IND vs AUS 2nd T20 : ટીમ ઈન્ડિયાની 6 વિકેટથી શાનદાર જીત, રોહિત શર્માના નોટઆઉટ 46 રન

 ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS)ની વચ્ચે નાગપુરમાં આજે સીરીઝની બીજી ટી20 મેચ રમાશે. નાગપુર ગ્રાઉન્ડમાં આ પહેલી મેચ છે. સીરીઝમાં પ્રથમ મેચ હારીને ભારતીય ટીમ બેકફૂટ પર છે.

gujarati.abplive.com Last Updated: 23 Sep 2022 11:13 PM

બ્રેકગ્રાઉન્ડ

India vs Australia 2nd T20:   ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS)ની વચ્ચે નાગપુરમાં આજે સીરીઝની બીજી ટી20 મેચ રમાશે. નાગપુર ગ્રાઉન્ડમાં આ પહેલી મેચ છે. સીરીઝમાં પ્રથમ મેચ હારીને ભારતીય...More

ટીમ ઈન્ડિયાએ બીજી T20 જીતી

ટીમ ઈન્ડિયાએ નાગપુરમાં રમાયેલી બીજી T20માં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. 8 ઓવરની આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ રમત રમીને ટીમ ઈન્ડિયાને 91 રનનો ટાર્ગેટ આપ્યો હતો.  આ જીત સાથે ભારતે ત્રણ મેચની T20I શ્રેણીમાં 1-1ની બરાબરી કરી લીધી છે. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ અણનમ 46 રન બનાવ્યા હતા. 20 બોલની પોતાની તોફાની ઇનિંગમાં હિટમેને 4 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. છેલ્લી ઓવરમાં દિનેશ કાર્તિકે એક સિક્સર અને ફોર ફટકારીને ટીમ ઈન્ડિયાને ચાર બોલ પહેલા જ જીત અપાવી હતી.