IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી 9મી ફેબ્રુઆરીથી બૉર્ડર ગાવસ્કર ટ્રૉફી માટેની ટેસ્ટ સીરીઝ શરૂ થઇ રહી છે. જોકે, આ ટેસ્ટ સીરીઝ પહેલા જ ઓસ્ટ્રેલિયન ટીમને મોટો ઝટકો લાગ્યો છે, રિપોર્ટ છે કે, કાંગારુ સ્ટાર ઓલરાઉન્ડર કેમરુન ગ્રીન ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઇ ગયો છે. કેમરુન ગ્રીનને આંગળીના ભાગે ઇજા થતા તે હવે લગભગ ટેસ્ટ સીરીઝ નહીં રમી શકે. તેનુ નાગપુર ટેસ્ટમાં રમવુ જો લગભગ અસંભવ જ છે.


કેમરુન ગ્રીનને આંગળીના ભાગે ઇજા થતા તેની સર્જરી કરવામાં આવી હતી, જોકે, તેનાથી હજુ પુરેપુરી રીતે ઠીક નથી થઇ શક્યો, તેને હજુ સમય લાગી શકે છે. જોકે, હાલમાં જ કાંગારુ ટીમના અભ્યાસ સત્રમાં કેમરુન ગ્રીનને પણ પ્રેક્ટિસ કરતો જોવામાં આવ્યો હતો. 


ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે બતાવ્યુ કે, હાલમાં કેમરુન ગ્રીનને ઇજા છે, અને તે હજુ સુધી પુરેપુરી રીતે ઠીક નથી થઇ શક્યો. ભારત સામેની ટેસ્ટ સીરીઝમાં તે રમશે કે નહીં તે અંગે હજુ સસ્પેન્સ છે. પેટ કમિન્સે ગ્રીનના રમવા પર શંકા વ્યક્ત કરી છે, આથી માની શકાય કે ગ્રીન સીરીઝમાં નહીં રમી શકે. ડૉક્ટરોનુ માનીએ તો ગ્રીનને હજુ સુધારો થવામાં એક અઠવાડિયાથી વધુનો સમય લાગી શકે છે.  


ઉલ્લેખનીય છે કે, બૉર્ડર ગાવસ્કર ટ્રૉફીમાં ભારત સામેની ટેસ્ટ સીરીઝ પહેલા કાંગારુ ટીમને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યાં છે, આ પહેલા ફાસ્ટ બૉલર મિશેલ સ્ટાર્ક પણ નાગપુર ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે.


ડીડી સ્પૉર્ટ્સ પર થશે મેચોનું લાઇવ ટેલિકાસ્ટ - 
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બૉર્ડર ગાવસ્કર ટ્રૉફીની ચારેય મેચોનું ઓફિશિયલ બ્રૉડકાસ્ટર સ્ટાર સ્પૉરટ્સ્ નેટવર્ક છે, પરંતુ આ ઉપરાંત ડીડી સ્પૉર્ટ્સ પર પણ ફેન્સ મેચને લાઇવ બ્રૉડકાસ્ટ જોઇ શકશે. ડીડી સ્પૉર્ટસ પર ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની મેચો જોવા માટે ફેન્સને પૈસા નહીં ચૂકવવા પડે. વળી, આ ઉપરાંત ડિઝ્ની+પ્લસ હૉટસ્ટાર પર ફેન્સ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકશે. જોકે, ડિઝ્ની+ હૉટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગ જોવા માટે ફેન્સને પૈસા આપવા પડશે, પરંતુ ડીડી સ્પૉર્ટ્સ પર ફેન્સ મફતમાં લાઇવ બ્રૉડકાસ્ટ જોઇ શકશે. 


બૉર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરીઝનું શિડ્યૂલ - 
9-13 ફેબ્રુઆરી - પ્રથમ ટેસ્ટ 
17-21 ફેબ્રુઆરી - બીજી ટેસ્ટ 
1-5 માર્ચ - ત્રીજી ટેસ્ટ 
9-13 માર્ચ - ચોથી ટેસ્ટ