ન્યૂઝીલેન્ડે શ્રીલંકા સામે રમાનારી ODI શ્રેણી માટે તેની વન-ડે ટીમની જાહેરાત કરી છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી 16 સભ્યોની ટીમમાં બે અનકેપ્ડ ખેલાડીઓને સ્થાન મળ્યું છે. કેટલાક ખેલાડીઓ ODI શ્રેણીની તમામ મેચો રમવા માટે ઉપલબ્ધ રહેશે નહીં. આ સિવાય કેન વિલિયમ્સન અને ટિમ સાઉથી સહિત કેટલાક વરિષ્ઠ ખેલાડીઓને બીજી ટેસ્ટ બાદ રિલીઝ કરવામાં આવશે. આઈપીએલના કારણે આ ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં ટોમ લાથમ કેપ્ટન રહેશે.






ન્યૂઝીલેન્ડના નિયમિત ODI કેપ્ટન કેન વિલિયમસન, ટિમ સાઉથી, ડેવોન કોનવેને હાલમાં શ્રીલંકા સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણી બાદ પડતા મુકવામાં આવશે. વિલિયમ્સન IPLની ટીમ ગુજરાત ટાઇટન્સનો ભાગ છે. જ્યારે ટિમ સાઉથી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં સામેલ છે. જ્યારે ડેવોન કોનવે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમે છે. CSKનો મિશેલ સેન્ટનર પણ શ્રીલંકા સામેની વનડે શ્રેણીનો ભાગ નહીં હોય. આ તમામ ખેલાડીઓ IPLમાં સામેલ થવા માટે ટૂંક સમયમાં ભારત રવાના થશે.


બે અનકેપ્ડ ખેલાડીઓનો સમાવેશ થાય છે


શ્રીલંકા સામે જાહેર કરાયેલી ન્યૂઝીલેન્ડની 16 સભ્યોની ટીમમાં બે અનકેપ્ડ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્ટરબરીના ક્રિકેટર ચાડ બોવેસ અને ઓકલેન્ડના બેન લિસ્ટરને ટીમમાં સ્થાન મળ્યું છે. લિસ્ટરે ગયા મહિને ભારત સામે રમાયેલી T20 શ્રેણીમાં ડેબ્યૂ કર્યું હતું. જ્યારે બોવેસને પ્રથમ વખત ન્યૂઝીલેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બોવેસ આ સિઝનમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવામાં સફળ રહ્યો હતો. તેણે આ સિઝનમાં કેન્ટરબરી માટે સૌથી વધુ 373 રન બનાવ્યા છે. જ્યારે ટી20 મેચમાં તેણે 359 રન ફટકાર્યા હતા.


શ્રીલંકા સામે ન્યૂઝીલેન્ડની વન-ડે ટીમ


ટોમ લાથમ (કેપ્ટન), ફિન એલન (વન-ડે-એક) , ટોમ બ્લંડેલ, ચાડ બોવેસ,  માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન (ODI 2 અને 3), લોકી ફર્ગ્યુસન (ODI 1), મેટ હેનરી, બેન લિસ્ટર (ODI એક અને બે), ડિરેલ મિશેલ, હેનરી નિકોલ્સ (ODI 2 અને 3), ગ્લેન ફિલિપ્સ (ODI 1), હેનરી શિપલી, ઈશ સોઢી, બ્લેયર ટિકનર, વિલ યંગ.


SL Vs NZ: ભારતનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પહોંચવાનું નક્કી થઈ ગયું છે. ન્યુઝીલેન્ડે દિલધડક મેચમાં શ્રીલંકાને 2 વિકેટથી હાર આપી હતી. અંતિમ બોલ સુધી ટેસ્ટ મેચ રમાઈ હતી. શ્રીલંકાએ મેચ જીતવા 70 ઓવરમાં આપેલા 285 રનના ટાર્ગેટને ન્યુઝીલેન્ડે 8 વિકેટ ગુમાવી હાંસલ કર્યો હતો. કેન વિલિયમસને અણનમ 121 રન બનાવ્યા હતા. જ્યારે ડેરેલ મિચેલ વન ડે સ્ટાઇલ બેટિંગ કરતાં 86 બોલમાં 81 રનની ઈનિંગ રમી હતી