IND vs AUS 4th Test Day 2 Stumps:  બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ (MCG) ખાતે 26 ડિસેમ્બરે શરૂ થઈ હતી. આજે મેચનો બીજો દિવસ છે. ભારતીય ટીમનો સ્કોર સ્ટમ્પ સુધી 164/5 (46 ઓવર) છે.


 






આ મેચની પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 474 રન પર જ સિમિત રહી હતી. સ્ટીવ સ્મિથે 140 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે જસપ્રીત બુમરાહે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. ભારત તરફથી રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ મેચની શરૂઆત કરવા આવ્યા હતા. પરંતુ રોહિત શર્મા દિવસની બીજી ઓવરમાં કાંગારૂ કેપ્ટન પેટ કમિન્સના બોલ પર આઉટ થઈ ગયો હતો. જ્યારે કેએલ રાહુલ યોગ્ય લયમાં હોય તેવું લાગતું હતું પરંતુ તે પણ પેટ કમિન્સના બોલ પર બોલ્ડ થયો હતો.


આ પછી કોહલી અને યશસ્વીએ મળીને 102 રનની ભાગીદારી કરી હતી. પરંતુ તે પછી યશસ્વી જયસ્વાલ ઝડપી રન  લેવાનો પ્રયાસ કરતી વખતે 82 રને આઉટ થયો હતો. આ પછી સ્કોરબોર્ડમાં વધુ એક રન ઉમેરાયો જ્યારે સ્કોટ બોલેન્ડે પીચ પર સેટલ થયેલા વિરાટ કોહલીને એલેક્સ કેરીના હાથે વિકેટ પાછળ કેચ આઉટ કરાવ્યો. ત્યારબાદ નાઈટ વોચમેન આકાશ દીપ (0) આઉટ થયો હતો. આ રીતે યશસ્વી, કોહલી અને આકાશ દીપની વિકેટ 6 રનમાં જ પડી ગઈ હતી. 


ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ


ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન ટેસ્ટના પ્રથમ દાવમાં 470 રન બનાવ્યા છે. બીજા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમે 311ના સ્કોરથી પોતાની ઇનિંગ આગળ ધપાવવાની શરૂઆત કરી હતી અને સ્ટીવ સ્મિથની સદીની મદદથી કાંગારૂ ટીમ છેલ્લી 4 વિકેટે 159 રન જોડવામાં સફળ રહી હતી. બોક્સિંગ ડે ટેસ્ટમાં બીજા દિવસે ફાસ્ટ બોલિંગ કોઈ ધાર બતાવી શકી ન હતી, પરંતુ રવીન્દ્ર જાડેજાએ પીચનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો હતો અને દાવમાં કુલ 3 વિકેટ ઝડપી હતી.


પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટ ગુમાવીને 311 રન બનાવ્યા હતા. સ્ટીવ સ્મિથ અને કેપ્ટન પેટ કમિન્સે સાથે મળીને ઇનિંગ્સને આગળ ધપાવી હતી અને સાતમી વિકેટ માટે 112 રનની સદીની ભાગીદારી નોંધાવી હતી. 


પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટ ગુમાવીને 311 રન બનાવ્યા હતા. સ્ટીવ સ્મિથ અને કેપ્ટન પેટ કમિન્સે સાથે મળીને ઇનિંગ્સને આગળ ધપાવી હતી અને સાતમી વિકેટ માટે 112 રનની સદીની ભાગીદારી નોંધાવી હતી. ત્યારપછી મિચેલ સ્ટાર્ક પણ લાંબા સમય સુધી ક્રિઝ પર રહ્યો અને સ્મિથ સાથે મળીને 44 રન જોડ્યા. આ પહેલા ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજા (57 રન), માર્નસ લાબુશેન (72 રન) અને સેમ કોન્સ્ટન્સ (60 રન)એ અડધી સદી ફટકારી હતી.


આ પણ વાંચો...


IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