IND vs AUS, Ravindra Jadeja: આખરે ટીમ ઈન્ડિયાનો શાનદાર ઓલરાઉન્ડર અને ગુજરાતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ફરી એકવાર મેદાનમાં દેખાશે. ભારતીય ટીમનો ઓલરાઉન્ડર ટીમ ઈન્ડિયામાં જોડાશે. ઈજાના કારણે તે છેલ્લા લગભગ 5 મહિનાથી મેદાનની બહાર રહ્યો હતો. તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ એશિયા કપ 2022માં હોંગકોંગ સામે રમી હતી. આ રીતે રવિન્દ્ર જાડેજા T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાનો ભાગ નહોતો.
આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડરે બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં સમય વિતાવ્યો હતો. હવે તમિલનાડુ સામેની રણજી ટ્રોફી મેચમાંથી મેદાનમાં પરત ફર્યો છે. તેણે આ મેચમાં 7 વિકેટ ઝડપી હતી.
પરત ફરતા રવિન્દ્ર જાડેજાએ શું કહ્યું?
જો કે ભારતીય ટીમ માટે એક સારા સમાચાર છે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ઘર આંગણે જ 4 ટેસ્ટ મેચોની શ્રેણી રમશે. આ શ્રેણીની પ્રથમ મેચ 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં રમાશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રવિન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયાનો ભાગ હશે. ભારતીય ઓલરાઉન્ડરે પરત ફર્યા બાદ BCCI ટીવી પર વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, રિહેબ, ટ્રેનિંગ અને અન્ય વસ્તુઓ એવી છે કે જે તમારે નિયમિતપણે કરવાની હોય છે.
'ઓહ યાર, કાશ હું ત્યાં હોત'
રવિન્દ્ર જાડેજાએ કહ્યું હતું કે, તમે વિચારો છો કે, તમે ક્યારેય સંપૂર્ણ રીતે ફિટ થઈ શકશો કે નહીં. હું ટીવી પર વર્લ્ડકપ જોઈ રહ્યો હતો અને વિચારતો હતો 'ઓહ મેન, કાશ હું ત્યાં હોત'. આવા વિચારો તમારા મગજમાં આવે છે અને તેઓ તમને રિહેબ અને ટ્રેનિંગમાંથી પસાર થવા અને ઝડપથી સંપૂર્ણપણે ફિટનેસ મેળવવા માટે પ્રેરિત કરે છે. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડરે વધુમાં કહ્યું હતું કે, NCAના ફિઝિયો અને ટ્રેનર્સે મારા ઘૂંટણ પર સખત મહેનત કરી. તેઓએ મને ઘણો સમય આપ્યો અને એનસીએમાં રવિવારની રજા હોવા છતાં તેઓ મારા માટે ખાસ આવતા રહ્યા.
Watch: ત્રણ વર્ષ પહેલા થયો હતો વિવાદ, હવે આ રીતે આમને-સામને મળ્યા સંજય માંજરેકર અને રવિન્દ્ર જાડેજા
રવિવારે એશિયા કપમાં ભારત-પાકિસ્તાન (IND vs PAK) મેચ પછી, પ્રસ્તુતકર્તા સંજય માંજરેકરે ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો ઇન્ટરવ્યુ લીધો. આ ઈન્ટરવ્યુ પોતાનામાં ખૂબ જ ખાસ હતો. કારણ કે આ બંને વચ્ચે ત્રણ વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર વિવાદ થયો હતો. ત્યારથી લઈને આજ સુધી આ બંને કોઈ સ્ટેજ પર સામસામે આવ્યા ન હતા.
હવે રવિવારે, જ્યારે બ્રોડકાસ્ટિંગ પેનલમાં રહેલા માંજરેકરને જાડેજાનો ઈન્ટરવ્યુ લેવા માટે કહેવામાં આવ્યું, ત્યારે તે ખૂબ જ રસપ્રદ દૃશ્યમાં ફેરવાઈ ગયું. માંજરેકરે તેમના ઈન્ટરવ્યુની શરૂઆતમાં જ કંઈક એવું કહ્યું જેનાથી તેઓ ફરી ચર્ચામાં આવ્યા.
માંજરેકરે કહ્યું, 'રવીન્દ્ર જાડેજા અહીં મારી સાથે છે. પહેલો સવાલ એ છે કે, શું તને મારી સાથે વાત કરવામાં આરામદાયક લાગે છે, જડ્ડુ?' આના પર જાડેજાએ સ્માઈલ આપીને કહ્યું, 'હા, અલબત્ત, મને કોઈ વાંધો નથી.' આ પછી જાડેજા અને માંજરેકર વચ્ચે સવાલ-જવાબનો દોર ચાલુ રહ્યો હતો.