ઈન્દોર ટેસ્ટમાં બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ દાવમાં 197 રન બનાવ્યા હતા. આ રીતે તેને ભારત સામે 88 રનની લીડ મળી હતી. ભારતે તેના પ્રથમ દાવમાં માત્ર 109 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગની ખાસ વાત એ હતી કે બીજા દિવસે તેણે માત્ર 11 રનમાં પોતાની 6 વિકેટ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલા દિવસે 4 વિકેટે 156 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાએ પહેલા દિવસે 4 વિકેટે 156 રન બનાવ્યા હતા. બીજા દિવસે હેન્ડ્સકોમ્બ અને કેમરૂન ગ્રીને સારી શરૂઆત કરી હતી. જોકે તેમની ભાગીદારી તૂટી ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ ઝડપથી વિકેટ ગુમાવી હતી.

બીજા દિવસે અશ્વિન-ઉમેશે 3-3 વિકેટ લીધી

પહેલા દિવસે રવિન્દ્ર જાડેજાએ એકલાએ ઓસ્ટ્રેલિયાની 4 વિકેટ ઝડપી હતી તો બીજા દિવસે અશ્વિન અને ઉમેશ યાદવે મળીને ઓસ્ટ્રેલિયાને ઓલઆઉટ કર્યું હતું. બંન્નેએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. પહેલા અશ્વિને પીટર હેન્ડ્સકોમ્બને, પછી ઉમેશ યાદવે કેમરૂન ગ્રીનને એલબીડબલ્યૂ આઉટ કર્યો હતો. ઉમેશ યાદવે મિચેલ સ્ટાર્કને બોલ્ડ કર્યો હતો. આ પછી ટોડ મર્ફીને ઉમેશ યાદવ અને નાથન લિયોનને અશ્વિને ક્લીન બોલ્ડ કર્યા હતા.

ભારતની પ્રથમ ઇનિંગની વાત કરીએ તો....
ટીમ ઇન્ડિયાએ ટૉસ જીતને ઇન્દોર ટેસ્ટમાં પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો, જેમાં ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી, આ વખતે ટીમમાં ઓપનર તરીકે કેએલ રાહુલની જગ્યાએ શુભમન ગીલને ઉતારવામાં આવ્યો હતો, ગીલ અને રોહિતે ઓપનિંગ કરી હતી. ભારત તરફથી સૌથી વધુ રન વિરાટ કોહલીએ 22 રન અને શુભમન ગીલે 21 રન બનાવ્યા હતા.

આ સિવાય ઇન્દોરની પીચ પર કોઇપણ ભારતીય બેટ્સમેન ટકી શક્યો નહતો. કેપ્ટન રોહિત શર્મા 12 રન, શ્રીકર ભરત 17 રન, ઉમેશ યાદવ 17 અને અક્ષર પટેલે 12 રનોની ઇનિંગ રમી હતી. ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 33.2 ઓવર રમીને માત્ર 109 રનોમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.