી સંખ્યામાં ક્રિકેટ ફેંસ હોટલ બહાર એકત્ર થયા છે.
આજે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરીને ઘણા દર્શકો સ્ટેડિયમ પહોંચી રહ્યા છે. આ દરમિયાન મેટ્રોમાં ભારતીય ફેંસે ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.
આજની મેચને લઈ ગુજરાતના ઘણી શહેરો, નગરો, ગામડાઓ સહિત દેશભરમાં ઠેકઠેકાણે હવનના આયોજન થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની ICC વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની જીત માટે બેંગલુરુમાં વિશેષ પૂજા કરવામાં આવી.
અમદાવાદ: ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા ટ્રાફિક વ્યવસ્થા અંગે ટ્રાફિક ACP નરેન્દ્ર ચૌધરીએ કહ્યું, "ટ્રાફિક માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં 17 પાર્કિંગ પ્લોટ અને 6 VIP પાર્કિંગ પ્લોટ છે. અમારી પાસે 1600 પોલીસ કર્મચારીઓ ફરજ પર છે.. જેમ તમે જોઈ શકો છો, હિલચાલ ખરેખર સરળ છે... દરેક જગ્યાએ ક્યાં પાર્ક કરવા અને દરવાજા ક્યાં છે તેના બોર્ડ મૂકવામાં આવ્યા છે.
ભારત અને ઓ્સ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપના ફાઈનલ મુકાબલાને લઈ રાજકોટ શહેરમાં અનેક જગ્યાએ મોટી સ્ક્રીન પર મેચ જોવાના આયોજન કરાયા છે. માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં વિશાળ સ્ક્રીનમાં ક્રિકેટ મેચ નું લાઈવ પ્રસારણ બતાવાશે. 80 બાય 30 ની મોટી LED સ્ક્રીન પર લોકો લાઈવ મેચ નિહાળી શકશે. આશરે 1800 ફૂટની એલઇડી સ્ક્રીન પર મોટી સંખ્યામાં લોકો એકસાથે બેસીને મેચની મજા માણી શકશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેેડિયમમાં રમાનારી ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપ ફાઈનલને લઈ મોટી સંખ્યામાં ફેંસ આવ્યા છે. શિકાગોથી આવેલા દર્શકોના ગ્રુપે તમામ વર્લ્ડકપની મેચ અત્યાર સુધી જોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યુ, ભારત-પાકિસ્તાનની મેચ પ્રિ દિવાળી હતી અને આજે મોટી દિવાળી છે. 10 વાગે તમામ ભારતીયોને ફટાકડા ફોડવા NRI નાગરિકોનું આહવાન કર્યુ.
ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈસીસી વન ડે વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ રમાશે. ઐતિહાસિક મેચના સાક્ષી બનવા વહેલી સવારથી અનેક દર્શકો સ્ટેડિયમ પહોંચી ગયા છે. બૉલીવુડ કિંગ શાહરુખ ખાન, અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પદુકોણ મેચ જોવા આવશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચને લઈ પ્રયાગરાજમાં 2100 દીવાઓ સાથે વિજયની પ્રાર્થના કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ ટીમની જીત માટે મહિલાઓએ પ્રાર્થના કરી છે.
ICC વર્લ્ડ કપ ફાઇનલ પહેલા, ભારતીય અભિનેતા અનુપમ ખેર કહે છે, "આજે ભારત vs ઓસ્ટ્રેલિયા ફાઇનલ છે... ભારતની જીત આખી દુનિયામાં સાંભળવામાં આવશે... આપણે 100% જીતીશું."
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ ફાઈનલ રમાશે. ફાઈનલ મુકાબલો નીહાળવા બાળકો સાથે પરિવાર આવ્યા છે. વર્લ્ડકપની મેચે પિતા-પુત્રને ભેગા કર્યા છે. છત્તીસગઢથી પિતા તો પુનાથી પુત્ર આવ્યો છે. પરિવારના સભ્યો અમદાવાદના સ્ટેડિયમમાં એકઠા થયા છે.
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે આપણી ટીમ ફાઈનલમાં સારું પ્રદર્શન કરશે, 'ફાઈનલમાં આવવું એ મોટી વાત છે. મને ખાતરી છે કે આપણે સારું રમીશું અને જીતીશું. મારા તરફથી, હું ભારતીય ટીમને શુભકામનાઓ વ્યક્ત કરું છું.
