Mumbai Indians Women: વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પહેલી સિઝન 4 માર્ચે ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચથી શરૂ થશે. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સની મહિલા ટીમે પણ પોતાની ટીમના કેપ્ટનના નામની જાહેરાત કરી હતી અને તેની જવાબદારી હરમનપ્રીત કૌરને સોંપી હતી. ઉલ્લેખનીય હરાજી દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીએ હરમનપ્રીત કૌરને પોતાની ટીમમાં સામેલ કરવા માટે 1 કરોડ 80 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.


જો આપણે T20 ફોર્મેટમાં હરમનપ્રીત કૌરના રેકોર્ડ પર નજર કરીએ તો તે હાલમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન છે અને તે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી પણ છે. હરમનપ્રીત કૌરે તાજેતરમાં સમાપ્ત થયેલા મહિલા T20 વર્લ્ડ કપ દરમિયાન તેની 150મી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, ત્યાર બાદ તે આ માઈલસ્ટોન સુધી પહોંચનાર પુરૂષ અને મહિલા ક્રિકેટમાં પણ પ્રથમ ખેલાડી બની હતી.


આ ફ્રેન્ચાઈઝીની માલિક હરમનપ્રીત કૌરને કેપ્ટન બનાવવાના પ્રસંગે નીતા અંબાણીએ કહ્યું હતું કે, અમે હરમનપ્રીતને મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કેપ્ટન બનાવીને ખૂબ જ ખુશ છીએ. રાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કરતી વખતે હરમનપ્રીત કૌરે ટીમને ઘણી રોમાંચક જીત અપાવી છે. મને ખાતરી છે કે, શાર્લોટ અને ઝુલનના સમર્થનથી અમારી ટીમ પણ મેદાન પર વધુ સારું રમી શકશે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં નતાલી સિવર અને હેલી મેથ્યુસ જેવા મજબૂત ખેલાડીઓ પણ છે.


WPL 2023 સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની મહિલા ટીમ વિશે વાત કરીએ તો કેપ્ટન હરમનપ્રીત કૌર ઉપરાત અમનજોત કૌર, પૂજા વસ્ત્રાકર અને યાસ્તિકા ભાટિયા જેવી મહત્વપૂર્ણ ભારતીય ખેલાડીઓ તેમાં હાજર છે. આ સિવાય ટીમમાં નતાલી સિવર બ્રન્ટ, હેલી મેથ્યુસ અને એમેલિયા કેર વિદેશી સ્ટાર તરીકે હશે.


મુંબઈ ઈન્ડિયાની મહિલા ટીમ તેની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ સામે 4 માર્ચે મુંબઈના DY પાટિલ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં રમવાની છે. ત્યાર બાદ ટીમ સિઝનમાં તેની બીજી મેચ 6 માર્ચે RCB મહિલા ટીમ સામે રમશે જેનું નેતૃત્વ સ્મૃતિ મંધાના કરી રહી છે.


Harmanpreet Kaur Half Century: સેમિ ફાઇનલમાં કેપ્ટન કૌરનો કેર, ફટકારી આક્રમક ફિફ્ટી


ભારતીય મહિલા ટીમ અત્યારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આઇસીસી ટી20 વર્લ્ડકપ 2023ની પ્રથમ સેમિ ફાઇનલ મેચ રમી રહી છે. મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી મળેલા 173 રનોના ટાર્ગેટને પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત નબળી રહી હતી, પરંતુ બાદમા કેપ્ટન હરમનપ્રીત કૌરે શાનદાર બેટિંગનુ પ્રદર્શન કર્યુ હતુ. કેપ્ટન હરમન પ્રીત કૌરે શાનદાર ફિફ્ટી ફટકારીને કાંગારુઓની જીવ અધ્ધર કરી દીધા હતા.


કેપ્ટન હરમનપ્રીત કૌરની શાનદાર ફિફ્ટી 


કેપ્ટન હરમન પ્રીત કૌરે સેમિ ફાઇનલ મેચમાં આક્રમક બેટિંગ કરી, હરમને માત્ર 32 બૉલનો સામનો કરતા ફિફ્ટી ફટકારી હતી, હરમને ઇનિંગમાં કુલ 34 બૉલ રમ્યા હતા જેમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 52 રન બનાવ્યા હતા, બાદમાં એશ્લે ગાર્ડનરના એક થ્રૉથી રનઆઉટ થઇને પેવેલિયન ભેગુ થવુ પડ્યુ હતુ.