India vs Australia: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ આજે (3 જાન્યુઆરી) સિડનીમાં છે. આ મેચમાં ભારતીય ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહી છે. ભારતનો સ્કોર 35 રનની આસપાસ છે અને બે વિકેટ પડી છે. શુભમન ગિલ અને વિરાટ કોહલી ક્રિઝ પર છે. આ મેચમાં જસપ્રીત બુમરાહ ભારતની કેપ્ટનશીપ કરી રહ્યો છે. રોહિત શર્માએ આ મેચમાં નહીં રમવાનો નિર્ણય લીધો છે.






ભારતે પર્થમાં પ્રથમ ટેસ્ટ મેચ 295 રને જીતી લીધી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ એડિલેડ ટેસ્ટ 10 વિકેટે જીતી હતી. આ પછી બ્રિસબેન ટેસ્ટ ડ્રો રહી હતી. ઓસ્ટ્રેલિયાએ મેલબોર્નમાં 184 રનથી શાનદાર જીત નોંધાવી હતી. આ રીતે તે હાલમાં શ્રેણીમાં 2-1થી આગળ છે.


ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ભારતીય ટીમને પહેલો ફટકો કેએલ રાહુલ (4)ના રૂપમાં લાગ્યો હતો, જે મિશેલ સ્ટાર્કની ઓવરમાં સેમ કોન્સ્ટાસના હાથે કેચ આઉટ થયો હતો. ત્યારબાદ બીજો ઓપનર યશસ્વી જયસ્વાલ (10) પણ સ્કોટ બોલેન્ડનો શિકાર બન્યો હતો.


રોહિત-આકાશ દીપ પણ આઉટ, ક્રિષ્ના-ગિલની એન્ટ્રી


રોહિત શર્માએ પોતાને આ મેચમાંથી બહાર રાખવાનો નિર્ણય લીધો હતો. રોહિતની જગ્યાએ શુભમન ગિલને તક મળી છે. આ સિવાય ફાસ્ટ બોલર આકાશ દીપ કમરના દુખાવાના કારણે આ મેચમાંથી બહાર રહ્યો હતો. પોતાની ત્રીજી ટેસ્ટ રમી રહેલા પ્રસિદ્ધ કૃષ્ણાને આકાશની જગ્યાએ તક મળી છે.


ઓસ્ટ્રેલિયા માટે 31 વર્ષીય ખેલાડીનું ડેબ્યુ


સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી અંતિમ ટેસ્ટ મેચ માટે મિશેલ માર્શને પડતો મૂકીને બ્યૂ વેબસ્ટરને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્શે આ સીરિઝમાં 10.42ની એવરેજથી 73 રન બનાવ્યા હતા. 31 વર્ષીય વેબસ્ટરે માર્ચ 2022થી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 57.10ની એવરેજથી રન કર્યા છે. જ્યારે 31.70ની એવરેજથી 81 વિકેટ પણ લીધી છે.                                                       


રોહિત શર્મા જતા જ આ ખેલાડી બની જશે ટીમનો કેપ્ટન, જાણો રેસમાં કોણ છે આગળ...