વર્લ્ડ કપ ફાઇનલ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર દર્શકોમાં ભારે ઉત્સાહ છે. દેશની રાજધાની દિલ્હીથી આવેલા દર્શકોએ ભારતીય ટીમની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સ્ટેડિયમ બહાર "ભારત માતાકી જય" અને "ઇન્ડિયા ઇન્ડિયા"ના નારા દર્શકો લગાવી રહ્યા છે. લોકોએ ચેહરા પર ત્રિરંગો દોરાવ્યો તો ઘણા લોકો ત્રિરંગા કલરની પાઘડી સાથે પ્રવેશ માટે કતારમાં જોવા મળ્યા.
વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતીય ટીમની જીત બદલ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કરવામાં આવી હતી. મહાકાલ મંદિરના પૂજારી મહેશ શર્માએ કહ્યું, 'આજે અમે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપની ફાઈનલ મેચ માટે પ્રાર્થના કરી હતી. અમે ઇચ્છીએ છીએ કે ભારત રમતગમતના ક્ષેત્ર સહિત દરેક ક્ષેત્રમાં વિશ્વ અગ્રેસર બને. અમને આશા છે કે ભારત આજની અંતિમ મેચ જીતશે.
ફાઈનલ મેચને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ આપવાનો શરૂ કરવામાં આવ્યો છે. હૈદરાબાદ, રાજસ્થાન કર્ણાટક સહિતના રાજ્યોમાંથી આવેલા પ્રેક્ષકોમાં જબરદસ્ત ઉત્સાહ છે. મોહમદ શામી,મોહમદ સીરાજ અને રોહિત શર્મા ઉપર દર્શકો આફરીન છે. ટીમમાં કોઈ પણ રમે બસ વર્લ્ડકપ ભારતમાં આવવો જોઈએ તેવી ચાહકો આશા રાખી રહ્યા છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 11 કલાકે દર્શકોને પ્રવેશ અપાશે. 12.30 કલાકે ક્લોઝિંગ સેરેમની યોજાય તે અગાઉ પ્રવેશ આપવામાં આવશે. જનપથ ટી સર્કલ ખાતે 9.30 કલાકે બેરીકેટિંગ કરી રોડ બંધ કરાશે, આસપાસના 16 પ્લોટ પાર્કિંગ માટે ફાળવવામાં આવ્યા છે. સ્ટેડિયમની 500 મીટરના વિસ્તારમાં સીસીટીવી નેટવર્ક ગોઠવવામાં આવ્યા છે. એક્સ્ટ્રા સીસીટીવી કેમેરા વડે શહેર પોલીસ દર્શકો અને ગતિવિધિઓ ઉપર નજર રાખશે.
ક્રિકેટનો ભગવાન ગણાતો પૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર મહા મુકાબલો નીહાળવા અમદાવાદ આવી પહોંચ્યો છે. એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું, હું અહીં મારી શુભકામનાઓ આપવા આવ્યો છું. આશા છે કે આજે આપણે ટ્રોફી ઉપાડીશું. બધા આ દિવસની રાહ જોઈ રહ્યા હતા.
ટીમ ઈન્ડિયા પાસે ઓસ્ટ્રેલિયા સામે 20 વર્ષ જૂની હારનો બદલો લેવાની તક છે. વર્લ્ડ કપ 2003ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું. હવે રોહિત શર્મા સૌરવ ગાંગુલીના સુકાની ટીમ ઈન્ડિયાની હારનો બદલો લઈ શકે છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ફાઈનલ મેચને લઈ મુંબઈના થાણેથી ક્રિકેટ રસિકો બસ ભરીને આવ્યા છે. ટિકિટ ના મળતા સ્ટેડિયમ બહાર મેચ નિહાળશે અને ભારતીય ટીમનો ઉત્સાહ વધારશે. 32 ક્રિકેટ ફેન્સ ખાનગી લકઝરી કરીને અમદાવાદ આવ્યા છે.
વિશ્વ કપ ફીવર સાળંગપુર ખાતે જોવા મળ્યો છે. કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને વિશ્વ કપના અનોખા શણગાર કરાયો છે. શણગાર દર્શન ફરતે તિરંગો લગાવી ભારતની ફાઈનલમાં વિજય અંગે પ્રાર્થના કરવામાં આવી, તો મંદિરના મુખ્ય ગૃહમાં વર્લ્ડ કપ 2023 નું બેનર લગાવાયું છે. હાલ ચાલી રહેલ શતામૃત મહોત્સવને લઈ હજારો ભાવિકો દર્શને ઉમટી પડ્યા છે.
વડોદરામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી આઈસીસી વર્લ્ડકપ ક્રિકેટની ફાઈનલ મેચ નીહાળવા શહેરની 1500 સોસાયટીમાં મોટા સ્કીનની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત શહેરના 5 મલ્ટિપ્લેક્સમાં મેચની સ્ક્રીનિંગનું આયોજન કરાયું છે. કોર્પોરેશન દ્વારા સયાજી બાગ અને અકોટા સ્ટેડિયમ ખાતે મોટા સ્ક્રીન મૂકવામાં આવશે. જ્યાં મેયર, ડે. મેયર સ્થાયી સમિતિ અધ્યક્ષ, મ્યુનિ કમિશનર સહિત પદાધિકારીઓ હાજર રહેશે. ક્રિકેટ મેચને લઈને ચાર દરવાજા વિસ્તારમાં પોલીસ સુરક્ષા ગોઠવાઇ છે.
દાહોદમાં ક્રિકેટ કીટના શણગાર સાથે મંદિરમાં વર્લ્ડ કપ માટે પ્રાર્થના થઈ હતી. લીમડીના કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે રાત્રિ દરમિયાન શણગાર કરાયો હતો. મંદિરમાં બેટ, સ્ટમ્પ, હેલ્મેટ, વર્લ્ડ કપ અને ક્રિકેટરના ફોટો સાથે મંદિરમાં શણગાર કરાયો હતો. મંદિરમાં શણગાર કરી ભારતની જીત માટે પ્રાર્થના કરી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC વર્લ્ડ કપ ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને ખુશ કરવા માટે એક કલાકારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માનું 8 ફૂટ ઊંચું પોટ્રેટ બનાવ્યું. ઉત્તર પ્રદેશના અમરોહાના કલાકાર ઝુહૈબ કહે છે, "આજે વર્લ્ડ કપ ફાઈનલ મેચ છે. અમને આશા છે કે ભારત જીતશે.પોટ્રેટમાં મેં રોહિત શર્માને વર્લ્ડ કપ સાથે બતાવ્યો છે.
ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈસીસી વન ડે વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ રમાશે. ઐતિહાસિક મેચના સાક્ષી બનવા વહેલી સવારથી અનેક દર્શકો સ્ટેડિયમ પહોંચી ગયા છે. દુર દુરના પ્રદેશોના દર્શકો અને ટીમ ઈન્ડિયાના સમર્થકોથી સાબરમતી અને મોટેરા વિસ્તારમાં જ્યાં નજર પડે ત્યાં દુર દુર સુધી બ્લ્યુ રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે.
ભારત આમ જુઓ તો વર્લ્ડ કપની ફાઈનલમાં જ 12 વર્ષ પછી પ્રવેશ્યું છે. 2011ના વર્લ્ડ કપમાં ભારતે ફાઇનલમાં શ્રીલંકાને પરાજય આપી વર્લ્ડ કપ જીત્યો હતો. તે અગાઉ છેક 2003માં ભારત ફાઈનલમાં પ્રવેશ્યું હતું પણ જોગાનુજોગ ઓસ્ટ્રેલિયા સામે જ હાર્યું હતું. હવે ભારતને બદલો લેવાની તક છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC વર્લ્ડ કપ ફાઈનલ પહેલા અભિનેત્રી ઉર્વશી રૌતેલા કહે છે, હું ખૂબ જ ઉત્સાહિત છું. મને ખાતરી છે કે ભારત ટ્રોફી જીતશે.
- PM, ગૃહમંત્રી અમિત શાહ, ઓસ્ટ્રેલિયા ડે.PM આવશે
- 8 રાજ્યના મુખ્યમંત્રી પણ આવશે ફાઈનલ મેચ જોવા
- ફિલ્મ કલાકારો અને ઉદ્યોગકારો પણ આવશે મેચ જોવા
- કેંદ્રીય મંત્રી અનુરાગ ઠાકુર આવશે મેચ જોવા
- કેંદ્રીય મંત્રી જ્યોતિઆદિત્ય સિંધિયા આવશે મેચ જોવા
- RBI ગવર્નર, અમેરિકન એમ્બેસેડર આવશે મેચ જોવા
- આસામ અને મેઘાલયના મુખ્યમંત્રી આવશે મેચ જોવા
- UAEના એમ્બેસેડર, ઓસ્ટ્રેલિયન ડિફેંસ મિનિસ્ટર આવશે
- સિંગાપોર મિનિસ્ટર ઓફ હોમ અફેર્સ કે સંગુમમ આવશે
- તામિલનાડુના યુટી વેલ્ફેર સ્પોટર્સ મંત્રી ઉદયનિધિ આવશે
- 100થી વધુ VVIP ફાઈનલ મેચ જોવા માટે આવશે
ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈસીસી વન ડે વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ રમાશે. ફાઈનલ જોવા ગુજરાત ઘેલું બન્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં થિયેટર અને કેફેમાં લાઈવ સ્ક્રિનિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
બ્રેકગ્રાઉન્ડ
ICC World Cup 2023 Final: વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે બપોરે રમાશે. ફાઈનલ મેચમાં ભારતીય ટીમને પાંચ વખતની વર્લ્ડ કપ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના પડકારનો સામનો કરવો પડશે. ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપની તમામ મેચ જીતીને ફાઇનલમાં પહોંચી ગઈ છે, તો ઓસ્ટ્રેલિયા પ્રથમ બે મેચ હાર્યા બાદ સતત 8 મેચ જીતીને ચેમ્પિયન બનવાના અંતિમ તબક્કામાં આવી ગયું છે. બંને ટીમો બરાબરી પર છે અને મેચ ખૂબ જ રોમાંચક બને તેવી શક્યતા છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે રમાનારી વર્લ્ડ કપની ફાઇનલ મેચને લીધે ટ્રાફિકની અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસે સવારે 11 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ સુધી જતાં મુખ્ય ગેટ તથા કૃપા રેસિડેન્સીથી મોટેરા સુધીનો રોડ વાહન વ્યવહાર માટે બંધ કરાશે. લોકો તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તા સહિતનો વૈકલ્પિક રૂટ લઈ શકશે.
