IND vs AUS: વર્લ્ડ કપમાં ભારતની જીત સાથે શરુઆત, કોહલી-રાહુલની શાનદાર ઈનિંગ

World Cup 2023: આજે ભારતીય ટીમ આઇસીસી વનડે વર્લ્ડકપ 2023ના અભિયાનની શરૂઆત કરી રહ્યું છે, રોહિત શર્માની આગેવાની વાળી ભારતીય ટીમ ચેન્નાઇના મેદાનમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાઇ રહી છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 08 Oct 2023 10:01 PM
IND vs AUS Full Match Highlights: ભારતે ઓસ્ટ્રેલિયાના 6 વિકેટથી હરાવ્યું

ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની પાંચમી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલ ભારતની જીતના હીરો રહ્યા હતા. 200 રનનો બચાવ કરતી વખતે ઓસ્ટ્રેલિયાએ માત્ર બે રનમાં ભારતની ત્રણ વિકેટ પાડી દીધી હતી. ત્યારપછી એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયન બોલરો સામે શરણાગતિ સ્વીકારશે, પરંતુ કોહલી અને રાહુલે પોતાની શાનદાર બેટિંગથી મેચને  પલટી દીધી. કોહલીએ 116 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 85 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે કેએલ રાહુલ 97 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. રાહુલે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તેની સાથે હાર્દિક પંડ્યા 11 રન બનાવીને અણનમ રહ્યો હતો. 

ઓસ્ટ્રેલિયાની ટીમ 199 રન પર ઓલઆઉટ 

ઓસ્ટ્રેલિયન ટીમ ભારત સામે 49.3 ઓવરમાં 199 રનમાં સમેટાઈ ગઈ હતી. આ મેચ જીતવા માટે ભારતે 300 બૉલમાં માત્ર 200 રન બનાવવા પડશે. જોકે, પિચ પર બેટિંગ કરવી આસાન નથી. આવી સ્થિતિમાં ભારતે થોડી સાવધાની સાથે રમવું પડશે. ઓસ્ટ્રેલિયા તરફથી આ મેચમાં સ્ટીવ સ્મિથે સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. વોર્નરે પણ 41 રનની ઇનિંગ રમી હતી. અંતમાં સ્ટાર્કે 28 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહને બે-બે વિકેટ મળી હતી. સિરાજ, હાર્દિક અને અશ્વિને એક-એક વિકેટ લીધી હતી.

ઓસ્ટ્રેલિયાની નવમી વિકેટ પડી

ઓસ્ટ્રેલિયાની નવમી વિકેટ 189 રનના સ્કૉર પર પડી હતી. હાર્દિક પંડ્યાએ એડમ ઝમ્પાને વિરાટ કોહલીના હાથે કેચ કરાવ્યો હતો. ઝમ્પાએ 20 બૉલમાં છ રન બનાવ્યા હતા. હવે હેઝલવુડ સ્ટાર્ક સાથે ક્રીઝ પર છે. 49 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 9 વિકેટે 195 રન છે.

બુમરાહે કમિન્સને આઉટ કર્યો 

ઓસ્ટ્રેલિયાએ 165 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી છે. જસપ્રીત બુમરાહે પેટ કમિન્સને શ્રેયસ અય્યરના હાથે કેચ કરાવ્યો હતો. કમિન્સે 24 બૉલમાં એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 15 રન બનાવ્યા હતા. હવે સ્ટાર્ક સાથે એડમ ઝમ્પા ક્રિઝ પર છે.

ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 150 રનને પાર  

ઓસ્ટ્રેલિયાનો સ્કૉર સાત વિકેટના નુકસાન સાથે 150 રનને પાર કરી ગયો છે. પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્ક ક્રિઝ પર છે. આ બંને અંત સુધી ટકી રહેવા અને પોતાની ટીમના સ્કૉરને 200 રનની નજીક લઈ જવા ઈચ્છે છે. 40 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 156/7 છે.

ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટો ગુમાવી  

ઓસ્ટ્રેલિયાએ પણ 140 રન પર સાતમી વિકેટ ગુમાવી છે. રવિચંદ્રન અશ્વિને કેમરૂન ગ્રીનને હાર્દિક પંડ્યાના હાથે કેચ કરાવ્યો હતો. ગ્રીને 20 બૉલમાં આઠ રન બનાવ્યા હતા. હવે મિચેલ સ્ટાર્ક કેપ્ટન પેટ કમિન્સ સાથે ક્રિઝ પર છે.

ઓસ્ટ્રેલિયાની છ વિકેટો પડી 

ઓસ્ટ્રેલિયાની છઠ્ઠી વિકેટ 140 રનના સ્કૉર પર પડી હતી. ગ્લેન મેક્સવેલ 25 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો.

ઓસ્ટ્રેલિયાની છ વિકેટો પડી 

ઓસ્ટ્રેલિયાની છઠ્ઠી વિકેટ 140 રનના સ્કૉર પર પડી હતી. ગ્લેન મેક્સવેલ 25 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો.

ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ 119 રન પર પેવેલિયન ભેગી 

ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ 119 રનના સ્કૉર પર પેવેલિયન ભેગી થઇ છે. રવિન્દ્ર જાડેજાએ ત્રણ બૉલમાં બે વિકેટ ઝડપી છે. સ્ટીવ સ્મિથ બાદ તેણે આગલી ઓવરમાં લાબુશાનેને આઉટ કર્યો અને માત્ર બે બૉલ બાદ એલેક્સ કેરીને પેવેલિયન મોકલી દીધો. કેરી પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. તે વિકેટની સામે કેચ પકડ્યો હતો. હવે કેમેરોન ગ્રીન ગ્લેન મેક્સવેલ સાથે ક્રિઝ પર છે.

ભારતને ચોથી સફળતા

ભારતને માર્નસ લાબુશાનેના રૂપમાં ચોથી સફળતા મળી છે, ભારતના સ્ટાર સ્પીનર રવિન્દ્ર જાડેજાએ માર્નસ લાબુશાનેને 27 રનના અંગત સ્કૉર પર વિકેટકીપર કેએલ રાહુલને હાથમાં ઝીલાવી દીધો હતો, લાબુશાનેએ 41 બૉલમાં 1 ચોગ્ગા સાથે 27 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ 29.2 ઓવર બાદ 4 વિકેટના નુકસાને 119 રન પર પહોંચી છે, ક્રિઝ પર અત્યારે ગ્લેન મેક્સવેલ 4 રન બનાવીને રમી રહ્યો છે.

સ્ટીવ સ્મિથ ફિફ્ટી ચૂક્યો 

ઓસ્ટ્રેલિયાની ત્રીજી વિકેટ 110 રનના સ્કૉર પર પડી હતી. રવિન્દ્ર જાડેજાએ સ્ટીવ સ્મિથને ક્લીન બૉલ્ડ કર્યો હતો. સ્મિથે 71 બોલમાં 46 રન બનાવ્યા હતા. તે પોતાની અડધી સદી ચૂકી ગયો હતો. હવે ગ્લેન મેક્સવેલ માર્નસ લાબુશેન સાથે ક્રિઝ પર છે. 28 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 112/3 છે.

ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 100 રનને પાર 

ઓસ્ટ્રેલિયાનો સ્કૉર બે વિકેટના નુકસાન સાથે 100 રનને પાર કરી ગયો છે. સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશાને ક્રિઝ પર છે. બંને સારી બેટિંગ કરી રહ્યા છે અને ઓસ્ટ્રેલિયાને મોટા સ્કોર તરફ લઈ જઈ રહ્યા છે. બંને વચ્ચે સારી ભાગીદારી છે. સ્ટીવ સ્મિથ તેની અડધી સદીની નજીક પહોંચી રહ્યો છે. 27 ઓવર પછી ભારતનો સ્કૉર 110/2 છે.

ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 20 ઓવરમાં 85/2 

ઓસ્ટ્રેલિયાની ઈનિંગ્સની 20 ઓવર પૂરી થઈ ગઈ છે. તેણે બે વિકેટે 85 રન બનાવ્યા છે. સ્ટીવ સ્મિથ 36 અને માર્નસ લાબુશેન આઠ રન બનાવીને અણનમ છે. વોર્નરના આઉટ થયા બાદ કાંગારૂ ટીમની નજર મોટી ભાગીદારી પર છે. તે જ સમયે, ભારતીય ટીમ શક્ય તેટલી વહેલી તકે વધુ એક વિકેટ લઈને તેમને દબાણમાં લાવવા માંગશે.

ઓસ્ટ્રેલિયાને બીજો ઝટકો 

લેફ્ટ આર્મ સ્પિનર ​​કુલદીપ યાદવે ભારતને બીજી સફળતા અપાવી. તેણે 17મી ઓવરના ત્રીજા બોલ પર ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરને આઉટ કર્યો હતો. વોર્નરે 52 બોલમાં 41 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા ફટકાર્યા હતા. આઉટ થતા પહેલા વોર્નરે સ્ટીવ સ્મિથ સાથે બીજી વિકેટ માટે 69 રનની ભાગીદારી કરી હતી. ઓસ્ટ્રેલિયાએ 17 ઓવરમાં બે વિકેટે 74 રન બનાવ્યા છે. સ્ટીવ સ્મિથ 33 રન બનાવીને અણનમ છે.  

સ્મિથ-વોર્નર વચ્ચે અડધી સદીની ભાગીદારી

ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ છે. બંને સારી બેટિંગ કરી રહ્યા છે અને ઓસ્ટ્રેલિયાને સારા સ્કૉર તરફ લઈ જઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 14 ઓવર પછી 66/1 છે.

ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 50 રનને પાર

ઓસ્ટ્રેલિયાનો સ્કૉર એક વિકેટના નુકસાન સાથે 50 રનને પાર કરી ગયો છે. ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ ક્રિઝ પર છે. બંને વચ્ચે સારી ભાગીદારી રહી છે. આ બંને મોટી ઈનિંગ્સ રમીને ઓસ્ટ્રેલિયાને સારા સ્કોર સુધી લઈ જવા ઈચ્છશે.

પાવરપ્લેમાં ઓસ્ટ્રેલિયાએ 43 રન બનાવ્યા 

પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ પાવરપ્લેમાં એક વિકેટ ગુમાવીને 43 રન બનાવ્યા હતા. મિચેલ માર્શના વહેલા આઉટ થયા બાદ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરે ઇનિંગની કમાન સંભાળી હતી. બંને સારી બેટિંગ કરી રહ્યા છે.

ભારતીય બૉલરોએ ઓસ્ટ્રેલિયા પર બનાવ્યું દબાણ  

ભારતીય ફાસ્ટ બોલરોએ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો પર દબાણ બનાવ્યું છે. મિશેલ માર્શને શૂન્યના સ્કૉર પર આઉટ કર્યા બાદ બુમરાહ અને સિરાજની જોડીએ સ્મિથ અને વોર્નરને જકડી રાખ્યા છે. છ ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર એક વિકેટે 16 રન છે.

ભારતને પ્રથમ સફળતા, માર્શ આઉટ

ભારતીય ટીમને પ્રથમ સફળતા ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહે અપાવી છે, ઇનિંગની ત્રીજી ઓવરમાં જસપ્રીત બુમરાહે કાંગારુ ઓપનિંગ બેટ્સમેન મિશેલ માર્શને વિરાટ કોહલીના હાથમાં ઝીલાવી દીધો. મિશેલ માર્શે 6 બૉલનો સામનો કરીને શૂન્ય રન બનાવ્યો હતો, માર્શને પ્રથમ મેચમાં જ શૂન્ય રને પેવેલિયન જવુ પડ્યુ છે. 3 ઓવરના અંતે કાંગારુ ટીમનો સ્કૉર એક વિકેટના નુકસાને 6 રન પર પહોંચ્યો છે.

