IND vs AUS: ભારત અને વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમી ફાઈનલ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ સતત 14મી મેચમાં ટોસ હારી છે. રોહિત શર્માએ સતત 11મી વખત ટોસમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે રોહિત શર્માએ એક શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. 

રોહિત શર્મા વનડેમાં સૌથી વધુ ટોસ હારનારા કેપ્ટનોમાં સંયુક્ત બીજા સ્થાને પહોંચી ગયો છે. રોહિત શર્માએ નેધરલેન્ડના પૂર્વ કેપ્ટન પીટર બોરેનની બરાબરી કરી લીધી છે. પીટર બોરેન પણ વનડેમાં સતત 11 ટોસ હાર્યા હતો. બ્રાયન લારાના નામે ODIમાં સતત સૌથી વધુ ટોસ હારવાનો શરમજનક રેકોર્ડ છે. લારા સતત 12 ટોસ હાર્યો હતો. 

ODIમાં કેપ્ટન દ્વારા સૌથી વધુ સતત ટોસ હારનો રેકોર્ડ 

12 - બ્રાયન લારા11 - પીટર બોરેન11 - રોહિત શર્મા

વર્લ્ડ કપ 2023ની ફાઈનલથી ભારત ટોસ હારી રહ્યું છે અને આ સિલસિલો સમાપ્ત થવાના કોઈ સંકેત દેખાતું નથી. ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પોતાની બીજી મેચમાં પાકિસ્તાન સામે ODIમાં સૌથી વધુ 12 ટોસ હારવાનો શરમજનક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા આ રેકોર્ડ નેધરલેન્ડના નામે હતો જે સતત 11 વખત ટોસ હાર્યું હતું. 

ભારતની પ્લેઈંગ ઈલેવન 

ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન: કૂપર કોનલી, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ (વિકેટ-કીપર), એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન ડ્વાર્શિસ, નાથન એલિસ, એડમ ઝમ્પા, તનવીર સંઘા.

ભારત-ઓસ્ટ્રેલિયાનો હેડ-ટૂ-હેડ રેકોર્ડ શું છે ? ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં ૧૫૧ વનડે મેચ રમાઈ છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ ૮૪ મેચ જીતી છે, જ્યારે ભારતે ૫૭ મેચ જીતી છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ODI ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા ભારતીય ટીમ સામે ટોચ પર રહ્યું છે. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો છે. અત્યાર સુધી ભારત અને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં બે વાર આમને-સામને થયા છે. ભારતીય ટીમે બંને વખત ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. વળી, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. 

IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ પ્લેઈંગ ઈલેવનમાં કર્યા બે મોટા ફેરફાર, જુઓ ભારતીય ટીમ