સ્ટેડિયમથી 300 મીટરથી માંડી 2.5 કિમી સુધી 15 પાર્કિંગ પ્લોટ છે. શો માય પાર્કિંગ એપ પરથી બુકિંગ કરાવવાનું રહેશે. મેચના દિવસે સ્ટેડિયમની આજુબાજુ વાહન પાર્ક થશે તો પોલીસ ટો કરી જશે. બંને ક્રિકેટ ટીમને હોટેલથી સ્ટેડિયમ સુધી આવતા અને જતા બંને સમય 3 પોલીસ વાન એસ્કોર્ટ આપશે. આ ઉપરાંત વીવીઆઈપી માટે પણ 2 પોલીસવાન એસ્કોર્ટ માટે રાખવામાં આવી છે.
ભારતના બેટ્સમેન કોહલી, રોહિત શર્મા, ગીલ, શ્રેયસ ઐયર અને કે.એલ. રાહુલ તમામ ફોર્મમાં છે. જ્યારે ભારતે તેના ક્રિકેટ ઈતિહાસમાં આ હદે ઘાતક અને સમતોલ બોલિંગ નથી જોઈ તેમ વિવેચકો કહે છે. એક પછી એક તરખાટ મચાવતા વિજયી બોલિંગ દેખાવ કર્યો છે. હરિફ ટીમ તેની બોલિંગમાં પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ જાય છે. બુમરાહ અને સિરાજ કંઈક વિશેષ કારનામા બતાવે તે પહેલાં જ શમીએ સપાટો બોલાવી દીધો હોય છે.
સ્પિન ડિપાર્ટમેન્ટમાં કુલદિપ યાદવ બેટ્સમેન હેરત પામી જાય તેમ વિકેટ ઝડપે છે. જ્યારે રવીન્દ્ર જાડેજા હંમેશા ગેમ ચેન્જર ઓલરાઉન્ડર પૂરવાર થયો છે. પુરી ૫૦ ઓવર આમ હરિફ ટીમનો શ્વાસ અધ્ધર જ રહે છે.
આઇસીસી વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનનારી ટીમને રોકડ ઈનામ તરીકે કુલ મળીને આશરે ૩૩.૩ કરોડથી પણ વધુ રૂપિયા મળશે. આઇસીસીની જાહેરાત અનુસાર ચેમ્પિયન ટીમને કુલ મળીને ૪૦ લાખ ડોલર આપવામાં આવશે. જ્યારે રનરઅપ ટીમને અંદાજે ૧૬.૭ કરોડ રૂપિયા જેટલી રકમ મળશે. જે અમેરિકન ડોલરમાં ૨૦ લાખ છે. વર્લ્ડ કપની કુલ ઈનામી રકમ એક કરોડ ડોલર એટલે કે આશરે રૂપિયા ૮૩.૨૯ કરોડ છે. સેમિ ફાઈનલમાં હારીને બહાર ફેંકાયેલી ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાની ટીમને ૮-૮ લાખ અમેરિકન ડોલર એટલે કે રૂપિયા ૬.૬૬ કરોડ આપવામાં આવશે. ગૂ્રપ સ્ટેજમાં હારીને બહાર ફેકાયેલી ટીમોને પણ ૧-૧ લાખ અમેરિકન ડોલર એટલે કે આશરે ૮૩.૨૯ લાખ રૂપિયા ચૂકવવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -