India vs Australia 2nd Test Delhi: દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરૂ થઇ ચૂકી છે. બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં આજે બન્ને ટીમો મેદાનમાં છે, અને ઓસ્ટ્રેલિયન ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. 


પહેલા સેશન દરમિયાને એક ફેન ભારતીય ખેલાડીઓને મળવા માટે મેદાનમાં ઘૂસી ગયો, પરંતુ સમય રહેતા સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો અને તેની ધૂલાઇ શરૂ કરી દીધી. આ દરમિયાન બાઉન્ડ્રી પર ઉભા રહેલા મોહમ્મદ શમીએ ગાર્ડને આવા કરતા રોક્યા અને ફેનને છોડાવ્યો હતો. 


ઓસ્ટ્રેલિયન ટીમે આ ટેસ્ટ મેચમાં માત્ર એક જ ફાસ્ટ બૉલર અને ત્રણ મુખ્ય સ્પિન બૉલરો સાથે મેદાનમાં ઉતરી છે. ટીમ તરફથી ડાબોડી સ્પિન બૉલર મેથ્યૂ હુહનેમેન ડેબ્યૂ કરી રહ્યો છે. આ ઉપરાંત કાંગારુ ટીમે નાગપુર ટેસ્ટ મેચમાં બેટથી કોઇ ખાસ પ્રદર્શન ન હતુ કર્યુ. કાંગારુ ટીમે મેથ્યૂ રેનેશૉની જગ્યાએ ટ્રેવિસ હેડને ટીમમાં સામેલ કર્યો છે. 


ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં અશ્વિન - જાડેજાએ બનાવ્યો આ રેકોર્ડ


Jadeja – Ashwin Record:  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ આજે દિલ્હીમાં રમાઈ રહી છે. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ 188 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી છે. આ દરમિયાન અશ્વિન અને જાડેજાએ કમાલ કર્યો છે.


જાડેજાએ શું કર્યો કમાલ


જાડેજાએ આજે ઓસ્ટ્રેલિયન ઓપનર ઉસ્માન ખ્વાજાને 81 રન પર આઉટ કરવાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં 250મી વિકેટ ઝડપી હતી. તે ભારત તરફથી ટેસ્ટમાં સૌથી ઝડપી 250 વિકેટ અને 2500 રન બનાવનારો પ્રથમ ભારતીય અને વિશ્વનો બીજો ક્રિકેટર બન્યો હતો.


અશ્વિને શું બનાવ્યો રેકોર્ડ


અશ્વિને એલેક્સ કેરીને ખાતું પણ ખોલવા દીધું નહોતું. મેચમાં તેની આ ત્રીજી વિકેટ હતી. આ સાથે તે ઓસ્ટ્રેલિયા સામે 100 વિકેટ લેનારો બોલર બન્યો હતો.


પુજારાની 100મી ટેસ્ટ


ભારતનો અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારા ટેસ્ટ કેરિયરની 100મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે.  આ સાથે પુજારા ભારત તરફથી 100 ટેસ્ટ મેચ રમાનારો પ્રથમ ગુજરાતી ક્રિકેટર બની ગયો છે. ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ મેચ રમવામાં સચિન તેંડુલકર મોખરે છે. તેણે 200 ટેસ્ટ રમી છે.


ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ રમનારા ખેલાડી



  • સચિન તેંડુલકર, 200 ટેસ્ટ, 15921 રન

  • રાહુલ દ્રવિડ, 163 ટેસ્ટ, 13265 રન

  • વીવીએસ લક્ષ્મણ, 134 ટેસ્ટ, 8781 રન

  • અનિલ કુંબલે, 132 ટેસ્ટ

  • કિપલ દેવ, 131 ટેસ્ટ, 5248 રન

  • સુનીલ ગાવસ્કર, 125 ટેસ્ટ, 10,122 રન

  • દિલીપ વેંગસરકર, 116 ટેસ્ટ, 6868 રન

  • સૌરવ ગાંગુલી, 113 ટેસ્ટ, 7212 રન

  • વિરાટ કોહલી, 105 ટેસ્ટ, 8131 રન

  • ઈશાંત શર્મા, 105 ટેસ્ટ

  • હરભજન સિંહ, 103 ટેસ્ટ

  • વિરેન્દ્ર સહેવાગ, 103 ટેસ્ટ, 8503 રન


ગુજરાત તરફથી સૌથી વધુ ટેસ્ટ રમનારા ખેલાડી



  • ચેતેશ્વર પુજારા, 100 ટેસ્ટ

  • ઝહીર ખાન, 92 ટેસ્ટ

  • રવિન્દ્ર જાડેજા, 62 ટેસ્ટ

  • કિરણ મોરે, 49 ટેસ્ટ

  • નયન મોંગિયા, 44 ટેસ્ટ

  • રાજેશ ચૌહાણ, 40 ટેસ્ટ

  • અંશુમાન ગાયકવાડ, 40 ટેસ્ટ