પ્રથમ ઓવર પુરી

પ્રથમ ઓવરના અંતે ઓસ્ટ્રેલિયા ટીમનો સ્કૉર વિના વિકેટે 1 રન બનાવ્યો છે. ક્રિઝ પર ડેવિડ વૉર્નર અને મિશેલ માર્શ છે. 

ઓસ્ટ્રેલિયાની બેટિંગ શરૂ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડકપ મેચ શરૂ થઇ ગઇ છે, ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી કાંગારુ ટીમે ઇનિંગની શરૂઆત કરી દીધી છે. ઓપનિંગમાં ટીમ તરફથી ડેવિડ વૉર્નર અને મિશેલ માર્શ ક્રિઝ પર છે. ભારતીય ટીમ ફિલ્ડિંગ કરી રહી છે.  

ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયા ટીમ

ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ, માર્નસ લાબુશેન, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, જૉશ હેઝલવુડ, એડમ ઝમ્પા.

ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીત્યો, ભારતની પહેલા બૉલિંગ

ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કાંગારૂ ટીમ મોટો સ્કૉર બનાવીને ભારતને દબાણમાં લાવવા માંગે છે. શુભમન ગીલ ભારત તરફથી આ મેચ રમી રહ્યો નથી. તેની જગ્યાએ ઈશાન કિશનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ભારતીય ટીમ (15 સભ્યોની ફૂલ સ્ક્વૉડ)

રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, સૂર્યકુમાર યાદવ, શુભમન ગીલ, શાર્દુલ ઠાકુર.

ઓસ્ટ્રેલિયન ટીમ (15 સભ્યોની ફૂલ સ્ક્વૉડ)

પેટ કમિન્સ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, એલેક્સ કેરી, જૉશ ઈંગ્લિસ, શૉન એબૉટ, માર્નસ લાબુશેન, કેમેરોન ગ્રીન, જૉશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટૉઈનિસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા, મિશેલ સ્ટાર્ક.

બન્નેનું ચેપૉકમાં કેવું છે પ્રદર્શન

ચેન્નાઈના ચેપૉકમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચ રમાઈ છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ એક મેચ અને ઓસ્ટ્રેલિયાએ બે મેચ જીતી છે. ચેપોકમાં બંને વચ્ચે માત્ર એક જ ODI મેચ રમાઈ છે. 1987ના વર્લ્ડકપમાં રમાયેલી આ મેચ ઓસ્ટ્રેલિયાએ એક રનથી જીતી હતી.

બન્નેનું ચેપૉકમાં કેવું છે પ્રદર્શન

ચેન્નાઈના ચેપૉકમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચ રમાઈ છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ એક મેચ અને ઓસ્ટ્રેલિયાએ બે મેચ જીતી છે. ચેપોકમાં બંને વચ્ચે માત્ર એક જ ODI મેચ રમાઈ છે. 1987ના વર્લ્ડકપમાં રમાયેલી આ મેચ ઓસ્ટ્રેલિયાએ એક રનથી જીતી હતી.

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે હેડ ટૂ હેડ રેકોર્ડ

બંને ટીમો વનડેમાં કુલ 149 વખત આમને-સામને આવી ચુકી છે. તેમાંથી ભારતે 56 મેચ જીતી હતી જ્યારે ઓસ્ટ્રેલિયાએ 83 મેચ જીતી હતી. 10 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી. બંને ટીમ ભારતમાં 70 વખત આમને-સામને આવી ચૂકી છે. તેમાંથી ટીમ ઈન્ડિયાએ 32 મેચ જીતી છે અને ઓસ્ટ્રેલિયાએ 33 મેચ જીતી છે. પાંચ મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું. ભારત અને ઓસ્ટ્રેલિયા 2019 વર્લ્ડકપના અંત પછી વનડેમાં 12 વખત સામસામે આવી ચૂક્યા છે. આ દરમિયાન બંનેએ છ-છ મેચ જીતી છે.

