India v Australia ODI Series 2023: ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં સમાપ્ત થયેલ ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયા આ શ્રેણી 2-1થી જીતવામાં સફળ રહી હતી. ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાની નજર વનડે શ્રેણી પર છે. બંને દેશો વચ્ચે 17 માર્ચથી વનડે શ્રેણી શરૂ થશે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને વનડે શ્રેણીમાં પણ હરાવવાનો પ્રયાસ કરશે. કાંગારૂઓ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતે જે રીતે પ્રદર્શન કર્યું તે જોતા વનડેમાં ઓસ્ટ્રેલિયાનો રસ્તો આસાન નહીં હોય.
આ શ્રેણી 17 માર્ચથી શરૂ થશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચથી રમાનારી ત્રણ વનડે મેચોની શરૂઆત થશે. શ્રેણીની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જ્યારે વનડે શ્રેણીની બીજી મેચ 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં રમાશે. અને ત્રીજી અને અંતિમ મેચ 22 માર્ચે ચેન્નઈમાં રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી તમામ ODI મેચો ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી તમામ ODI મેચોના રેકોર્ડ પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયા પર કાંગારૂઓ ભારે છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં 143 મેચ રમાઈ છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ 80 મેચ જીતી છે અને ભારતે 53 મેચ જીતી છે. જ્યારે 10 ODI મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી.
ભારતની વનડે ટીમઃ
રોહિત શર્મા (કેપ્ટન), યુઝવેન્દ્ર ચહલ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, વિરાટ કોહલી, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક, જયદેવ ઉનડકટ, વોશિંગ્ટન સુંદર, સૂર્યકુમાર યાદવ.
ઓસ્ટ્રેલિયા વનડે ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબોટ, એશ્ટન અગર, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમરૂન ગ્રીન, ટ્રેવિસ હેડ, જોસ ઈંગ્લિસ, માર્નસ લાબુશેન, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્ક સ્ટોઈનિસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.
Watch: મેચ બાદ કોહલીએ જીત્યું ઓસ્ટ્રેલિયન ફેન્સનું દિલ, ઉસ્માન ખ્વાજાને ગિફ્ટમાં આપી જર્સી
Virat Kohli Gift Jersey To Usman Khawaja Video: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી અને છેલ્લી ટેસ્ટ રમાઈ હતી. આ મેચ ડ્રો રહી હતી. આ મેચમાં બંને ટીમો તરફથી શાનદાર બેટિંગ જોવા મળી હતી. ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ઉસ્માન ખ્વાજા માટે આ મેચ ખૂબ જ ખાસ હતી. બંનેએ શાનદાર સદીની ઇનિંગ્સ રમી હતી. મેચ બાદ બંને વચ્ચે શાનદાર મિત્રતા જોવા મળી હતી. કોહલીએ તેની જર્સી ઉસ્માન ખ્વાજાને ભેટમાં આપી હતી