IND vs AUS Playing 11 & Live Broadcast: ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવવાના ઈરાદા સાથે રાજકોટમાં મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયા 3 વનડે શ્રેણીમાં 2-0થી આગળ છે. રાજકોટમાં ત્રીજી વનડે બુધવારે ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આ મેચ માટે બંને ટીમોના પ્લેઇંગ 11માં મોટા ફેરફારો જોવા મળી શકે છે. હાર્દિક પંડ્યા સિવાય ઓપનર શુભમન ગિલ, ફાસ્ટ બોલર મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર અને અક્ષર પટેલ પ્લેઈંગ 11માં સામેલ કરાશે નહીં.
બંને ટીમોમાં થઇ શકે છે ફેરફાર
મેક્સવેલ અને મિશેલ સ્ટાર્કની ઓસ્ટ્રેલિયન પ્લેઈંગ 11માં વાપસી નક્કી છે. આ પહેલા ગ્લેન મેક્સવેલ અને મિશેલ સ્ટાર્ક મોહાલી અને ઈન્દોર વનડેમાં રમી શક્યા ન હતા. એવું માનવામાં આવતું હતું કે હાર્દિક પંડ્યા સિવાય ભારતીય ટીમ ત્રીજી વનડે માટે તેના પ્લેઈંગ 11માં શુભમન ગિલ, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર અને અક્ષર પટેલને મેદાનમાં ઉતારશે પરંતુ આ ખેલાડીઓ રાજકોટ વનડેમાં રમી શકશે નહીં.
મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. ભારત-ઓસ્ટ્રેલિયા ત્રીજી વન-ડે મેચનું જીવંત પ્રસારણ સ્પોર્ટ્સ-18 પર થશે. આ સિવાય ક્રિકેટ ચાહકો Jio સિનેમા પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકે છે.
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.
ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઇંગ 11
ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, પેટ કમિન્સ (કેપ્ટન), કેમરૂન ગ્રીન, મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, એડમ ઝમ્પા, સીન એબોટ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં ગીલે શાનદાર અડધી સદી ફટકારી હતી. ગીલે 97 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 104 રનની ઇનિંગ રમી હતી. ગીલની વનડે કારકિર્દીની આ છઠ્ઠી અને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ સદી હતી.