ટીમ ઇન્ડિયામાં જબરદસ્ત કૉમ્બિનેશન 

ભારત પાસે એક એવો કેપ્ટન છે જે 19મી નવેમ્બરે પોતાના હાથમાં કપ ઉંચકીને ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં નવો અધ્યાય લખવા માંગે છે. 35 વર્ષીય વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડવા માટે વધુ ત્રણ વનડે સદી ફટકારવી પડશે. ભારતીય ટીમમાં એવા નવ ખેલાડીઓ છે જેઓ એક અથવા વધુ વર્લ્ડકપ રમ્યા છે. વળી, છ ખેલાડીઓ માટે આ પહેલો વર્લ્ડકપ છે.

વર્લ્ડકપ જીતવા ઓસ્ટ્રેલિયાને હરાવવું જરૂરી

રોહિત શર્મા, વિરાટ કોહલી અને કુલદીપ યાદવ સહિતના મહત્વના ખેલાડીઓ ત્રીજી વનડેમાં પરત ફર્યા છે. ઓસ્ટ્રેલિયન ટીમ પણ પોતાની પૂરી તાકાતથી રમી હતી. ઓસ્ટ્રેલિયાએ તે ત્રીજી વનડે સરળતાથી જીતી લીધી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપ મેચમાં સાવચેતીથી રમવું પડશે. દરેક દિગ્ગજ ક્રિકેટર માને છે કે વર્લ્ડકપ જીતવા માટે ઓસ્ટ્રેલિયાને હરાવવા ખૂબ જ જરૂરી છે. કાંગારુઓને ક્યારેય ઓછો આંકી શકાય નહીં.

ભારતે ઓસ્ટ્રેલિયાને સીરીઝમાં આપી હતી માત

વર્લ્ડકપની શરૂઆત પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 2-1થી જીત મેળવી હતી. જોકે, પ્રથમ બે મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને માટે કેટલાક મોટા ખેલાડીઓ ગેરહાજર હતા. આ બંને વન-ડે ભારતે જીતી હતી.

આજથી ભારતનું વર્લ્ડકપ અભિયાન શરૂ

આજે ભારતીય ટીમ આઇસીસી વનડે વર્લ્ડકપ 2023ના અભિયાનની શરૂઆત કરી રહ્યું છે, રોહિત શર્માની આગેવાની વાળી ભારતીય ટીમ ચેન્નાઇના મેદાનમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાઇ રહી છે. આજની મેચમાં ભારત માટે કેટલાય પડકારો છે. આજની મેચમાં ભારતની બેટિંગની પરીક્ષા કાંગારુ બૉલરો સામે થવાની છે.

ભારતના બેટ્સમેનો અને કાંગારુ બૉલરોની ટક્કર

કેપ્ટન રોહિત શર્માની ભારતીય ટીમ રવિવારે ચેન્નાઈના ચેપૉક સ્ટેડિયમમાં તેના વનડે વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરશે. તેને પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના પડકારનો સામનો કરવો પડશે. ભારતની બેટિંગ વર્લ્ડ ક્લાસ છે તો ઓસ્ટ્રેલિયાનું ઝડપી આક્રમણ પણ ઓછું નથી. ચેન્નાઈની આકરી ગરમી તેમના માટે મોટો પડકાર સાબિત થશે. મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ તેના અડધા કલાક પહેલા એટલે કે બપોરે 1.30 વાગ્યે થશે.

બ્રેકગ્રાઉન્ડ

India vs Australia Live Score, World Cup 2023: આજે ભારતીય ટીમ આઇસીસી વનડે વર્લ્ડકપ 2023ના અભિયાનની શરૂઆત કરી રહ્યું છે, રોહિત શર્માની આગેવાની વાળી ભારતીય ટીમ ચેન્નાઇના મેદાનમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાઇ રહી છે. આજની મેચમાં ભારત માટે કેટલાય પડકારો છે. આજની મેચમાં ભારતની બેટિંગની પરીક્ષા કાંગારુ બૉલરો સામે થવાની છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.