Ind vs Aus: રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ચાલી રહેલ બોર્ડર-ગાવસકર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ વાપસી કરવા માટે તૈયાર છે. રોહિત શર્માને સિડનીમાં રમાનાર ત્રીજી ટેસ્ટમાં ઓપનિંગની જવાબદારી આપવામાં આવી શકે છે. રોહિત હેમસ્ટ્રિંગને ઇજાને કારણે તે ઓસ્ટ્રેલિયા વિરદ્ધ વનડે સીરીઝમાં ભારતીય ટીમનો ભાગ ન હતા.

રોહિત શીરીઝની બાકીની મેચમાં ભારતીય ટીમના વાઈસ કેપ્ટન હશે, જ્યારે વિરાટ કોહલીની ગેરગાજરીમાં અજિંક્ય રહાણે ટીમના કેપ્ટન છે. એવામાં જો રોહિત ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સિડનીમાં ત્રીજી ટેસ્ટ રમે છે તો તે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે છે.

રોહિતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 423 છગ્ગા ફટકાર્યા છે. તેમાંથી તેણે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 99 છગ્ગા ફટકાર્યા છે. જો તે સિડનીમાં આગામી ટેસ્ટમાં વધુ એક છગ્ગો ફટકારે છે તો રોહિત ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 100 છગ્ગા લગાવનાર પ્રથમ ખેલાડી બની જશે. રોહિતના નામે પહેલા જ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સૌથી વધારે છગ્ગા લગાવવાનો રેકોર્ડ છે. ઇંગ્લેન્ડના ઇયોન મોર્ગન 63 છગ્ગા સાથે બીજા નંબર પર છે.

પ્રથમ ટેસ્ટમાં 8 વિકેટથી હાર્યા બાદ ભારતીય ટીમને રહાણેની આગેવનીમાં બીજી ટેસ્ટમાં શાનદાર વાપસી કરી અને 8 વિકેટથી જીત નોંધાવી હતી. ત્રીજી ટેસ્ટ 7 જાન્યુઆરીથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં શરૂ થશે. રોહિત શર્માના આવવાથી ટીમ ઇન્ડિયા ઘણી મજબૂત થઈ ગઈ છે અને ઓસ્ટ્રેલિયા માટે સમસ્યા ઉભી થઈ શકે છે.